Western Times News

Gujarati News

9 મહિનામાં ઓફિસ, મોલ, ચેન્જીંગ રૂમના 50 હજાર CCTV કેમેરા હેક કર્યાં આરોપીઓએ

પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાની તપાસ કરતા સાયબર ક્રાઈમને બાંગ્લાદેશના આઈડી તથા મોબાઈલ નંબર પણ મળી આવ્યા છે.

(એજન્સી)અમદાવાદ, હોસ્પિટલના સીસીટીવી હેક કરી વીડિયો વાયરલ કરવા મામલે સાઈબર ક્રાઈમે ૨ હેકરની ધરપકડ કરી છે. સુરતના પરીત ધામેલીયા અને મહારાષ્ટ્ર વસઈના રાયન પરેરાની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે જ અગાઉ પકડાયેલા મુખ્ય આરોપી પ્રજવલ તૈલીના પાર્ટનર વૈભવ માનેની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પૂછપરછ અને ટેકનિકલ તપાસમાં છેલ્લા ૯ મહિનામાં ૫૦,૦૦૦ જેટલા સીસીટીવી કેમેરા હેક કર્યા હોવાનું સામે આવ્યું છે.

જેમાં સ્કૂલો, કોલેજો, કોર્પોરેટ ઓફિસ, મોલ, ચેન્જીંગ રૂમ અને બેડરૂમનો પણ સમાવેશ થાય છે. મહત્વનું છે કે બેડરૂમ અને હોસ્પિટલના સીસીટીવી વીડિયોની ડિમાન્ડ સૌથી વધુ હોવાથી આ વીડિયો ઊંચા ભાવે વેચાતા હતા. જેથી આરોપીઓ પાસેથી મળેલા સીસીટીવી વીડિયોથી પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

ઝડપાયેલા હેકર પરીત અને રાયનની પૂછપરછ કરતા હેકિંગ ટેલિગ્રામ આઈડી અને અર્ેંહ્વી પરથી શીખ્યા હોવાનું સામે આવ્યું છે. ટેલિગ્રામમાં કેટલાક વીડિયો જોયા બાદ ઈન્સ્ટાગ્રામ આઈડીમાં હેકરો સાથે પરિચય થતાં હેકિંગ શીખ્યા હતા અને સીસીટીવીના આઈડી તથા તેના પોર્ટ પર ફોર્સ એટેક કરી સીસીટીવી કેમેરા હેક કરતા હોવાનું સામે આવ્યુ છે.

આ સાથે જ આ કેસમાં ફરાર આરોપી રોહિત સિસોદિયા પરીત ધામેલીયા પાસેથી હેકિંગ શીખ્યો હતો અને રોહિતે જ પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કરી તેના વીડિયો પ્રજવલને વેચ્યા હોવાનો પણ ખુલાસો થયો છે. સીસીટીવી હેક કરી હેકરો ૫-૬ લાખ રૂપિયા તથા અગાઉ ઝડપાયેલા ત્રણ આરોપી ૮થી ૧૦ લાખ રૂપિયા કમાયા હોવાનું પણ સામે આવ્યું છે.

પાયલ હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવાની તપાસ કરતા સાયબર ક્રાઈમને બાંગ્લાદેશના આઈડી તથા મોબાઈલ નંબર પણ મળી આવ્યા છે. જેમાં આ વીડિયો પોસ્ટ થયા હતા. જેથી સીસીટીવીના વીડિયોનું વેચાણ ન માત્ર દેશમાં પરંતુ દેશની બહાર પણ થતાં હોવાનું સામે આવ્યું છે. સાથે જ આ કેસના ફરાર આરોપી રોહિત સિસોદિયાની ધરપકડ બાદ અન્ય સંખ્યાબંધ હેક થયેલા સીસીટીવીનો ડેટા પણ મળી શકે છે. જેથી પોલીસે દિલ્હી સહિત ઉત્તર ભારતના કેટલાક રાજ્યોમાં તેની શોધખોળ શરૂ કરી છે.

સીસીટીવી હેક કરવા તેના વીડિયો મેળવવા અને તેનું વેચાણ કરવાની સાથે તેનું માર્કેટીંગ અને વીડિયો વેચાણના રૂપિયા ટ્રાન્સફર કરવા બેન્ક એકાઉન્ટ આપનાર વૈભવ માનેને પણ સાયબર ક્રાઈમે ઝડપી લીધો છે. આ કેસ સામે આવ્યા બાદ એક હકીકત સામે આવી કે માત્ર સીસીટીવી લગાવવા જરૂરી નથી. તેની યોગ્ય સુરક્ષા રાખવી પણ જરૂરી છે. જે માટે સાઈબર ક્રાઈમ સીસીટીવી યુઝર્સને તેની સુરક્ષા યોગ્ય રીતે રાખવા અપીલ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.