Western Times News

Gujarati News

92 વર્ષીય વૃદ્ધનું છાતી કે હૃદય ખોલ્યાં વિના મિટ્રલ વાલ્વ લીકેજ ગુજરાતમાં સૌ પ્રથમ વખત સ્ટિચ કરીને બંધ કર્યું

ગુજરાત મૂળના અમેરિકન ડૉક્ટરે અપોલો સીવીએચએફમાં મિટ્રાક્લિપ સાથે વાલ્વ લીકેજ રીપેર કરવા મિનિમલી ઇન્વેસિવ પ્રોસીજર (પીએમવીઆર) હાથ ધરી

અમદાવાદ,  ગુજરાતમાં પ્રથમ પ્રકારની અદ્યતન ટેકનોલોજી પ્રક્રિયામાં 92 વર્ષીય વયોવૃદ્ધિના મિટ્રલ વાલ્વમાં લીકેજને અપોલો સીવીએચએફ હોસ્પિટલમાં નવીન નોન-ઇન્વેસિવ પર્કયુટેનિયસ મિટ્રલ વાલ્વ રિપેર (પીએમવીઆર) ટેકનિકનો ઉપયોગ કરીને સુધારવામાં આવ્યું હતું. આ લીકેજને મિટ્રાક્લિપનો ઉપયોગ કરીને છાતીને ખોલ્યાં વિના કે હૃદયને ખોલ્યાં વિના ‘ક્લિપ્ડ’ કરવા માં આવ્યું અથવા સારવાર કરવા માં આવી. 92-yr-old’s mitral valve leakage stitched shut without opening chest or heart Ahmedabad Gujarat

આ પ્રક્રિયા અમેરિકામાંથી વિઝિટિંગ કાર્ડિયોલોજી નિષ્ણાતોએ શહેરની અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદમાં હાથ ધરી હતી. આ ત્રણ નિષ્ણાતો છેઃ ગુજરાતી મૂળના પ્રસિદ્ધ ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ, રાજ મક્કર, કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તરુણ ચક્રવર્તી

અને કાર્ડિયોલોજીમાં એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉ. મૂડી મકર સાથે ડો. સાંઈ સતીશ પ્રખ્યાત ઇન્ટરવેનશ્ન્લ કાર્ડીઓલોજિસ્ટ – ચેન્નાઇ અને ડો. સમીર દાણી, ડિરેક્ટર અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, અમદાવાદ. ડૉ. રાજ મક્કર ટ્રાન્સકેથેટર મિટ્રલ વાલ્વ રિપેર પ્રક્રિયાઓ માટે જગપ્રસિદ્ધ છે અને વર્ષ 2020માં અમેરિકામાં તેમણે સૌથી વધુ મિટ્રાક્લિપ પ્રક્રિયા હાથ ધરી છે. એ જ રીતે ડો. સાંઈ સતીશે ભારતમાં સૌથી વધુ આ પ્રકારની સારવાર કરી છે.

92 વર્ષીય દર્દી ઘણા વર્ષોથી વાલ્વ લીકેજને કારણે હૃદયની સમસ્યાઓથી પીડાતા હતા. કેટલીય સારવાર પછી પણ તેમની તબિયતમાં સુધારો થયો નહોતો. તેમને વધુ નિદાન માટે અપોલો સીવીએચએફમાં રીફર કરવામાં આવ્યાં હતાં. અપોલો સીવીએચએફમાં કાર્ડિયોલોજી સર્વિસીસના ડાયરેક્ટર ડૉ. સમીર દાણીના નેતૃત્વમાં એક ટીમે સંપૂર્ણ તપાસ કરી હતી અને નોન-ઇન્વેસિવ પદ્ધતિનો ઉપયોગ કરીને લીકેજ ક્લિપ કરવાનો નિર્ણય લીધો હતો.. દર્દીની વયને ધ્યાનમાં રાખીને બહારથી કોઈ પણ ઇન્વેસિવ પ્રક્રિયા કે સર્જરી ગંભીર બની હોત.

