અમદાવાદ મ્યુનિ. એસ્ટેટ વિભાગ સામે વિજિલન્સ વિભાગમાં ૯૫૭ ફરિયાદ

વિજિલન્સ અધિકારીઓ તપાસ દરમિયાન આરોપીને બચાવવા વધુ પ્રયાસ કરે છેઃ શહેઝાદખાન પઠાણ
(પ્રતિનિધિ) અમદાવાદ, મ્યુનિ કોર્પોની કોઈ પણ પ્રકારની કામગીરીમાં ભષ્ટ્રાચાર તથા ગેરરીતીઓ થતી હોય તો તેને અટકાવવાનું અને તે બાબતે જવાબદાર સામે કાર્યવાહી કરી પગલાં ભરવાની ફરજ વિજીલન્સ ડીર્પાર્ટમેન્ટની છે પરંતુ વિજીલન્સ ડીપાર્ટમેન્ટ બિલકુલ નિષ્ક્રીય જણાય છે મ્યુ.કોર્પોમાં થતાં ભષ્ટ્રાચાર કે ગેરરીતી અટકાવવાની જવાબદારી વિજીલન્સ ડીર્પાર્ટમેન્ટની છે ત્યારે વિજીલન્સ ડીર્પાર્ટમેન્ટ દ્વારા તંત્રના અધિકારી/કર્મચારીઓને બચાવવા માટે કામગીરી કરતી હોય તેવું લાગી રહયું છે.
સૌથી પહેલાં વિજીલન્સ ડીર્ષા દ્વારા ભષ્ટ્રાચાર અને ગેરરીતી થવા બાબતની તમામ ગંભીર રજુઆતો બાબતે તાકીદે તપાસ પૂર્ણ કરી કસુરવારો સામે યોગ્ય કડક કાર્યવાહી કરવા વિજીલન્સ વિભાગને પૂર્ણ સક્રિય કરવા કોંગ્રેસ પાર્ટી દ્વારા માંગણી કરવામાં આવી છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષ નેતા શહેઝાદખાન પઠાણ ના જણાવ્યા મુજબ અમદાવાદ મ્યુનિ.કોર્પોમાં ૨૦૨૧-૨૨ થી સને ૨૦૨૪-૨૫ (ફેબુ-૨૫ સુધીની) સુધીમાં વિજલિન્સ વિભાગમાં કુલ ૧૫૨૩ જેટલી ફરિયાદો વિવિધ અધિકારી તથા કર્મચારીઓ વિરુધ્ધ આવી હતી તેમાં એસ્ટેટ અને ટી.ડી.ઓ. વિભાગ સામે ૯૫૭, જનરલ વિભાગની ૫૨૬ અને ઈજનેર ખાતાની ૪૦ મળી કુલ ૧૫૨૩ અધિકારીઓ વિરુધ્ધ ફરિયાદો કરવામાં આવી હતી તેમાં મોટા ભાગની અરજીઓ/ ફરિયાદો
આઈ.આર ડીર્પામાં ટ્રાન્સફર કરી જાણીબુઝીને વિલંબ કરવામાં આવ્યો છે જેથી સમયાંતરે તપાસ ઢીલી થઈ જાય અને કસુરવાર અધિકારી તથા કર્મચારીઓને કલીનચીટ મળી જાય તેવી પેરવી કરવામાં આવે છે ત્યારે ભષ્ટ્રાચાર કઈ રીતે નાબુદ થાય? તે વિચારણા માંગી લે તેવી બાબત છે ખરેખર તો જે અધિકારી / કર્મચારી સામે ફરિયાદ કરેલ હોય તેની સામે ઝડપથી તપાસ કરી કસુરવાર તમામ અધિકારી તથા કર્મચારીઓને તાકીદે ડીસમીસ કરવા જોઇએ.
મ્યુ. કોર્પોમાં ખાસ કરીને એસ્ટેટ અને ટીડીઓ તથા ઈજનેર વિભાગમાં વ્યાપક પ્રમાણમાં ભષ્ટ્રાચાર જોવા મળે છે એસ્ટેટ અને ટીડીઓ ડીર્ષાના અધિકારીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામો કરતાં બિલ્ડસીને છાવરવામાં આવે છે તેમજ ઈજનેર ખાતામાં કોઈ પણ કામોમાં ટેન્ડરોમાં કોન્ટ્રાકટરો દ્વારા રીંગ બનાવીને કામો વહેંચી લેવામાં આવે છે.
તેના કારણે મોટા ભાગના ટેન્ડરોમાં તંત્ર દ્વારા ટેન્ડરની અંદાજીત રકમ નક્કી કરવામાં મોટી રમત રમવામાં આવે છે.તેના કારણે ટેન્ડરો ૩૦ % થી ૪૦ % ઉંચા ભાવે આવે છે તેમાં પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીની વચ્ચે મેળાપીપણામાં નક્કી થયા મુજબ કામમાં ગેરરીતી આચરવામાં આવે છે જેથી ભષ્ટ્રાચાર વકરવા પામેલ જેને કારણે રોડ તુટી જવા, પાણી ભરાઈ જવા, વિ. જેવી પ્રજાકીય સમસ્યાઓ વધી શકે છે.
ખરેખર જો પારદર્શક વહીવટ કરવો હોય તો ભષ્ટ્રાચાર અને ગેરરીતી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય તેવા તમામ અધિકારીઓ/કર્મચારીઓની ઝડપી તપાસ કરી તેમજ તેઓના ગુનાને ગંભીરતાથી લઈ જે કોઇ કસૂરવાર હોય તેઓને સસ્પેન્ડ કરવા અથવા ડીસમીસ કરવા જેવા કડક પગલાં લઈ સજ્જડ દાખલો બેસાડવો જોઈએ
જેથી ભવિષ્યમાં કોઇ અધિકારી કામમાં ગેરરીતી કે ભષ્ટ્રાચાર આચરવાનો વિચાર સુધ્ધાં ના કરે જેથી તમામ કસુરવાર અધિકારીઓ સામે કડક કાર્યવા પક્ષની માંગણી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.