ચૂંટણીપ્રક્રિયા સાથે સંકળાયેલા 8600 કર્મયોગીઓએ બેલેટથી મતદાન કર્યું
ગાંધીનગર પોલીસ કવાર્ટરમાં સુવિધા કેન્દ્ર ઉભું કરવામાં આવ્યું હતું
ગાંધીનગર, લોકસભા સામાન્ય ચૂંટણી ન્યાયિક રીતે, શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે સતત કાર્યનિષ્ઠ રહેનાર અધિકારી- કર્મયોગીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ પોસ્ટલ બેલેટ થકી કરતા હોય છે. ગાંધીનગર સંસદીય મતદાર વિસ્તારની ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા ૮૬૦૦થી વધુ કર્મયોગીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કરીને લોકશાહીના અવસરમાં સહભાગી બન્યા હતા.
લોકશાહીના અવસરની ઉજવણી ઉત્સાહપૂર્વક થાય તે માટે સતત ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સુચારુ રીતે યોજાય તે માટે અનેક કર્મયોગીઓ કાર્યરત છે. લોકસભા સામાન્ય ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે ગાંધીનગર સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા મતદાર વિભાગમાં પોલીસ જવાનો, હોમગાર્ડ જવાનો સહિત અન્ય સરકારી કર્મયોગીઓ પોતાની સેવા અદા કરનાર છે,
તેવા સેવા મતદારો પોતાના મતાધિકારથી વંચિત ન રહે અને મતદાન કરી શકે તે માટે પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવામાં આવે છે, જેમાં ગાંધીનગર સંસદીય મત વિભાગમાં ચૂંટણી પ્રક્રિયામાં સેવા આપનાર કર્મયોગીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું.
પોસ્ટલ બેલેટથી મતદાન કરવાની પ્રક્રિયા અંતર્ગત ગાંધીનગર સંસદીય મતવિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા સેવાકર્મીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જેમાં ગાંધીનગર (ઉ)માં રરપ૭, કલોલમાં ૧૧પ૯, સાણંદમાં ૧૪ર૬, ઘાટલોડિયામાં ૧૦૯૪, વેજલપુરમાં ૭પપ, નારણપુરામાં ૧૧પપ અને સાબરમતીમાં ૮પ૭ મળી કુલ ૮૬૯પ સેવા મતદારો દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.