ભારતમાં ૯૦ ટકા ગ્રામીણ મહિલા વેપારી તેમની માસિક આવકનો અમુક હિસ્સો સતત બચત કરે છેઃ સર્વે

- સર્વેમાં બહાર આવ્યું કે મધ્ય પ્રદેશમાં ૧૦૦ ટકા, મહારાષ્ટ્રમાં ૯૫ ટકા અને રાજસ્થાનમાં ૭૩ ટકા મહિલાઓ તેમની આવકનો હિસ્સો બચત તરીકે બાજુમાં મૂકે છે.
- સર્વે કરાયેલી ગ્રામીણ મહિલા ઉદ્યોજકોમાં ૩૩ ટકા તેમની માસિક આવકમાંથી ૨૦થી ૫૦ ટકા બચાવે છે.
મુંબઈ, ડીબીએસ બેન્ક ઈન્ડિયા દ્વારા હકદર્શક સાથે સહયોગમાં ગ્રામીણ ભારતમાં મહિલા ઉદ્યોજકોની આકાંક્ષાઓ, પડકારો અને નાણાકીય વર્તન પર વ્યાપક અહેવાલ રજૂ કર્યો છે. આ અહેવાલ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 2025ની પૂર્વે રજૂ કરાયો હોઈ 2024માં રજૂ કરાયેલા ડીબીએસ બેન્ક ઈન્ડિયાના ‘વુમન એન્ડ ફાઈનાન્સ’ (ડબ્લ્યુએએફ) અધ્યયન પર નિર્માણ કરાયો છે, જેમાં ત્રણ અહેવાલોનો સમાવેશ થાય છે, જે દરેક અલગ અલગ વર્ગની મહિલાઓ અને ફાઈનાન્સ પ્રત્યે તેમના વલણનો સમાવેશ થાય છે. 90% of rural women entrepreneurs in India consistently save a portion of their monthly income: Survey
પ્રથમ બે અહેવાલ શહેરી ભારતની મહિલાઓમાં આંતરદ્રષ્ટિ પૂરી પાડે છે, જે તેમની બચતો અને રોકાણ વર્તન, કારકિર્દીની અગ્રતાઓ અને કાર્યબળમાં તેઓ સામનો કરે છે તે પડકારો પર કેન્દ્રિત છે. ત્રીજો અહેવાલ ભારતીય મહાનગરોમાં મહિલા ઉદ્યોજકો પર કેન્દ્રિત છે, જે વેપાર અભિમુખતા માટે તેઓ આધાર અને તકો ચાહે તેવા મુખ્ય ક્ષેત્રોને ઓળખી કાઢવામાં આવ્યા છે.
વર્તમાન અધ્યયન હકદર્શક દ્વારા હાથ ધરાયું હતું, જેમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં ગ્રામીણ જિલ્લાઓમાં 411 મહિલા ઉદ્યોજક પર સર્વે કરાયો હતો, જેમાં 402 સ્વસહાય જૂથ (એસએચજી)ના સભ્ય હતા. આ પાંચ ફોકસ ગ્રુપ ડિસ્કશન (FGD)માંથી ગુણાત્મક આંતરદ્રષ્ટિ દ્વારા પૂરક હતું, જે તેમને સૂક્ષ્મ સમજ પ્રદાન કરે છે.
નાણાકીય નિર્ણય લેવાની ગતિશીલતા –સર્વેમાં એવું બહાર આવ્યું છે કે ગ્રામીણ મહિલા ઉદ્યોજકોમાં વધુ સારી નાણાકીય સ્વાયત્તતા પરિવર્તિત થઈ છે. 18 ટકા પ્રતિવાદીઓ સ્વતંત્ર રીતે નાણાકીય નિર્ણયો લે છે, જ્યારે 47 ટકા તેમના પતિ સાથે સંયુક્ત રીતે નાણાકીય નિર્ણયો લે છે. 24 ટકાએ જણાવ્યું કે તેમના પતિ સર્વ નાણાકીય નિર્ણયો લે છે અને બાકી 11 ટકા તુરંત અથવા વિસ્તારિત પરિવારના સભ્યની સલાહ લે છે. આ વહેંચણી પ્રગતિ અને પારંપરિક નિયમોનું અસ્તિત્વ એમ બંને આલેખિત કરે છે.
