દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯ હજાર ૫૨૦ નવા કેસ

નવીદિલ્હી, દેશમાં કોરોનાના નવા કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૯ હજાર ૫૨૦ નવા કેસ નોંધાયા છે અને ૪૧ સંક્રમિતોના મોત થયા છે અને ૧૨ હજાર ૮૭૫ સંક્રમિતો સાજા થયા છે. ગઈકાલ કરતાં આજે કેસમાં ૭૩૬ નો ઘટાડો થયો છે.
સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને ૮૭ હજાર ૩૧૧ થઈ છે. કુલ ૪ કરોડ ૩૭ લાખ ૮૩ હજાર ૭૮૮ લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો ૫ લાખ ૨૭ હજાર ૫૯૭ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૨૧૧ કરોડ ૩૯ લાખ ૮૧ હજાર ૪૪૪ રસીના ડોઝ આપવામાં આવ્યાછે. જેમાંથી ગઈકાલે ૨૫ લાખ ૮૬ હજાર ૮૦૫ ડોઝ અપાયા હતા.HS1MS