Western Times News

Gujarati News

ઓલિમ્પિક 2036 માટે બનાવવામાં આવેલા સ્પોર્ટ્સ સંકુલનું 95 ટકા કામ પૂર્ણ : લોકાર્પણની તૈયારી

એકવાટિક સ્વિમિંગ પુલ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલેન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, કિડઝ ઝોન, ફિટ ઇન્ડિયા ઝોન તેમજ આઉટડોર સ્પોર્ટ્સ ની સુવિધાઓ ઉપલબ્ધ

( દેવેન્દ્ર શાહ દ્વારા ) અમદાવાદ,    અમદાવાદ શહેર ઓલમ્પિક 2036ની યજમાની માટે થનગની રહ્યું છે. જેના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા પણ ખાસ સીટી પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઓલમ્પિક 2036 ની પ્રથમ તૈયારી ના ભાગરૂપે નારણપુરા માં સ્પોર્ટ્સ સંકુલ બનાવવામાં આવ્યું છે જેનું 95 ટકા કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે તેમજ ટૂંક સમયમાં જ તેનું લોકાર્પણ કરવામાં આવે તેવી શક્યતા છે.

નારણપુરા માં તૈયાર થયેલા સ્પોર્ટ્સ સંકુલની મુખ્ય વિશેષતાઓ તરફ જોવા જઈએ તો તેમાં એકવાટિક સ્વિમિંગ પુલ, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલેન્સ, ઇન્ડોર મલ્ટી સ્પોર્ટ્સ એરેના, કોમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, કિડઝ ઝોન, ફિટ ઇન્ડિયા ઝોન તેમજ આઉટડોર સ્પોર્ટ્સ ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. સ્વીમીંગ પુલ FINA નોર્મસ મુજબ તેમજ FINA Partnered Technology MYRTHA Pools નો બનાવવામાં આવ્યો છે.

આ બ્લોકમાં ૫૧.૫ X 4 X ૩ મી. નો કમપીટેશન પુલ બનાવવાનો આયોજન કરેલ છે, જે FINA નોર્મસ મુજબ સાઈઝ છે.  સ્વીમીંગપુલમાં આર્ટીસ્ટીક તથા વોટરપોલો તરીકે વપરાશ કરી શકાશે તેમજ ૨૨ X ૨૫ X ૫ મી. નો ડાઈવીંગ પુલ છે. તેમજ સદર બ્લોકમાં પ્રેક્ષક ગેલેરી ૧૫૦૦ પ્રેક્ષકોની છે. સેન્ટર ઓફ એક્સેશન્સમાં ૪૨ મી. X ૨૪ મી. ના મુખ્ય જીર હોલ કે જેમાં ૦૨ બાસ્કેટ બોલ કોર્ટ. ૦૨ વોલીબોલ કોર્ટ અથવા ૦૮ બેડમીન્ટન કોર્ટ તરીકે એક જ સમયે વપરાશ થઇ શકશે.

આ હોલ એવી રીતે ડીઝાઇન કરેલ છે કે ઉપરોક્ત જણાવેલ રમતોની આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધા યોજી શકાશે. આ સેન્ટરના મલ્ટી સ્પોર્ટસ હોલમાં ૦૨ ટેકવાન્ડો કોર્ટ અથવા ૦ર કગડી કોર્ટ અથવા ૦૨ રેસલીંગ અથવા ૧૨ ટેબલટેનીસ મેચ એક જ સમયે યોજી શકાશે. આ કોમ્પલેક્ષમાં ખેલાડીઓ માટે લોન્જ સાથેનું ૦૧ સ્પોર્ટસ સાયન્સ અને ફીટનેસ સેન્ટર, ચેન્જ રૂમ, લોકર્સ, ઈકવીપમેન્ટ સ્ટોર, મેડીકલ સર્વિસ

