Western Times News

Gujarati News

ખેડૂત દંપતી બાળકને લઇ મોઢાના ભાગે ૯૫% ટ્યુમર સાથે સિવિલના દ્વારે પહોંચ્યું

સફળતાપૂર્વક થયું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન -આ ટ્યુમર મોઢાના અન્ય ભાગમાં પણ પ્રસરીને નુકસાન પહોંચાડી શકે તે પ્રકારનું અત્યંત સેન્સિટીવ ટ્યુમર હતું

બાળકના મોઢાનો ૯૫% ભાગ ટ્યુમરથી ઘેરાયેલો હતો: થયું જટીલ ઓપરેશન

અમદાવાદ,  અરવલ્લી જિલ્લાના ખેડૂત દંપતી માટે પોતાના પાંચ મહિનાના બાળકને પીડા મુક્ત જાેવું એક સ્વપ્ન માત્ર બની ગયું હતું. જન્મજાત બાળકના જડબામાં વિશાળકાય ટ્યુમર હોવાના કારણે બાળક ઘણી જ સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યું હતું.

મોઢાનો ૯૫ ટકા ભાગ ટ્યુમરથી ઘેરાયેલો હોવાના કારણે માતાનું ધાવણ લેવામાં પણ બાળક સમર્થ ન હતું. જેના પરિણામે ડ્રોપર દ્વારા ટીપુ ટીપુ નાખીને ધાવણ આપવામાં આવતું હતું. બાળકના પિતા અલ્પેશભાઇ અને માતા દક્ષાબેન અગાઉ ખાનગી હોસ્પિટલમાં પણ આ ટ્યુમરની સારવાર અર્થે ગયા હતા. ત્યાં સર્જરી બાદ પણ સફળતા ન મળતા આ દંપતીએ આશાના છેલ્લા કિરણ સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્વાર ખટખટાવ્યા હતા.

અમદાવાદ સિવિલ મેડિસિટીની કેન્સર હોસ્પિટલમાં સૌપ્રથમ કિમો થેરાપીની એક સાયકલ આપીને આ ટ્યુમર દૂર કરવાના પ્રયાસો હાથ ધરાયા હતા. પરંતુ તેમાં પણ નિષ્ફળતા મળતા અંતે અમદાવાદ સિવિલ હોસ્પિટલનું બાળ રોગ સર્જરી વિભાગ જ હવે આ સમસ્યાનો સમાધાન હોવાનો વિકલ્પ બચ્યો હતો.

સિવિલ હોસ્પિટલના બાળ રોગ સર્જરી વિભાગમાં જ્યારે આ બાળકને લાવવામાં આવ્યું ત્યારે તેનું સીટી સ્કેન કરતા જાણવા મળ્યું કે, બાળકના જડબાના ભાગમાં ૪*૪ સે.મીની વિશાળકાય ગાંઠ છે. શરીરના એવા કોષો કે જેમાંથી વિવિધ પેશીઓનું નિર્માણ થાય છે તેવી જગ્યાએ આ ગાંઠ હતી?. જેને વૈજ્ઞાનિક ભાષામાં કોષોનું ટ્યુમર કહેવાય છે. જેને મેલેનોટિક્સ ન્યુરોએક્ટોડરમલ તરીકે ઓળખવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલના તબીબોએ મોટી સર્જરી વિના આ ગાંઠને દૂર કરવાના તમામ પ્રયાસો હાથ ધર્યા તેનું આયોજન પણ કર્યું. તેમાં કયાંય સફળતાને અવકાશ રહ્યો નહીં. અંતે તબીબો દ્વારા આ ટ્યુમરને સર્જરીથી જ દૂર કરવાનું નક્કી કરવામાં આવ્યું.

બાળ રોગ સર્જરી વિભાગના વડા અને સિવિલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જાેશી અને તેમની ટીમ તેમજ એનેસ્થેસિયા વિભાગના અનીષાબેન અને તેમની ટીમ દ્વારા રેર અને જટિલ કહી શકાય તેવી સર્જરી હાથ ધરવામાં આવી. બે કલાકની ભારે જહેમતના અંતે આ સર્જરી સફળતાપૂર્વક પાર પડી.

ટ્યુમરને જ્યારે બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેના રિપોર્ટ કરાતા જાણવા મળ્યું કે, આ ટ્યુમર મોઢાના અન્ય ભાગમાં પણ પ્રસરીને નુકસાન પહોંચાડી શકે તે પ્રકારનું અત્યંત સેન્સિટીવ ટ્યુમર હતું. સમયસર તેને બહાર કાઢવામાં ન આવ્યું હોત તો કોઈ પણ ક્ષણે બાળકનું મૃત્યું થઇ શકવાની સંભાવનાઓ પ્રબળ હતી.

સિવિલ હોસ્પિટલ સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જાેશીનું કહેવું છે કે, નવજાત શિશુમાં આ પ્રકારની વિશાળકાય ટ્યુમરની સર્જરી અત્યંત પડકારજનક હોય છે.

આ કિસ્સાને રેર કિસ્સો કહી શકાય. કારણ કે, નવજાત બાળકના મોઢામાં જડબાના ભાગમાં આ સર્જરી કરવામાં ઘણું રિસ્ક રહેલું હોય છે. ટ્યુમરની સર્જરી વખતે ઘણું બધું લોહી વહી જવાની શક્યતા રહેલી હોય છે એની સાથે સાથે એ લોહી જાે શ્વાસનળીમાં જાય તો બાળકના જીવને રિસ્ક ઊભું થવાની સંભાવનાઓ હતી?. જેના પરિણામે જડબાના આજુબાજુના ભાગને પેક કરીને કોઈ પણ પ્રકારની આડઅસર ન વર્તાય તે પ્રમાણે સર્જરી હાથ ધરવામાં આવી.

આ પ્રકારના કિસ્સામાં ટ્યુમર કાઢ્યા બાદ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની આડસર વર્તાય છે કે કેમ તે માટેનું ફોલો-અપ કરવું અત્યંત જરૂરી બની રહે છે. જે માટે સિવિલ હોસ્પિટલના તબીબોએ બાળકના પરિવારજનોને થોડા અંતરે આવવા જણાવવામાં આવ્યું છે. આ સર્જરી એટલી રેર છે કે વિશ્વમાં ૨૦૧૮ સુધી માત્ર ૫૦૦ કેસ જ નોંધાયા છે?.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.