દેશમાં કોરોના ૮,૮૧૩ નવા કેસ નોંધાયા,૨૯ લોકોના મોત
નવીદિલ્હી, દેશમાં મંગળવારના રોજ કોરોના સંક્રમણના કેસમાં જાેરદાર ઘટાડો થયો છે, જે મોટા રાહતના સમાચાર છે. મંગળવારના રોજ (૧૬ ઓગસ્ટ) કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮,૮૧૩ નવા કેસ નોંધાયા છે, જે સોમવારની સરખામણીમાં ૬,૧૦૪ ઓછા છે. આવા સમયે, ૨૯ દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, ગઈકાલના આંકડામાં ૧૪,૯૧૭ કેસ નોંધાયા હતા અને ૩૨ દર્દીઓના મોત થયા હતા. દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૧,૧૧,૨૫૨ થઈ ગઈ છે, જે ગઈકાલની સરખામણીએ ૬,૨૫૬ ઓછી છે. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ૫,૨૭,૦૯૮ લોકોના મોત થયા છે.
દિલ્હીમાં કોરોનાના ૧૨૨૭ કેસ દિલ્હીમાં કોરોનાના ૧૨૨૭ કેસ દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૨૨૭ કેસ નોંધાયા છે અને આઠ લોકોના મોત થયા છે. રાજધાનીમાં હવે કોરોનાના કુલ ૭,૫૧૯ સક્રિય કેસ છે. દિલ્હી સરકારના હેલ્થ બુલેટિન મુજબ હાલમાં કોરોના સંક્રમણનો દર વધીને ૧૪.૫૭ ટકા થઈ ગયો છે. ૨૧૩૦ લોકો સાજા પણથયા છે.
મુંબઈમાં કોરોનાના ૫૮૪ નવા કેસ મુંબઈમાં કોરોનાના ૫૮૪ નવા કેસ સોમવારના રોજ મહારાષ્ટ્રના પાટનગર મુંબઈમાં કોરોનાવાયરસના ૫૮૪ નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. આ તમામ કેસો એસિમ્પટમેટિક છે. આ દરમિયાન ૪૦૭ લોકો કોરોના રોગચાળામાંથી સાજા પણ થયા છે. નવા ડેટા અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાવાયરસ પરીક્ષણોની કુલ સંખ્યા ૭,૨૫૮ વધીને ૧,૭૯,૫૭,૪૪૫ થઈ ગઈ છે.
ગુજરાતમાં સોમવારના રોજ કોરોના સંક્રમણના ૨૯૦ નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૫ દર્દીઓ કોરોનામુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
આ સાથે છેલ્લા ૨૪ કલાક દરમિયાન અમદાવાદમાં ૨ કોવિડ સંબંધિતમૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૭૧૯ થઇ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા ૩૭૧૯ થઇ હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૯૯૩ થયો છે. આ સાથે રાજ્યમાં કુલ ૧૨,૫૧,૦૩૧ દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા૩૭૧૯ થઇ છે. જેમાંથી ૧૯ ની હાલત ગંભીર છે, જ્યારે બાકીના લોકોની હાલત સ્થિર છે.
કુલ ૧૨,૦૦,૧૦,૧૦૫ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા કુલ ૧૨,૦૦,૧૦,૧૦૫ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા રાજ્યમાં કોરોના સંક્રમણમાંથી મુક્ત થવાનો દર ૯૮.૮૪ ટકા છે. આ સાથે છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૫૮,૯૭૫ કોરોના વેક્સિનના ડોઝઆપવામાં આવ્યા છે.
રાજ્યમાં કુલ ૧૨,૦૦,૧૦,૧૦૫ કોરોના વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં કોવિડના નવા દર્દીઓની સંખ્યામાંદરરોજ વધઘટ થઈ રહી છે.HS1MS