15 દિવસમાં ડ્રેનેજની 9 હજાર ફરિયાદો: મ્યુનિ. સત્તાધીશોના વિકાસના પોકળ દાવા
‘નલ સે જલ’ યોજનાની વાહવાહી વચ્ચે પાણી સપ્લાય ન થવાની ૭૦૦ ફરિયાદ ઃ જવાબદાર કમિટીએ માત્ર ટેન્ડરો મંજૂર કરવામાં રસ દાખવ્યો હોવાના આક્ષેપ
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ. કોર્પાેરેશનના સત્તાધિશો છેલ્લા બે દાયકાથી વિકાસના દાવા કરી રહ્યાં છે. પરંતુ મ્યુનિ. કોર્પાે.ની ઓનલાઈન ફરિયાદ નિવારણ શાખામાં જે રીતે નાગરિકો ફરિયાદ કરી રહ્યાં છે તે જાેતાં એમ લાગી રહ્યું છે, કે અમદાવદ શહેર બે દાયકા પાછળ ધકેલાઈ ગયું છે.
વાર્ષિક રૂપિયા ૯ હજાર કરોડના બજેટ વાળા તંત્રમાં સત્તાધિશો અને અધિકારીઓ વચ્ચે સંકલનનો સ્પષ્ટ અભાવ જાેવા મળ્યો છે અને ક્યાંક અહમના ટકરાવ પણ સપાટી પર આવે છે જેનો ભોગ ૮૦ લાખ નાગરિકો બની રહ્યાં છે. પ્રજા પાસેથી દંડો ઉગામી ટેક્સ વસૂલ કરતાં સત્તાધિશો અને અધિકારીઓ પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નિવડ્યા છે તે બાબત નાગરિકોની ફરિયાદો ઉપરથી સ્પષ્ટ જાેવા મળે છે.
અમદાવાદ શહેરના નાગરિકો પ્રાથમિક સુવિધાના અભાવે પિડાઈ રહ્યાં છે. મ્યુનિ. સત્તાધિશો ડ્રેનેજ, પાણી, લાઈટ, જેવી સામાન્ય સુવિધાઓ આપવામાં પણ નિષ્ફળ ગયા છે. તે બાબત સપ્ટેમ્બર મહિનાના પ્રથમ પખવાડીયામાં મળેલ ફરિયાદો ઉપરથી સ્પષ્ટ થઈ રહી છે.
મ્યુનિ. કોર્પાે.ના બજેટનું મોટો હિસ્સો ઈજનેર વિભાગને ફાળવવામાં આવે છે. તેમ છતાં માત્ર ૧૫ દિવસમાં જ ડ્રેનેજની ૯ હજાર કરતાં વધુ ફરિયાદો તંત્રના ચોપડે નોંધાઈ છે. જેમાં મોટા ભાગની ફરિયાદો ડ્રેનેજ લાઈન ચોકઅપ થવાની છે. શરમજનક બાબત એ છે કે,
સરસપુર વોર્ડમાં ૧૫ દિવસમાં જ ડ્રેનેજ ચોકઅપની ૬૦૦, અસારવા વોર્ડમાં ૫૦૦, જમાલપુર અને ખાડિયામાં ૪૦૦, ૪૦૦ કરતાં વધુ ફરિયાદો નાગરિકો દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકારે ‘નલ સે જલ યોજના’ શરૂ કરાવી હતી. મ્યુનિ., કોર્પાેએ પણ આ યોજનાનો અમલ કર્યાે હોવાના દાવા કર્યા હતા.
પરંતુ માત્ર ૧૫ દિવસમાં જ પાણી સપ્લયા ન થવાની ૮૯૫ ફરિયાદો નાગરિકો દ્વારા નોંધવવામાં આવી છે. મ્યુનિ. સૂત્રોનું માનીએ તો પાણી અને ડ્રેનેજની ફરિયાદો માટે અધિકારીઓ કરતાં પણ વધુ જવાબદાર સત્તાધિશો છે. છેલ્લા અઢી વર્ષ દરમ્યાન મ્યુનિ. વોટર કમિટી દ્વારા કરોડો રૂપિયાના ટેન્ડરોજ મંજૂર કરવામાં આવ્યા છે.
પરંતુ ડ્રેનેજ ચોકઅપ, વોટર પોલ્યુશન, અપૂરતું પ્રેશર, પાણી સપ્લાય ન થવું જેવી ફરિયાદો મામલે આંખ આડા કાન કરવામાં આવે છે. તથા કમિટીના જવાબદાર વ્યક્તિઓ તરફથી આવા વિસ્તારોમાં રાઉન્ડ લેવામાં આવ્યા હોય તેવી અનોખી ઘટનાઓ પણ ભાગ્યે જાેવા મળી છે.
અમદાવાદ શહેરમાં રખડતાં ઢારેોનો ત્રાસ વધી રહ્યો છે. તેમ છતાં નાગરિકો તરફથી આ મામલે અગમ્ય કારણોસર નાગરિકો તરફથી ફિરયાદો કરવામાં આવતી નથી. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ ૧૫ દિવસ દરમ્યાન રખડતાં ઢારે મામલે માત્ર ૫૧ ફરિયાદો નોંધાઈ છે
જેમાં ઘાટલોડીયા વોર્ડમાં ૯, કુબેરનગર વોર્ડમાં ૧૧, નરોડામાં ૧૯ અને ઠક્કરબાપાનગરમાં ૧૨ ફરિયાદો નોંધાવા પામી છે. જ્યારે હડકાયા કૂતરા મામલે ૨૮ ફરિયાદો અને રખડતાં કૂતરા પકડવા માટે ૨૫ ફરિયાદો થઈ છે. શહેરમાં ચોમાસાની સિઝનમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. તેમજ મચ્છર જન્ય રોગચાળામાં પણ અસામાન્ય વધારો થયો છે
જેના કારણે મચ્છરના બ્રિડીંગ નાશ કરવા અને દવા છંટકાવ માટે ૧૩૯૧ ફરિયાદો થઈ છે. મ્યુનિ. કમિશ્નર દ્વારા દર વર્ષે રૂા. ૪૦ કરોડથી વધુ રકમ સ્ટ્રીટ લાઈટ માટે ફાળવવામાં આવે છે. તેમ છતાં સ્ટ્રીટ લાઈટ બંધ હોવાની ફરિયાદો સતત વધી રહી છે. સપ્ટમ્બર મહિનાના પ્રથમ પખવાડીયામાં સ્ટ્રીટ લાઈટ અંગેની ૩૬૨૩ ફરિયાદો થઈ છે.