Western Times News

Gujarati News

IPO રોકાણમાં દેશના ટોચના 20 શહેરોમાં ગુજરાતના 9 શહેરોઃ મહારાષ્ટ્ર પહેલું, ગુજરાત બીજું

આઈપીઓમાં કુલ રોકાણમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા ટોચના ૨૦ શહેરોમાં ગુજરાતના ૯ શહેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા અને જામનગર જેવા નાના કેન્દ્રો પણ આ ટોચના ૨૦ શહેરોની યાદીમાં જોવા મળે છે.

IPOમાં રોકાણ કરવામાં ગુજરાત દેશમાં અવ્વલ-ર ચારમાંથી ત્રણ આઈપીઓમાં નફો મળ્યો –મુંબઈ દેશની આર્થિક રાજધાની છે, દેશની નાણા સંસ્થાઓ અને રોકાણકારની દ્રષ્ટિએ દેશમાં અવ્વલ હોવા છતાં ગુજરાત હવે તેનાથી આગળ નીકળી ગયું છે

નવી દિલ્હી, શેરબજારમાં રોકાણ કરવામાં ગુજરાતીઓ આગળ રહ્યા છે. છેલ્લા ૩ વર્ષમાં શેરબજારમાં જોવા મળી રહેલી અભૂતપૂર્વ તેજીના કારણે તેમજ પ્રાયમરી માર્કેટમાં ઈનિશિયલ પબ્લિક ઓફર માં રોકાણકારોને લિસ્ટિંગના દિવસે જ મળતા વળતરના કારણે હવે ગુજરાત આઈપીઓમાં અરજી કરવામાં અને રોકાણ કરવામાં દેશમાં પહેલું રાજ્યું બન્યું છે.

આ ઉપરાંત હૈદરાબાદ, બેંગ્લોર કે દિલ્હી જેવા શહેરોને પાછળ રાખી ગુજરાતના નાના શહેરોમાંથી આઈપીઓમાં વધારે રોકાણ થઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૧-૨૨માં આઈપીઓમાં થયેલા કુલ ભરણમાં (એલોટમેન્ટ નહીં, કુલ અરજીની રકમ)ની દ્રષ્ટિએ ૮.૬૯ લાખ કરોડ રૂપિયા સાથે મહારાષ્ટ્ર પહેલા સ્થાને અને ૮૮,૮૧૯ કરોડ રૂપિયા સાથે ગુજરાત દેશમાં બીજા સ્થાને હતું.

એ પછી વર્ષ ૨૦૨૨-૨૩માં મહારાષ્ટ્રમાંથી કુલ ૩૨, ૮૮૭ કરોડ રૂપિયા સામે ગુજરાતમાંથી ૨૧,૯૬૦ કરોડની અરજીઓ થઈ હતી. પરંત ૨૦૨૩-૨૪માં ૧,૩૫,૦૫ કરોડ રૂપિયા સાથે ગુજરાત પ્રથમ ક્રમે અને ૯૪,૬૧૭ કરોડ રૂપિયા સાથે મહારાષ્ટ્ર બીજા ક્રમે આવી ગયું હતું. IPOમાં રોકાણ કરતા દેશના ૨૦ શહેરોમાં ગુજરાતના ૯ શહેરોનો સમાવેશમુંબઈ દેશની આર્થિક રાજધાની છે, દેશની નાણા સંસ્થાઓ અને રોકાણકારની દ્રષ્ટિએ દેશમાં અવ્વલ હોવા છતાં ગુજરાત હવે તેનાથી આગળ નીકળી ગયું છે. ટોચના શહેરો કે જ્યાંથી આઈપીઓમાં રોકાણ આવે છે તેમાં મુંબઈ હજી પણ દેશમાં સૌથી આગળ છે.

પરંતુ આઈપીઓમાં કુલ રોકાણમાં સૌથી વધુ હિસ્સો ધરાવતા ટોચના ૨૦ શહેરોમાં ગુજરાતના ૯ શહેરોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર, ગાંધીનગર, મહેસાણા અને જામનગર જેવા નાના કેન્દ્રો પણ આ ટોચના ૨૦ શહેરોની યાદીમાં જોવા મળે છે.

વર્ષ ૨૦૨૧-૨૨માં કુલ ૭ શહેરો હતા જે હવે વધીને ૯ થઈ ગયા છે. ભુજ હવે ટોચના શહેરોની યાદીમાં નથી પણ સામે સુરેન્દ્રનગર, જામનગર, મહેસાણા જેવા શહેરોનો ઉમેરો થયો છે. ઉપલબ્ધ વિગતો વધુમાં દર્શાવે છે કે બેંગ્લોર, પૂણે, હૈદરાબાદ કે ચેન્નાઈ જેવા મેટ્રો સેન્ટર આ યાદીમાં ગુજરાતના મોટાભાગનાં શહેરો કરતા પાછળના ક્રમે આવે છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.