ગુજરાતના ૮૫૦૦૦ થી વધુ પેન્શનર્સને કરોડો રૂપિયા ચૂકવાશે
(એજન્સી)અમદાવાદ, લાંબા સમયથી ગુજરાત સરકારનો હિસ્સો રહી ચુકેલા સરકારી કર્મચારીઓ પેન્શનની લડાત ચલાવી રહ્યાં હતાં. ત્યારે આખરે સુપ્રીમ કોર્ટના ચૂકાદાને પગલે આ વિવાદનો સુખદ અંત આવી ગયો છે. આખરે સરકારે કર્મચારીઓની માંગણી સ્વીકારવી પડશે. સુપ્રીમ કોર્ટે કર્મચારીઓના હકમાં ફેંસલો કર્યો છે. સુપ્રીમ કોર્ટના એક નિર્ણયથી ગુજરાતના હજારો કર્મચારીઓને પેન્શનનો લાભ.
નાણા વિભાગના ડેપ્યુટી સેક્રેટરી આઈ.ડી.ચૌધરીની સહીથી પ્રસિધ્ધ ઠરાવમાં ગુજરાત સરકારે હજારો પેન્શનર્સ અંગે લીધેલાં નિર્ણય અંગે વિગતવાર વાત કરવામાં આવી છે. સાથે સરકારના આ નિર્ણય અને તેની પાછળના પરીબળોનું વિસ્તારથી વર્ણન કરવામાં આવ્યું છે. ૧૨મી ઓગસ્ટના રોજ પ્રસિધ્ધા આ ઠરાવમાં મદ્રાસ હાઈકોર્ટ, બોમ્બે હાઈકોર્ટની ઔરાગાંબાદ બેન્ચ, સુપ્રીમના અનેક ચુકાદાઓને ટાંકીમાં આવ્યા છે.
ગુજરાત સરકારે ૩૦મી જૂન-૨૦૦૬ કે તે પછીના વર્ષોમાં ૩૦ જૂને રિટાયર્ડ થયા હોય તેવા અંદાજે ૮૫ હજારથી વધુ પેન્શનરને જૂલાઈ મહિનાનો ઈજાફો ગણી પેન્શન આકારવા નિર્ણય કર્યો છે. ગુજરાતમાં ૧લી જાન્યુઆરી ૨૦૦૬થી છઠ્ઠા પગાર પંચનો અમલ થાયો ત્યારથી દરેક કર્મચારીઓ માટે ઈજાફાની તારીખ એક સમાન અર્થાત દરવર્ષે ૧લી જૂલાઈ થઈ હતી.
આથી, પેન્શન આકારણીને લઈ છેક સુપ્રીમ કોર્ટ સુધી ચાલેલી ન્યાયીક લડતને અંતે ગુજરાત સરકારે જૂન- ૨૦૦૬ કે તે પછીના વર્ષોમાં ૩૦મી જૂને નિવૃત થયેલા તમામ પેન્શર્ન્સને રૂ.૭૫૦ કરોડ ચૂકવવા નિર્ણય કર્યો છે. સરકારે કરેલાં ઉપરોક્ત ઠરાવ અંગે નાણા વિભાગના ટોચના અધિકારીએ કહ્યુ કે, ગુજરાતમાં છઠ્ઠુ પગાર પંચ અમલમાં આવ્યુ તે પહેલા કર્મચારી સેવામાં જોડાય તે તારીખને આધારે દરવર્ષે પગારમાં ઈજાફો આપવામાં આવતો.
છઠ્ઠા પગાર પંચના અમલથી દરેકને ઈજાફા માટે દરવર્ષે ૧લી જુલાઈ નિયત થતા વર્ષ ૨૦૦૬થી જેઓ ૩૦મી જૂને રિટાયર્ડ થતા. તેમને ઈજાફા સાથેનુ પેન્શન મળતુ નહોતુ.