સ્ટેશન, ઓડીયો-વિડીયો ફેસીલીટી સાથેનો ટ્રેનિંગ રૂમ, વહીવટી ઓફીસ બનાવવામાં આવી છે. વધુમાં આ સેન્ટરમાં કોચ માટે ૦૮ (ભલરૂમ, ખેલાડીઓ માટેના ૧૦૦ ટ્રીપલ બેડ રૂમ તેમજ ૧૫૦ કોર્પોરેટ માટેના ડાઇનીંગ હોલનો સમાવેશ છે.સાર અરેનામાં ૮૧ મી. X ૪૫ મી. સાઈઝના વિશાળ હોલમાં વિવિધ આંતરરાષ્ટ્રીય કથાની ઓલીમ્પી સહીત ઈવેન્ટ કરવામાં આવશે.
(એક સમયે એક રમત) કુલ ૧૬ બેડમીન્ટન કોટ, ૦૪ બાસ્કેટબોલ કોટ, ૦૪ વોલીબોલ કોટ અને ૦૪ જીમ્નેસ્ટીક કોટ છે. આ ઉપરાંત તેમાં કબડ્ડી, ટાઈકવોન્ડો, કુસ્તી અને ટેબલ ટેનીસ માટે મલ્ટી પર્પઝ હોલની પણ સુવિધાનો સમાવેશ કર્યો છે. જેમાં એક સાથે ૫૨૦૦ પ્રેક્ષકો મેચ નિહાળી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત વોર્મ અપ એરિયા, ખેલાડીઓ, જજીસ, કોચ, રેફરી અને વી.આઈ.પી. માટે લોન્જ એરિયા, સેન્ટ્રલ એડમીન ઓફીસ, સ્પોટર્સ ફેડ્રેશન માટેનો રૂમ, મેંડીકલ સર્વિસ સ્ટેશન, મીડીયા રૂમ, કોલ રૂમ, તદઉપરાંત મીડીયા અને અન્ય ટેક્નીકલ, ઓપરેશન સુવિધા માટેના રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. સંકુલમાં CE બેડમીન્ટન કોર્ટ, OF ટેબલટેનીસ, CF કેરમ ટેબલ, ૦૯ ચેસ, સ્નુકર અને બિલિયર્ડના ૧૦ ટેબલ નો સમાવેશ કરી શકે તેવો મલ્ટીપરપઝ હોલ બનાવવામાં આવ્યો છે.
જેની પ્રેક્ષક ગેલેરી 300 પ્રેક્ષકોની છે. તેમજ ઈન્ડોર શુટીંગ રેન્જ માટે પણ આયોજન કર્યું છે તથા કેફેટેરીયા,લાઈબ્રેરી જીમ એરીયા  વગેરેની વ્યવસ્થા પણ  છે. આ કોમ્યુનીટી સ્પોર્ટસ કોમ્પલેક્ષ અમદાવાદના શહેરીજનોને સ્પોર્ટસ તરફ વાળવા માટે ખુબ જ ઉપયોગી થશે.
સીનીયર સીટીઝન માટે સીટીંગ એરીયા યોગા લોન સાથે તેમજ તમામ શહેરીજનોને ઉપયોગ માટે પ્લાઝા કેમ સ્કેટીંગ રીઠ, કબડી, ખો-ખો સાઉન્ડ, ચીલ્ડન ઝોન, આઉટડોર જીમ અને જોગીંગ ટ્રેકનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આઉટડોર સ્પોટર્સ માટે OF ટેનીસ કોર્ટ, ૦૧ બાસ્કેટબોલ કોર્ટ, ૦૧ વોલીબોલ કોર્ટ નો સમાવેશ કરવામાં આવેલ છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્ષમાં ૮૦૦ ટુ-વ્હીલર અને ૮૫૦ ફોર-વ્હીલર ના પાર્કીંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઓલિમ્પિક 2036ને ધ્યાનમાં લઈ બનાવવામાં આવેલા નારણપુરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ માટે પ્લોટ એરીયા ૭૭, ૪૭૭ ચો.મી. પર તે મુજબનું પ્લાનીંગ અને ડિઝાઇનીગ કરવામાં આવ્યા છે. આ પ્લોટ એરીયા પર ૯૮૫૭૮ ચો. મી.બીલ્ટ અપ એરીયા મુજબ તેમજ પ્લીન્થ એરિયા રેટ “.એસ.આર.૨૦૨૦ રૂા. ૫૯૩.૯૯ કરોડનું એસ્ટીમેટ રજુ કરવામાં આવ્યો હતો.
આ અંદાજ મીનીસ્ટર ઓફ યુથ, અફેર્સ અને સ્પોર્ટસ ભારત સરકાર દ્વારા રૂા.૫૮૩.૯૯ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું હતું. તેમાં જે વધારો થયો છે તે તમામ ખર્ચ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની ગ્રાન્ટ હેઠળ કરવામાં આવશે.