પીએમવીઆર પ્રક્રિયા વિશે અપોલો સીવીએચએફના કાર્ડિયોલોજી સર્વિસીસના ડાયરેક્ટર ડૉ. સમીર દાણીએ કહ્યું હતું કે, “પીએમવીઆર મિટ્રલ વાલ્વ રીગરજિટેશન અને એના પરિણામે હૃદયની જટિલતા સામે ઝઝૂમતા ઘણા કાર્ડિયાક દર્દીઓ માટે ગેમ-ચેન્જર બનશે એવી શક્યતા છે. આ મિનિમલ ઇન્વેસિવ પ્રક્રિયા છે,

જેમાં વાલ્વનું લીકિંગ રિપેર કરવા છાતી કે હૃદય ખોલવું પડતું નથી. નવી ટેકનિકનો ઉપયોગ કરીને હૃદય સુધી જાંધની ધમની સુધી પહોંચવામાં આવે છે. કર્ણક વચ્ચે સેપ્ટમ દ્વારા હૃદયની જમણી બાજુએથી નાનું પંક્ચર કરીને હૃદયની ડાબી બાજુએ પહોંચવામાં આવે છે. એક વાર આ કામગીરી થયા પછી એક પ્રકારની સ્ટેપ્લ સ્ટિચ દ્વારા રિપેર કરવામાં આવે છે. આને મિટ્રાક્લિપ કહેવામાં આવે છે.”

ડો. દાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, પીએમવીઆર નોંધપાત્ર રીતે દર્દીની બિમારી, જોખમ અને રિકવરી સમયમાં ઘટાડો કરે છે. ઓપન-હાર્ટ સર્જરીમાં દર્દીઓને સરેરાશ સાત દિવસ હોસ્પિટલમાં રહેવું પડે છે, જેની સામે દર્દીને પીએમવીઆર પ્રક્રિયા પછી બેથી ત્રણ દિવસમાં રજા આપવામાં આવે છે. મૃત્યુ થવાનું જોખમ સર્જરીમાં 1થી 2 ટકાની સરખામણીમાં ઘટીને 0.5 ટકા થઈ જાય છે.

મિટ્રલ વાલ્વનું માલફંક્શનિંગ ભારતીય લોકો વચ્ચે પ્રમાણમાં સામાન્ય કાર્ડિયાક બિમારી છે. આશરે 2 ટકા પુખ્ત લોકો મિટ્રલ વાલ્વમાંથી થોડુંઘણું લીકેજ ધરાવે છે. ઉંમરની સાથે આ લીકેજમાં વધારો થાય છે. 40થી 60 વર્ષના લોકોમાં આ રેન્જ 15થી 20 ટકા છે, તો 75 વર્ષથી વધારે વય ધરાવતા લોકોમાં 25થી 30 ટકા જેટલું ઊંચું છે.

સામાન્ય રીતે વાલ્વ લીકેજના મધ્યમ-હળવા કેસનું મેનેજમેન્ટ દવાઓ દ્વારા થાય છે. જોકે જ્યારે આ સમસ્યા મધ્યમથી ગંભીર થાય છે, ત્યારે વાલ્વ રિપેર કે વાલ્વ રિપ્લેસમેન્ટ જેવા સર્જિકલ ઇન્ટરવેન્શનની જરૂર પડે છે.

મિટ્રલ વાલ્વ રોગના સામાન્ય લક્ષણોમાં શ્વાસ લેવામાં પડતી મુશ્કેલી મુખ્ય છે, જે તણાવ દરમિયાન સૌપ્રથમ દેખાય છે, અને જેમ સ્થિતિ કથળે છે, તેમ આરામના સમય માં પણ અનુભવાય છે. 92-વર્ષીય દર્દી મુખ્યત્વે શ્વાસની તકલીફથી પીડિત હતા અને છેલ્લાં આઠ મહિનામાં છ વખત હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં હતાં. અત્યારે આ વયોવૃદ્ધ દર્દી સ્થિર છે અને ડૉક્ટરોને ઇવેન્ટ-ફ્રી રિકવરીની આશા છે.

અપોલો સીવીએચએફ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ ગુજરાતનું અગ્રણી કાર્ડિયાક કેર સેન્ટર્સ પૈકીનું એક છે, જે અદ્યતન ઇન્ટરવેન્શનલ ટેકનોલોજી અને પરંપરાગત સર્જિકલ વિકલ્પોનો ઉપયોગ કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.