કડાણા ડેમની સપાટી ઘટતા ગુફામાં આવેલા ૮૫૦ વર્ષ જૂના મંદિરના દ્વાર ખુલ્યા
મહીસાગર, મહીસાગર જિલ્લામાં આવેલા કડાણા ડેમની સપાટીમાં હાલ ઘટાડો થયો છે. ડેમની સપાટી ઘટતા જ અહીં આવેલા એક પ્રાચીન મંદિરના દ્વારા ખુલ્યા છે. 850 years old temple found Kadana dam
અહીં આવેલું મંદિર ૮૫૦ વર્ષથી જૂનું હોવાનું કહેવામાં આવે છે. મહીસાગર જિલ્લાના કડાણા ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર ઘટાડો જાેવા મળતા ડેમના કેચમેન્ટ એરિયાના કિનારા અને બેટ ખુલ્લા થયા છે. જેના પગલે ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલા નદીનાથ મહાદેવ મંદિરના દ્વાર ખુલ્યા છે.
આ સાથે જ ભોળાનાથના દર્શન કરીને દર્શન ઘેલા ભક્તો આનંદવિભોર બન્યા હતા. મહિસાગર જિલ્લાના જીવાદોરી સમાન એવા કડાણા ડેમમાં હાલ નહિવત જથ્થો જાેવા મળી રહ્યો છે. જાે આવનાર દિવસોમાં ઉપરવાસમાં વરસાદ નહીં પડે તો આગામી સમયમાં મહાજળ સંકટ સર્જાય તેવા એંધાણ સર્જાય રહ્યા છે.
બીજી તરફ ડેમ કેચમેન્ટ વિસ્તારમાં જળ સપાટી ઉતરતા પાણીની વચ્ચોવચ આવેલા ડુંગરની ગુફામાં નદીનાથ મહાદેવ મંદિર દ્વારા ખુલ્લા થયા છે. એવી માહિતી મળે છે કે ડેમના નિર્માણ સમયે આ મંદિર ડૂબમાં ગયું હતું. ચાલુ વર્ષે ડેમની જળસપાટી નીચી જતા મંદિરના દ્વાર ખુલતા ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા છે.
એક લોકવાયકા મુજબ કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહિપુનમ ભાદરવી પૂનમે મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા. બાદમાં ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલા ભેકોટલીયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર ડૂબાણમાં ગયા હતા. ડેમમાં પાણીની સપાટી વધે ત્યારે મંદિર પાણીમાં ગરક થઈ જાય છે. આ કારણે લોકો ત્યાં પહોંચી શકતા નથી. ૮૫૦ વર્ષ જૂનું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર ૨૦ વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં ખૂલ્યું હતું. આ વર્ષે ફરી એકવાર મંદિર ખુલતાં દર્શનઘેલા ભક્તો આનંદવિભોર બન્યા છે.
કડાણા ડેમ બન્યાના આજે ૫૦ વર્ષથી વધુનો સમય થઈ ગયો છે. આ દરમિયાન નદીએ અનેક વખત પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું છે. જાેકે, મંદિરની અંદર ગુફામાં શિવલિંગ છૂટું હોવા છતાં તે પોતાના સ્થાનેથી હલતું નથી. આ જ કારણે શ્રદ્ધાળુઓને આ મંદિર પ્રત્યે ખૂબ આસ્થા રહેલી છે.
ગત વર્ષે પણ મંદિરના દ્વાર ખુલ્યા બાદ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે પહોંચ્યા હતા. આ વર્ષે પણ મંદિરના દ્વારા ખુલવાની જાણ થતા જ લોકો દર્શન માટે દોડી ગયા છે. કડાણા ડેમની સપાટી ઘટતા મંદિરના દ્વાર ખુલ્યા. લોક વાયકા પ્રમાણે મંદિરમાં શિવલિંગ છૂટું હોવા છતાં ભરતી વખતે તે પોતાના સ્થાનથી હલતું નથી.SS1MS