92 વર્ષીય ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનો કોરોના રિપોર્ટ પોઝિટિવઃ ICUમાં દાખલ થયા
મુંબઈ, બોલિવૂડમાં એક પછી એક સ્ટાર્સને કોરોના થઈ રહ્યો છે. અર્જુન કપૂર તથા અંશુલા બાદ હવે ખુશી કપૂરને કોરોના થયો છે. જાહન્વી કપૂર તથા બોની કપૂર હાલમાં ક્વૉરન્ટીન છે. ‘બિગ બોસ’માં પોતાનો અવાજ અપાનાર અતુલ કપૂર પણ કોરોના પોઝિટિવ છે. 92 વર્ષીય ગાયિકા ભારત રત્ન લતા મંગેશકરને પણ કોરોના થયો છે. તેમનામાં કોરોનાનાં હળવાં લક્ષણો છે અને તેઓ બ્રીચ કેન્ડી હોસ્પિટલના ICU (ઇન્ટેસિવ કેર યુનિટ)માં એડમિટ છે.
લતા મંગેશકરની ભાણી રચના (મીના મંગેશકરની દીકરી)એ કહ્યું હતું, ‘તેમની તબિયત સારી છે. ઉંમરને કારણે સાવચેતીના ભાગરૂપે તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યાં છે. મહેરબાની કરીને અમારી પ્રાઇવસી જાળવો અને દીદી માટે પ્રાર્થના કરો.’