સમજદાર બચતની આદતો- નોંધનીય રીતે 90 ટકા પ્રતિવાદીઓ તેમની આવકમાંથી હિસ્સો બચાવે છે. આમાંથી 57 ટકા તેમની માસિક આવકમાંથી 20 ટકાથી ઓછી બચત કરે છે, જ્યારે 33 ટકા 20થી 50 ટકા વચ્ચે બચત કરે છે. 5 ટકા તેમની આવકના 50 ટકાથી વધુ બચત કરે છે, જ્યારે બાકી પ્રતિવાદીઓ તેમની આવકમાંથી કેટલો હિસ્સો બચાવવો જોઈએ તે બાબતે નિશ્ચિત નથી, જે સૂચવે છે કે સુધારિત નાણાકીય સાક્ષરતા અને નિયોજનની જરૂર છે.
આ મહિલાઓમાં 56 ટકા બેન્ક ડિપોઝિટના રૂપમાં, 39 ટકા એસએચજી બચત કાર્યક્રમમાં ભાગ લે છે અને 18 ટકા કોઈ પણ સાધનોમાં રોકાણ કર્યા વિના રોકડ બાજુમાં રાખે છે. ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) અને રિકરિંગ ડિપોઝિટ (આરડી) તેમ જ ગોલ્ડમાં રોકાણ બહુ ઓછું સામાન્ય છે, જે અનુક્રમે આ પદ્ધતિઓમાં ફક્ત 11 ટકા અને 5 ટકા રોકાણ છે. આશરે 64 ટકાએ તેમના ઉદ્યોગમાં તેમના વેપારના નફાને પુનઃરોકાણ કર્યું હતું, જે વેપાર વિસ્તરણ અને વૃદ્ધિ તરફ અભિગમને પ્રતિબિંબિત કરે છે.
બેન્કિંગ અગ્રતાઓ –સર્વે કરાયેલી ગ્રામીણ મહિલા ઉદ્યોજકો પારંપરિક બેન્કિંગ પદ્ધતિ માટે મજબૂત અગ્રતા દર્શાવે છે. મોટા ભાગની, એટલે કે, 89 ટકા મહિલા વ્યક્તિગત બેન્કિંગ કરવાની તરફેણ કરે છે, જે ડિજિટલ સેવાઓની વધતી ઉપલબ્ધતા છતાં પારંપરિક ચેનલો પર તેમનો વધુ આધાર આલેખિત કરે છે. 99 ટકા પ્રતિવાદીઓ બેન્ક અકાઉન્ટ ધરાવતી હોવા છતાં (તેમના વ્યવસાયો) ફક્ત 38 ટકા માટે ડિજિટલ બેન્કિંગ સેવાઓનો ઉપયોગ કરે છે.
આ ડિજિટલ ઉપભોક્તાઓમં 70 ટકા વેપાર લેણદેણ માટે ફક્ત યુપીઆઈ પર આધાર રાખે છે, જ્યારે 20 ટકા મોબાઈલ અથવા ઈન્ટરનેટ બેન્કિંગ સાથે યુપીઆઈને જોડે છે અને 10 ટકા ફક્ત મોબાઈલ બેન્કિંગ, ઈન્ટરનેટ બેન્કિંગ અથવા અન્ય ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરે છે. આ બહેતર ડિજિટલ નાણાકીય સાક્ષરતા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે નોંધનીય તક હોવાનું દર્શાવે છે, જેથી ગ્રામીણ ઉદ્યોજકો ડિજિટલ બેન્કિંગના સંપૂર્ણ લાભ લઈ શકે.
