જંત્રી વધારા બાદ અમદાવાદમાં 900 જેટલા દસ્તાવેજાેની નોંધણી થઈ
રાજયમાં જંત્રી વધારા બાદ પ્રથમ દિવસે જુના દરથી પ,૮ર૯ દસ્તાવેજાે નોંધાયા
અમદાવાદ, રાજયમાં સોમવારના રોજ પ૮ર૯ જેટલા દસ્તાવેજાે નોધાયા છે. જાેકે લગભગ તમામ દસ્તાવેજાે જુની જંત્રી પ્રમાણે જ નોધાયા હતા. આ દસ્તાવેજાેની નોધણી માટે અગાઉથી જ ફ્રેન્કીગ કરાવી લીધું હતું. અઅને ટોકન નંબર પણ લઈ લેવાયો હોવાથી જુની જંત્રી પ્રમાણે દસ્તાવેજાેની નોધણી કરવામાં આવી હતી.
જેના લીધે રાજયમાં દરરોજ નોધાતા દસ્તાવેેજ જેટલા જ દસ્તાવેજાેની નોધણી સોમવારે થઈ હતી. જાેકે હવે મંગળવારના રોજનવા જંત્રી મુજબ દસ્તાવેજાેની નોધણી થાય તેમ હોવાથી આંકડો ઘટી શકે તેવી શકયતા છે. અમદાવાદમાં પણ સોમવારના રોજ ૯૦૦ જેટલા દસ્તાવેજાે નોધાયા છે.
નવા જંત્રીની જાહેરાતના અમલ પહેલાં જ ઘણા લોકોઅએ દસ્તાવેજાેની નોધણી માટેની કાર્યવાહી કરી હતી. અને ફેન્કીગ કરાવ્યું હતું. અને સોમવારના રોજની ટોકન પણ લઈ લીધી હતી. જેથી સોમવારે તેઓ દસ્તાવેજની નોધણી કરાવવા માટે ગયા ત્યારે જુની જંત્રી પ્રમાણે જ દસ્તાવેજની નોધણી કરવામાં આવી હતી. સોમવારના રોજ સમગ્ર રાજયમાં પ૮ર૯ જેટલા દસ્તાવેજાેની નોધણી થઈ હતી.
આમ રાજયમાં સરેરાશ ૬૦૦૦થી લઈને ૬પ૦૦ જેટલા દસ્તાવેજાેની નોધણી થતી હોય છે. આ તમામ દસ્તાવેજાેની નોધણી જુની જંત્રી પ્રમાણે જ થઈ હોવાનું પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે. જયારે સોમવારના રોજ અમદાવાદમાં પણ ૯૦૦ જેટલા દસ્તાવેજાે નોધાયા હતા. અમદાવાદમાં પણ રોજના સરેરાશ ૧ર૦૦ જેટલા દસ્તાવેજાે નોધાતા હોય છે. જાેકે, સોમવારના દસ્તાવેજાે જુની જંત્રી પ્રમાણે થયા હોવાનું જાણવા મળે છે.
સુત્રોએ જણાવ્યું હતું કે, નવી જંત્રીની પહેલાં ઘણાં અરજદારોની દસ્તાવેજ નોધવા માટે ફ્રેન્કીગ સહીતની કામગીરી પુર્ણ થઈ ગઈ હતી અને સોમવારના રોજનું ટોકન પણ લઈ લેવાયું હતું. જેથી સોમવારે દસ્તાવેજાેની નોધણી જુની જંત્રી પ્રમાણે કરાઈ છે. હવે મંગળવારથી દસ્તાવેજાેની નોધણી માટેની કાર્યવાહી નવી જંત્રી પ્રમાણે થશે. તેમાં કોઈ જુની ફેંન્કીગ સાથે આવ્યા હશે તો તે અંગે સબ રજીસ્ટ્રાર નિર્ણય લેશે.