સરદાર સરોવર પરિયોજનામાં 99.73 ટકા જળસંગ્રહ થયો
રાજ્યના ૧૦૪ જળાશયોમાં ૯૦ ટકાથી વધુ જળસંગ્રહ: ૧૦૪ જળાશયો હાઈ એલર્ટ, ૨૨ જળાશયો એલર્ટ અને ૧૭ જળાશયો વોર્નિંગ પર
રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૪૪ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જેમાં રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૩,૩૩,૧૭૦ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ છે જે કુલ જળસંગ્રહ શક્તિના ૯૯.૭૩ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. 99.73 percent water storage was achieved in Sardar Sarovar project Gujarat
સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગરના અહેવાલમાં જણાવ્યાનુસાર તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૩ની સ્થિતિએ રાજ્યભરમાં ૫૪ જળાશયો એવા છે કે જેમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૯૦ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૭૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ, ૨૯ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા જળસંગ્રહ,
૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જળસંગ્રહ, ૧૦ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયો, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયો, કચ્છના ૨૦ જળાશયો તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૫૩ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૫૧ જળાશયો મળી કુલ ૧૦૪ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૨ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૧૭ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.