ધિરાણને પહોંચ –સર્વે અનુસાર 36 ટકા ગ્રામીણ મહિલા ઉદ્યોજકોએ અંગત બચતોનો ઉપયોગ કરીને તેમનો વેપાર શરૂ કર્યો છે, જ્યારે 25 ટકા લોન પર આધાર રાખે છે. ઉપરાંત 29 ટકાએ લોન સાથે તેમની બચતો જોડી છે અથવા પરિવાર અને મિત્રો પાસેથી ઋણ લીધું છે, જે વિધિસર અને અવિધિસર નાણાકીય સ્રોતોનો ઉપયોગ દર્શાવે છે. નોંધનીય રીતે આમાંથી 9 ટકા મહિલાઓ માટે પરિવાર અને મિત્રો મુખ્ય ભંડોળના સ્રોત હતા, જે નાના વેપારોને ટેકો આપવા માટે સામાજિક નેટવર્કસની ભૂમિકા દર્શાવે છે.
લગભગ 80 ટકા સંરક્ષિત ફન્ડિંગ એસએચજી અને/ અથવા અન્ય ધિરાણ ચેનલોના સંયોજન થકી કરાયું હતું, જ્યારે 43 ટકાએ ફક્ત એસએચજી પાસેથી લોન પર આધાર રાખ્યો હતો. 15 ટકા પ્રતિવાદીઓએ જણાવ્યું કે તેમણે સરકારી ધિરાણ યોજનાઓનો લાભ લીધો છે. આ તારણો ગ્રામીણ મહિલા ઉદ્યોજકોમાં આ યોજનાઓની જાગરૂકતા અને સુલભતા વધારવા અને સુલભતા વધારવાની તક રજૂ કરે છે.
વૃદ્ધિની આકાંક્ષાઓ- વેપાર વિસ્તારવા માટે ગ્રામીણ મહિલા ઉદ્યોજકોએ ઉદ્યોગ અને સરકાર પાસેથી (72 ટકા) ટેકો મેળવ્યો, ડિજિટલાઈઝેશન સાથે સહાય (39 ટકા), વ્યવસાય માર્ગદર્શન (35 ટકા) અને નેટવર્કિંગ તકો (32) હતી. ફોકસ ગ્રુપે પ્રતિવાદીઓમાં સમુદાય વિકાસ પ્રત્યે મજબૂત કટિબદ્ધતા દર્શાવી, જેઓ તેમનાં ગામમાં અન્ય મહિલાઓ માટે નોકરીઓ નિર્માણ કરવાની આકાંક્ષા ધરાવે છે.
ડીબીએસ બેન્ક ઈન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર અને ગ્રુપ સ્ટ્રેટેજિક માર્કેટિંગ તેમ જ કમ્યુનિકેશન્સના હેડ અઝમત હબીબુલ્લાએ જણાવ્યું હતું કે, “2024ના વર્લ્ડ બેન્કના અંદાજ સંકેત આપે છે કે ગ્રામીણ ભારતમાં મહિલાઓની માલિકીના વેપારો દ્વારા 22થી 27 મિલિયન વ્યક્તિઓને નોકરી અપાઈ છે, જે સ્થાનિક અર્થવ્યવસ્થામાં તેમના નોંધપાત્ર યોગદાનને દર્શાવે છે.
