દુનિયાના ૯૨ દેશો સાયકલ ચલાવી માપી લીધાઃ ડો.રાજ
નવી દિલ્હી, ઇચ્છાશક્તિની સામે વિશ્વનો દરેક પડકાર વામન સાબિત થાય છે. આ ઈચ્છાશક્તિથી સાયકલ બાબા તરીકે ઓળખાતા હરિયાણાના ડો.રાજ સાઈકલ પર દુનિયા ફરવા નીકળ્યા છે. અત્યાર સુધીમાં તેમણે પોતાની સાયકલ વડે ૯૨ દેશોને માપી લીધા છે. ડૉ. રાજ ઉર્ફે સાયકલ બાબા કરનાલ પહોંચ્યા હતા.
આ વાતચીતમાં તેમણે જણાવ્યું કે ૨૦૩૦ સુધીમાં તેમણે આખી દુનિયા ફરવાનું લક્ષ્ય રાખ્યું છે. અહીં મહત્ત્વની વાત એ છે કે સાયકલથી દુનિયાને માપવા પાછળ તેમના ઘણા ઉમદા વિચારો છે. ડો. રાજ યાત્રા દરમિયાન લોકોને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપે છે.
સાયકલ બાબાએ ‘વ્હીલ્સ ફોર ગ્રીન’ થીમ સાથે ૫ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ફતેહાબાદ જિલ્લાથી તેમની રાઈડ શરૂ કરી હતી અને અત્યાર સુધીમાં એક લાખ કિલોમીટરનું અંતર કાપ્યું છે. ફતેહાબાદ નિવાસી ડો. રાજ અત્યાર સુધી ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂટાન, મ્યાનમાર, વિયેતનામ, કંબોડિયા, નેપાળ, સિંગાપોર, થાઈલેન્ડ, મલેશિયા, લાઓસ, ઈન્ડોનેશિયા, તાઈવાન, જાપાન, કોરિયા, હોંગકોંગ, ચીન, ઓમાન, ઈરાન, અઝરબૈજાન, તુર્કી, મકાઉ, ફિલિપાઇન્સ, જ્યોર્જિયા, યુકે, નેધરલેન્ડ જેવા દેશોમાં પહોંચી ગયા છે.
તેમણે યુરોપના ૧૫ દેશો પૂરા કર્યા અને પછી સ્કોટલેન્ડ ગયા હતા. તેમણે આગળ કહ્યું કે તેઓ ફરીથી યુરોપમાં એંટર થયા છે કારણ કે તેઓ યુરોપમાં માત્ર ત્રણ મહિના રહી શકે છે, તેનાથી વધુ રહી શકે નહીં. તે અત્યાર સુધીમાં ૯૨ દેશોમાં ગયો છે. તેમણે આફ્રિકાના ઘણા દેશોની યાત્રા પણ કરી છે.
તેમનો સંદેશ પર્યાવરણ બચાવવાનો છે અને તેના કારણે તેઓ આ રાઈડ કરી રહ્યા છે તેમનું માનવું છે કે આખી દુનિયામાં પર્યાવરણની સમસ્યા છે, જેના માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. રાજે કહ્યું કે તેમની મુસાફરી હજુ ચાલુ છે. તે પોતાની સાયકલ વડે આખી દુનિયાને માપવા નીકળી પડ્યા છે.SS1MS