દેવભૂમિ દ્વારકાના ATMમાંથી નવ લાખની ચોરી કરનારની ધરપકડ
દ્વારકા, શહેરના ભદ્રાકાલી જેવા સારા વિસ્તારમાં બેન્ક ઓફ બરોડાના ATM ને તોડી રૂપિયા ૯ લાખની ચોરીને અંજામ આપી ચોરોએ પોલીસને પડકાર ફેંક્યો હોઈ તેવો ઘાટ સર્જાયો હતો. BOB ના ATMને તોડી રૂપિયા ૯ લાખ જેવી માતબર રકમની ચોરીને અંજામ આપનાર ચોરોએ પોલીસને વિચારતી કરી મુકી હતી.
ચોર કયા નવા ચોર આવ્યા કે શહેરમાં હાર્દ સમા વિસ્તારમાં ચોરીને અંજામ આપી દીધો. આ ચોર કોઈ બહારના રાજ્યના કે જિલ્લાના નહોતા પરંતુ દ્વારકા તાલુકાના જ હતા. જેમણે આ ચોરીને અંજામ આપ્યો હતો. દ્વારકા શહેરના ભદ્રકાલી ચોકમાં આવેલા બેન્ક ઓફ બરોડાના ATMમાં રાત્રીના ૩ વાગ્યા આસપાસ બે યુવાનો પ્રવેશે છે અને રોકડ ૯ લાખની ચોરી કરી પલાયન થાય છે.
બેન્કને આ ચોરીની જાણ થાય બાદ આ મામલે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવે છે. પોલીસ પણ પોતાની ટિમો સાથે ચોરીનો ભેદ ઉકેલવા કામે લાગે છે.
ATM ના CCTVમાં આરોપી ચોરીને અંજામ આપતાં નજરે પડે છે. રાત્રીના ૩ વાગ્યે ATM તોડીને ૯ લાખની ચોરી કરનાર બે યુવાનોને પોકેટકોપ અને વિશ્વાસ પ્રોજેક્ટના CCTVની મદદથી ઝડપી લેવામાં આવ્યા છે. આરોપી પાર્થ હિંમતભાઈ ભાયાણી તેમજ પારિતોષ જગદીશભાઈ ખરાએ કી અને પાસવર્ડનો ઉપયોગ કરી નવ લાખની ચોરીને અંજામ આપ્યો હતો. 9 lakhs stolen from Devbhoomi Dwarka ATM arrested
આરોપી પાર્થ ભાયાણી સિક્યોર વેલ્યુ કંપનીમાં કામ કરતો હોઈ જેની પાસે ચાવી રહેલી હોઈ તેને પારીતોષ જગદીશ ખરા નામના મિત્ર સાથે મળી આ ચોરીને અંજામ આપ્યો હતો.
ખંભાળિયાના Dysp, હાર્દિક પ્રજાપતિના જણાવ્યા પ્રમાણે, દ્વારકા પોલીસ તેમજ LCB સાહિતની ટિમોએ આ તપાસ CCTVની મદદથી ગણતરીની કલાકોમાં આરોપી સુધી પહોંચી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. આરોપીઓને આગવી ઢબે પૂછતાછમાં બંને આરોપીઓએ ચોરીને અંજામ આપ્યાનું કબુલી લીધું હતુ અને મુદા્માલ પોલીસે કબ્જે કર્યો હતો.SS1MS