આ ઉદ્યોજકો દ્વારા સામનો કરાતા અજોડ પડકારો સમજી લેતાં અને તેમાંથી બહાર આવવા તેમને જરૂરી આધારને ઓળખવાનું મહત્ત્વપૂર્ણ છે. ‘વુમન એન્ડ ફાઈનાન્સ’ સિરીઝમાં અમારો નવો અહેવાલ મહિલા ઉદ્યોજકો વધારવા અને વૃદ્ધિના અવરોધોને પહોંચી વળવા માટે લક્ષ્ય ધરાવતા કાર્યક્રમો વિશે માહિતી આપતા ગર્વ અનુભવે છે. અમને આ સેગમેન્ટમાં સરકારી સામાજિક સલામતી યોજનાઓ અને સમાવેશક નાણાકીય સેવાઓને પહોંચ વધારતી હેતુલક્ષી સંસ્થા હકદર્શક સાથે જોડાણમાં આ અહેવાલ રજૂ કરવાનું ગૌરવજનક લાગે છે.’’
હકદર્શકના સહ-સંસ્થાપક અને સીઈઓ અનિકેત ડોઈગરે જણાવ્યું હતું કે, “હકદર્શકમાં અમે ગ્રામીણ મહિલા ઉદ્યોજકોના પડકારોને સમજીને તેમની સાથે નિકટતાથી જોડાણ કરીને તેમને નાણાકીય સેવાઓ અને યોજનાઓને પહોંચ આપવા સાથે તેમની નાણાકીય સાક્ષરતા, કુશળતા અને આત્મવિશ્વાસ વધારવામાં પણ મદદ કરી છે.
આ અવરોધોને ઓળખીને અમે ‘વુમન એન્ડ ફાઈનાન્સ’ સિરીઝના ભાગરૂપે આ સેગમેન્ટ પર કેન્દ્રિત અધ્યયન કરવા ડીબીએસ બેન્ક ઈન્ડિયા સાથે ભાગીદારી કરી હતી. અમારું લક્ષ્ય અર્થપૂર્ણ ચર્ચા પ્રેરિત કરવાનું અને જ્ઞાન વચ્ચે અંતર દૂર કરવા કૃતિક્ષમ સમાધાન નિર્માણ કરવાનું છે, જેથી આ મહિલાઓને સામાજિક રક્ષણ અને નાણાકીય સેવાઓને સુધારિત પહોંચ મળીને આખરે વધુ સમાન અર્થવ્યવસ્થા ઊભી થાય.’’
વર્ષોથી હકદર્શક સાથે જોડાણ કર્યું છે અને તેનો ટેકો મેળવ્યો છે. 2018 ડીબીએસએફ બિઝનેસ ફોર ઈમ્પેક્ટ ગ્રાન્ટ અને 2020 ડીબીએસસએફ બિઝનેસ ટ્રાન્સફોર્મેશન ઈમ્પ્રુવમેન્ટ ગ્રાન્ટ સહિત ડીબીએસ ફાઉન્ડેશન (ડીબીએસએફ) સાથે સહભાગી થાય છે અને ટેકો પ્રાપ્ત કરે છે. 2023માં હકદર્શક વંચિત સમુદાયોના નાગરિકોમાં ડિજિટલ અને નાણાકીય સાક્ષરતાને પ્રોત્સાહિત કરવા ભારતમાં ડીબીએસએફ પ્રોગ્રામ ભાગીદાર બની હતી, જેનાથી આજ સુધી રાષ્ટ્રભરમાં 2,06,400ને લાભ થયો છે.
ફેબ્રુઆરી 2025માં ડીબીએસ ફાઉન્ડેશને નવા કાર્યક્રમ માટે હકદર્શક સાથે ભાગીદારી કરી હતી, જેનું લક્ષ્ય ગ્રામીણ ભારત પર એકાગ્રતા સાથે નાણાકીય સમાવેશકતાની પ્રગતિ કરવાનું હતું. ફન્ડિંગમાં 5.1 મિલિયન એસજીડી સાથે કાર્યક્રમનું લક્ષ્ય ભારતમાં 50,000 નાના ઉદ્યોજકો સહિત 5,00,000 લાભાર્થીઓ માટે નાણાકીય સ્થિતિસ્થાપકતા અને સામાજિક સલામતી પૂરી પાડવાનું છે.