૯૭ ટકા ભારતીયો રાત્રિ ભોજન કરતી વખતે ટીવી જોતા હોય છે

નવી દિલ્હી, ભારતમાં આજના સમયમાં ટીવી પર ઓટીટી એપ્સ જોવાનું ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે. ભારતમાં ટીવી જોવાના ટ્રેન્ડ્સને લઈને ઘણા રસપ્રદ ખુલાસા થયા છે. આ ખુલાસા નીલ્સનઆઈક્યૂ અને એમેઝોનના સર્વેમાં કરવામાં આવ્યાં છે, જેમાં ટીવી જોવાને લઈને ઘણી રસપ્રદ જાણકારી સામે આવી છે.
રિપોર્ટનું માનીએ તો ૭૮ ટકા લોકો પ્રમાણે સ્માર્ટફોન, ટેબલેટ અને લેપટોપની તુલનામાં સ્ટ્રીમિંગ સ્ટિક, સ્માર્ટ ટીવી અને સેટ-અપ બોક્સથી ટીવી પર ઓનલાઈન કન્ટેન્ટ સ્ટ્રીમિંગ કરવાનું પસંદ કરે છે. સર્વે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે આશરે ૬૬ ટકા લોકો દર વીકેન્ડ પર આશરે ૫ કલાક ટીવી પર કન્ટેન્ટ જુએ છે, જે વીક ડેઝમાં ઘટીને ૩ કલાકથી ઓછુ થઈ જાય છે. તો આસરે ૯૭ ટકા લોકો રાત્રે ભોજન સમયે પરિવારની સાથે બેસી ટીવી જોવાનું પસંદ કરે છે. ભારતમાં કોમેડી સૌથી વધુ જોવાતું કન્ટેન્ટ છે. ત્યારબાદ સ્પોર્ટ, Âથ્રલર, રોમાન્સ, હોરર અને ઈન્ટરનેશનલ શોનો નંબર આવે છે.
ટીવી પર સ્ટ્રીમિંગના સમયે સૌથી વધુ યૂઝર્સને લેગ ફ્રી સ્ટ્રીમિંગની ડિમાન્ડ રહે છે. ત્યારબાદ ઓટીટી એપની સિરીઝ અને પછી વોઇસ અસિસ્ટેન્ટ, ડીટીએચ ચેનલ પસંદ કરવામાં આવે છે. ભારતીય મોટી સ્ક્રીન પર ઓટીટી કન્ટેન્ટ જોવાનું વધુ પસંદ કરે છે. આ કારણ છે કે ફાયર ટીવી સ્ટિકની ડિમાન્ડ વધુ છે, જે નોર્મલ ટીવીને સ્માર્ટ બનાવી દે છે. તેમાં નોર્મલ ટીવી પર તમે ઓટીટી કન્ટેન્ટ જોઈ શકશો. તેમાં ૧૨૦૦૦થી વધુ એપ્સનું એક્સેસ મળે છે.SS1MS