Western Times News

Gujarati News

ચોરી કરતા ઠગ પાસેથી ૯૯ એટીએમ કાર્ડ મળ્યા

સુરત, વલસાડ તિથલ રોડ પર એક એટીએમ સેન્ટરમાં એટીએમ કાર્ડ બદલી તેના કાર્ડમાંથી રૂ. ૪.૦૬ લાખ ઉપાડી લેનાર ઠગને વલસાડ સિટી પોલીસે પકડી પાડ્યો હતો.

હરિયાણાના આ ઠગની તપાસ હાથ ધરતા અનેક ગુનાના ભેદ ખૂલ્યા છે. પોલીસ તપાસમાં ઠગ પાસે થી ૯૯ જેટલા એટીએમ કાર્ડ મળી આવ્યા હતા.

આ સંદર્ભે વિગત આપતા વલસાડ એસપી ડો. કરણરાજ વાઘેલાએ જણાવ્યું કે, ગત ૧૯ નવેમ્બરના રોજ વલસાડ નજીકના ઉંટડી ગામના રહીશ અને દુબઇ નોકરી કરતા રમેશ પટેલ તેમનો એટીએમ કાર્ડ લઇ બેંક ઓફ બરોડાના એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયા હતા.

ત્યારે ત્યાં હાજર ઠગે તેમનો એટીએમ કાર્ડ પૈસા ઉપાડવાના બહાને શિફતાઇથી બદલી કાઢ્યો હતો. વાતમાં વ્યસ્ત રાખીને રમેશ પટેલનું એટીએમ કાર્ડ મેળવી લીધું હતુ.

ત્યારબાદ નજર રાખીને પીન પણ જાણી લીધો હતો. ત્યારબાદ આ ઠગે જુદા જુદા સ્થળેથી રમેશ પટેલના ખાતામાંથી રૂ. ૪,૦૬,૦૩૮ ઉપાડી લીધા હતા.

આ અંગે વલસાડ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી. કેસની તપાસ દરમિયાન આ ઠગાઇ કરનાર જીતેન્દ્ર ઉર્ફે રાજેશ રઘબીર માહલા (ઉ.વ.૪૪ રહે. હિસાસ હરિયાણા) ને પકડી પાડ્યો હતો.

જીતેન્દ્ર ઉર્ફે રાજેશની તપાસ હાથ ધરતા તેની પાસેથી અલગ અલગ બેંકના ૯૯ એટીએમ કાર્ડ મળી આવ્યા હતા. તે તેના સાથીદારો સાથે હરિયાણાથી કારમાં નિકળ્યો હતો. રસ્તામાં જ્યાં આવો મોકો મળે ત્યાં એટીએમમાં લોકોની સાથે ઠગાઇ કરતો હતો. તે ભોળા દેખાતા લોકોને જ ટારગેટ બનાવતો હતો.

આવી કોઇ વ્યક્તિ એટીએમમાં જાય ત્યારે તે પણ પાછળ જતો હતો અને તેને પૈસા કાઢવાની મદદ કરવાના બહાને તેનો એટીએમ કાર્ડ બદલીને પછી એકાઉન્ટમાંથી રૂપિયા ઉપાડી લેતો હતો. આ ઠગ જીતેન્દ્રની પુછપરછમાં તેણે રાજસ્થાન, ગુજરાત અને દમણમાં અનેક લોકોના કાર્ડ બદલ્યા હતા. હજી અમે તેના સાથીદારોને પકડવા માટેની કવાયત પણ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.