Western Times News

Gujarati News

90,000 કિમી. પગપાળા વિહાર કરીને પહેલીવાર અમદાવાદમાં પધારેલા આચાર્ય શ્રી પુલકસાગરજી મહારાજનો “જ્ઞાન ગંગા મહોત્સવ”

ભારત ગૌરવ-રાષ્ટ્રસંત પરમ પૂજ્ય આચાર્ય શ્રી પુલકસાગરજી મહારાજનો અમદાવાદમાં “જ્ઞાન ગંગા મહોત્સવ”

અમદાવાદ તા. 1 જૂન 2024 –  દિગંબર જૈન સમાજ અમદાવાદ દ્વારા શહેરના મીઠાખળીમાં આવેલા સરદાર પટેલ સેવા સમાજ ખાતે અમદાવાદમાં પહેલીવાર સર્વપ્રથમવાર પધારી રહેલા આચાર્ય શ્રી પુલકસાગરજી મહારાજના દિવ્ય પ્રવચનના “જ્ઞાન ગંગા મહોત્સવ”નું આયોજન તા. 2 જૂન થી 9 જૂન દરમિયાન સવારે 8:30 થી 10:30 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે. શહેરમાં વસતા દરેક સમાજના લોકો ગુરૂજીના દિવ્યજ્ઞાનની અમૃતવાણીનો લાભ લઈ શકશે.

દિગંબર જૈન સમાજના રાષ્ટ્રીય અઘ્યક્ષશ્રી ચંદુભાઈ કાલાએ આ અંગે જણાવ્યુ હતું કે 90,000 કિલોમીટર પગપાળા વિહાર કરીને પહેલીવાર અમદાવાદમાં પધારી રહેલા આચાર્ય શ્રી પુલકસાગરજી મહારાજના પાવન પગલાંથી અમદાવાદના સમાજ માટે ખુબજ વિશેષ અને પુન્યાજર્નનો અવસર આવ્યો છે.

ભારતની વિભિન્ન સામાજીક સંસ્થાઓ દ્વારા આચાર્યશ્રીને “ભારત ગૌરવ” અને “રાષ્ટ્ર સંત” જેવી વિશિષ્ટ ઉપાધિથી સન્માનિત કરવામાં આવ્યા છે.

દિગંબર જૈન સમાજના પરમ સંરક્ષક સૌભાગ્યમલ કટારિયાએ જણાવ્યુ હતું કે,આવા મહાન સંતના અમદાવાદની ધરા ઉપરના આગમનથી જનજનમાં ઉત્સાહ અને આનંદની લાગણી છે.

સમગ્ર ભારતમાં આચાર્ય શ્રી પુલકસાગરજી મહારાજના વિશિષ્ઠ પ્રવચન શ્રૃંખલા અને દિવ્યજ્ઞાનની સરવાણી “જ્ઞાન ગંગા મહોત્સવ”ના નામે વિખ્યાત છે. જેમાં આચાર્યશ્રી પારિવારિક, સામાજીક, અને ધાર્મિક, વિષયોનો સમાવેશ કરીને લોકોના જીવનને સાથર્ક બનાવે છે.

વર્તમાન સમયમાં આપણી આસપાસ રોજબરોજ બનતી નીતનવી ઘટનાઓથી મનુષ્ય જીવન દુષ્કર બનતું જાય છે, આવી સમસ્યોઓના નિવારણ માટે જ શહેરમાં આચાર્ય શ્રી પુલકસાગરજી મહારાજના દિવ્ય પ્રવચનના “જ્ઞાન ગંગા મહોત્સવ”નું આયોજન તા. 2 જૂન થી 9 જૂન દરમિયાન સવારે 8:30 થી 10:30 કલાક દરમિયાન કરવામાં આવ્યું છે, જેનો લાભ શહેરમાં વસતા જૈનસમાજના લોકો તેમજ દરેક સમાજના લોકો પણ લઈ શકશે.

દિગંબર જૈન સમાજ અમદાવાદના મુખ્ય સંયોજક ઋષભભાઈ જૈન એ જણાવ્યુ હતું કે મુનિ શ્રી પુલકસાગરજી મહારાજએ નિઃસ્વાર્થ પ્રેમ અને તમામ જીવો પ્રત્યેની કરુણા માટે, તેમજ તેમનું સમગ્ર જીવન ગરીબોની પીડા દૂર કરવા અને સમાજને જાગૃત કરવા અને તેમને શાંતિપૂર્ણ જીવન કેવી રીતે જીવવું તે શીખવવામાં સમર્પિત કર્યુ છે.

જ્યારે આપણે તેમના જીવન માર્ગ પરથી પસાર થઈએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આચાર્યશ્રીએ સમાજના તમામ વર્ગોને સ્વીકાર્યા છે અને દિલાસો આપ્યો છે.

આચાર્યશ્રીએ સમાજની વેદના અને પીડાને દૂર કરવા માટે તેમણે સતત ઘણી કોલેજો, શાળાઓ, મંદિરો અને જેલોની મુલાકાત પણ લીધી છે. આચાર્ય શ્રીને ભારતના અગ્રણી આધ્યાત્મિક ગુરૂઓમાંના એક માનવામાં આવે છે, તેમ છતાં તેઓ દાવો કરે છે કે તેમનો ધર્મ પ્રેમ, સ્નેહ અને શુદ્ધ માનવતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.