સ્પોર્ટ્સ સંકુલ પ્રોજેકટ માટે બજેટ મંજુર થયા બાદ વધુ જમીનની ફાળવણી થતા પ્રોજેકટ માટે ફાળવેલ કુલ પ્લોટ એરીયા ૭૨,૫૦૦ ચો.મી. થી ૮૨,૫૦૭ ચો.મી. થઈ હતી અને તે મુજબ બિલ્ટ અપ એરીયા માં પણ ખુબજ વધારો થતા આર્કીટેકટ દ્વારા  તે મુજબ પ્લાનીંગ અને ડીઝાઇનમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઈન્ડીયા ના વખતોવખત ના સૂચનો મુજબ ફેરફાર અને સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો હતો.
જે મુજબ નવા ઉપ્લબ્ધ થયેલ પ્લોટ મુજબ ડીઝાઈન કરતાં સુંદર આર્કિટેક્ટ દ્વારા ૧,૧૫,૭૩૬ બિલ્ટ એરીયા મુજબ ડીઝાઈન કરવામાં આવી હતી જે અગાઉ મંજુરી સમયે બિલ્ટઅપ એરીયા કુલ ૯૮,૫૭૮ ચો.મી. નો હતો
વધારાના ખર્ચની વિગતઃ
– પ્લોટની વચ્ચેથી ૯૯ કે.વી હાઈ-ટેન્શન લાઈન પ્લોટની વચ્ચેથી પસાર થતી હોઈ સદર સ્પોર્ટસ કોમ્પલેક્ષની કામગીરીમાં નડતરરૂપ હોવાથી સદર હાઇ ટેન્શન લાઈનને અન્ડરગ્રાન્ડ કરવા માટે ગેટકો ને રૂા.૧૭.૫૯ કરોડ રકમ ચુકવવામાં આવી છે.
– પ્રોજેકટમાં વર્ક ઓર્ડર આપ્યા બાદ જી.એસ.ટી.ના સ્લેબ રેટમાં ૧૨%ના બદલે ૧૮% થવાથી કેન્દ્ર સરકારશ્રીના ડાયરેકટર જનરલશ્રી સી.પી.ડબલ્યુ.ડી.ના તાઃ૩૦/૯/૨૦૨૨ના પત્ર મુજબ તમામ ચાલુ કામો માટે જી.એસ.ટી.ના ૫.૩૬% નો તફાવત ચુકવાનો સરકયુલર સંદર્ભે સદર પ્રોજેકટમાં કોન્ટ્રાક્ટરને રૂ।.૩૩.૭૯ કરોડ રકમ જી.એસ.ટી. તફાવત ચુકવવાની થાય છે.
– ટેન્ડરની શરત મુજબ સીમેન્ટ, સ્ટીલ અને સ્ટ્રકચરલ સ્ટીલ ના ભાવ તફાવત ની રકમ પેટે તથા અન્ય મટીરીયલ્સ(,સ્ટીલ, સિમેન્ટ અને સ્ટ્રક્ચરલ સ્ટીલ સિવાયના), લેબર્સ તેમજ પેટ્રોલીયમ આઇટમ માટે ના પ્રાઈસ વેરીએશન ની રકમ પેટે રૂા. ૩૦,૦૦ કરોડના પ્રોવીઝન રાખવામાં આવેલ.
– પ્રોજેકટના ચાલુ કામગીરી દરમ્યાન સ્થળ પરીસ્થિતી અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ઇન્ડીયાની રજુઆત અને જુદી જુદી રમતોના ફેડરેશનના રજુઆતને ધ્યાને રાખી રૂા.૬૭.૨૬ કરોડના સ્કોપ ઓફ વર્કસ વધારાવામાં આવેલ. જેમાં મુખ્ય સ્વીમીંગપુલ ફેડરેશન ઓફ ઈન્ડીયાના રજુઆત મુજબ રૂા.૧૫,૦૦ કરોડનુ વોર્મ-અપ પુલ અને કિચન ઈકવીપમેન્ટ માટે રૂા.૧૫.૦૦ કરોડ તેમજ સ્કલ્પચર અને બ્રાન્ડીંગ માટે રૂા. ૧૨.૨૫ કરોડનુ પ્રોવિઝન રાખવામાં આવેલ છે.
– સ્ટ્રક્ચરલ પ્રુફ ચેકીંગ કન્સલટન્ટ નિરમા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી ના રેકમેન્ડેશન મુજબ ચોમાસાની ઋતુને ધ્યાને લેતા લેટેસ્ટ ટેકનોલોજીથી વોટરપ્રુફીંગ આઈટમ માટે રૂા. ૧૧.૩૩ કરોડ, ૧૦00 ટન એચ.વી.એ.સી. માટે રૂા. ૧૯,૪૭ કરોડ, સકુજી અને સૌના થેરેપી,સ્યા માટે રૂા.૯૦ લાખ, બિલ્ડીંગમાં મુખ્ય જગ્યા પરદા લગાવવા માટે રૂા. ૧.૮૭ કરોડ નો વધારાનો ખર્ચ કરવામાં આવેલ,
– પી.આઈ.બી. એપ્રુવડ બ્લોક એસ્ટીમેટ ડી.એસ. આર. ૨૦૨૦ મુજબ કરવામાં આવેલ તેમજ ટેન્ડર અપલોડ ડી.એસ.આર. ૨૦૨૧ મુજબ કરેલ હોઈતેમજ ઉપ્લબ્ધ પ્લોટ એરીયા મુજબ બીલ્ટ અપ એરીયા ૯૮૫૭૮ ચો.મી.થી વધીને ૧,૧૫,૦૦૦ ચો.મી. થયેલ, જેના કારણે ટેન્ડર કવોન્ટીટીમાં વધ થતાં ખર્ચામાં વધ થઈ છે..
    પ્રોજેકટમાં હાલ ૯૫% ફીઝીકલ પ્રોગ્રેસ મુજબ કામગીરી પુર્ણ થયેલ હોઇ, ટુંજ ક સમથમાં લોર્કાપણ કરવાનો આયોજન કરેલ છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.