Western Times News

Gujarati News

દાહોદમાં ક્રિપ્ટો કરન્સીમાં રોકાણના બહાને યુવક પાસેથી ૯ લાખ સેરવી લીધા

દાહોદ, દાહોદ જિલ્લાના ઝાલોદ નગરમાં રહેતાં એક ૨૫ વર્ષિય યુવકને સોશીયલ મીડીયાના ટેલીગ્રામ અને વોટ્‌સએપના માધ્યમથી ૧૪ અજાણ્યા ઈસમો દ્વારા સંપર્ક કરી ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી ઉંચા વળતરની યુવકને લાલચ આપી હતી અને અલગ અલગ સમયગાળા દરમ્યાન યુવકના બેન્ક ખાતામાંથી ઓનલાઈન મારફતે રૂ.૯,૧૧,૫૭૫ ભરાવડાવી ઓનલાઈન ળોડ કરી મુળ રકમ તેમજ આપવામાં આવેલ ઉંચા વળતરના નાણાં ન ચુંકવતાં આ મામલે યુવકે સાયબર ક્રાઈમ પોલીસ દાહોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.

ઝાલોદ નગરમાં અંબિકા નગર સોસાયટી ખાતે રહેતાં ૨૬ વર્ષિય વિશ્વરાજ દિનેશચંદ્ર કલાલને માર્ચ માસમાં ૧૪ જેટલા અજાણ્યા ઈસમોએ વિશ્વરાજનો સોશીયલ મીડીયાના ટેલીગ્રામ અને વોટ્‌સએપ માધ્યમથી સંપર્ક કર્યાે હતો અને વિશ્વરાજને ચેનલના ઓનલાઈન રિવ્યુ આપી ટેલીગ્રામ પર વોટ્‌સએપ ચેનલના ફેક વેબપેજ બનાવી વિશ્વરાજને ક્રિપ્ટો કરન્સીના રોકાણ પર ઉંચા વળતરની ખોટી લાલચ આપી વિશ્વાસમાં લીધાં હતાં. વિશ્વરાજને ટેલીગ્રામના એક ગ્રૃપમાં એડ કરી ઓનલાઇન ૯.૧૧ લાખ ટ્રાન્સફર કરાવ્યાં હતાં.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.