વિમાન ફસાતા ૮૫,૦૦૦ ઘર અંધારામાં રહેવા મજબૂર બન્યા
નવી દિલ્હી, અમેરિકાના મોન્ટગોમરી કાઉંટ, મેરીલેન્ડમાંથી એક ભયંકર તસ્વીર સામે આવી છે. સ્થાનિક સમય અનુસાર રવિવારે સાંજે મોન્ટગોમરી વિલેજમાં એક નાનું વિમાન વિજળીના તાર સાથે ટકરાઈ ગયા બાદા મોન્ટગોમરી કાઉંટી, મેરીલેન્ડમાં હજારો ઘરોની બત્તી ગુલ થઈ ગઈ હતી.
લગભગ ૮૫૦૦૦ ઘરની લાઈટ ગાયબ થઈ ગઈ હતી. લોકલ મીડિયા અનુસાર, અધિકારીઓના હવાલેથી રવિવાર રાતે અમેરિકી રાજ્ય મેરીલેન્ડમાં મોન્ટગોમરી કાઉંટીના વિજળી તારમાં એક નાનુ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જાે કે, દુર્ઘટનામં કોઈનો જીવ ગયો હોવાની સૂચના હજૂ સુધી મળી નથી. વિમાન રોથબરી ડો એન્ડ ગોશેન રોડના એરિયામાં વિજળીના તારમાં જઈને ફસાઈ ગયું હતું.
તેનાથી કાઉંટીના એક મોટા ભાગની વિજળી ગાયબ થઈ ગઈ હતી. તેની અસર ઓદ્યૌગિક એકમો પર પણ પડી હતી. કહેવાય છે કે, આ વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો હતો. હવામાન ખરાબ હોવાના કારણે પાયલટને ઉંચાઈનો ખ્યાલ ન રહ્યો. તેના કારણે આ વિમાન વિજળીના તારમાં ફસાઈ ગયું.
જાે કે, દુર્ઘટનાનું અસલી કારણ શું છે તેની પુષ્ટિ થઈ નથી. જમીનથી લગભગ ૧૦૦ ફુટ ઉંચાઈ પર વિમાન પાયલટ અને બે યાત્રીઓને ભારે જહેમત બાદ બચાવી લેવામાં આવ્યા હતા. ઈલેક્ટ્રિક પાવર કંપની પેપ્કોએ રવિવારે રાત પુષ્ટિ કરી છે કે, એક ખાનગી વિમાન રોથબરી ડ્રાઈવ અને ગોશેન રોડના ચોક નજીક કંપનીની એરિયલ ટ્રાંસમિશન લાઈન સાથે ટકરાઈ ગયું.
કંપનીએ ત્યારે કહ્યું હતું કે, કિપૂરે કાઉંટીમાં લગભગ ૮૫,૦૦૦ ગ્રાહકો લાઈટ વિના બેઠા છે અને તે મોન્ટગોમરી કાઉંટી ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસિઝ સાથે મળીને વિજળી ચાલું કરવામાં લાગી ગયા છે.SS1MS