Western Times News

Gujarati News

999.9 શુદ્ધતાવાળા ગોલ્ડ અને સિલ્વરના કિંગ અને ક્વીન સિક્કા ખરીદવા છે, તો પહોંચી જાય અહીંયા

  • 9 શુદ્ધ ગોલ્ડ અને સિલ્વર સિક્કાં રૉયલ્ટીના ચહેરાઓની ડિઝાઇન ધરાવે છે તથા અમદાવાદમાં ઝવેરી એન્ડ કંપની, સુવર્ણકલા જ્વેલર્સ અને જે કે સન્સ પ્રીસિયસ મેટલ્સ લિમિટેડમાં ઉપલબ્ધ છે
  • તમે હવે તમારા પરિવારજનોને લગ્નની આદર્શ ભેટ તરીકે પરંપરાગત ગિની (8 ગ્રામ ગોલ્ડ અને 20 ગ્રામ/50 ગ્રામ સિલ્વર) ખરીદી શકો છો

 ભારતનાં સમૃદ્ધ અને પરંપરાગત ઇતિહાસની ઉજવણી કરવા અને એને સન્માનિત કરવા ભારતની એકમાત્ર લંડન બુલિયન માર્કેટ એસોસિએશન (એલબીએમએ) ગૂડ ડિલિવરી ગોલ્ડ એન્ડ સિલ્વર રિફાઇનરી એમએમટીસી-પેમ્પએ 999.9 શુદ્ધ ગોલ્ડ અને સિલ્વરમાં વિશિષ્ટ રીતે બનાવેલા સિક્કાઓની એની સ્પેશ્યલ એડિશન પ્રસ્તુત કરી છે,

જે 3ડી એમ્બોસ્સ કરેલા કિંગ અને ક્વીનની ડિઝાઇનો ધરાવે છે. ભારતમાં ‘ગિની’ (સિક્કા)ની ભેટ આપવાની પરંપરા છે અને ભારતીય લગ્નો સાથે મુખ્યત્વે જોડાયેલી છે, જે માતાપિતાઓ તેમના પરિવારના સભ્યો અને મહેમાનોને આપે છે. આ સિસ્કાઓ આશીર્વાદનું પ્રતીક છે અને લગ્નની આ સિઝનમાં ભેટ આપવાનો યાદગાર વિકલ્પ છે. 999.9 purest Gold & Silver, King and Queen coins now available in Ahmedabad

આ સિક્કાઓ મિરર-ફિનિશ્ડ કોઇન પર કિંગ અને ક્વીનના હાઈ રીલિફ પોર્ટ્રેયલ છે તથા હવે ઝવેરી એન્ડ કંપની, સુવર્ણકલા જ્વેલર્સ અને જે કે સન્સ પ્રીસિયસ મેટલ્સ લિમિટેડમાં ઉપલબ્ધ છે, જે સમગ્ર અમદાવાદમાં તેમની જ્વેલરીની બહોળી રેન્જ તથા ગોલ્ડ અને સિલ્વરના ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઉત્પાદનો માટે પ્રસિદ્ધ છે. ભારતનાં સમૃદ્ધ અને વિવિધતાસભર ઇતિહાસની ઉજવણી કરતાં આ સિક્કા સ્વિસ કારીગરી સાથે વિશિષ્ટ રીતે બનાવવામાં આવ્યાં છે અને તમામ સંસ્કૃતિઓમાંથી રાજા-રાણીઓના ચહેરાઓ ધરાવે છે.

આ લોંચ પર એમએમટીસી-પેમ્પના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ વિકાસ સિંહે કહ્યું હતું કે, એમએમટીસી-પેમ્પમાં અમે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા અને અપનાવવા સતત આતુર છીએ, એટલે લગ્નની આ સિઝનમાં અમે અમારા ગ્રાહકો માટે અમારી સ્પેશ્યલ એડિશન વિવાહ ગોલ્ડ અને સિલ્વર કોઇન્સ પ્રસ્તુત કરી છે.

કિંગ અને ક્વીન સિક્કા ભારતીય ઉપભોક્તાઓની જરૂરિયાતો પૂર્ણ કરવા લેટેસ્ટ સ્વિસ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ ધારાધોરણો સાથે બનાવવામાં આવે છે. આ સિક્કા સ્પેશ્યલાઇઝ પેકેજિંગમાં આવે છે, જે તેમને 999.9 શુદ્ધતા સાથે તમારા પરિવારજનોને ભેટ અને આશીર્વાદ આપવા આદર્શ બનાવે છે.

ભારતીયો ગોલ્ડ અને સિલ્વર સાથે હંમેશા તેમના પ્રેમને પ્રદર્શિત કરે છે. આ સિક્કા ઉપભોક્તાઓની સતત વધતી માગને પૂર્ણ કરવા બનાવવામાં આવ્યાં છે. ગોલ્ડ અને સિલ્વરના સિક્કાની ભેટ આપવી સામાન્ય છે, પણ એમએમટીસી-પામ્પના સિક્કા અન્ય ઉપલબ્ધ સિક્કાઓની સરખામણીમાં વિશેષ છે.

ઉત્પાદનની અધિકૃતતા સુનિશ્ચિત કરવા એમએમટીસી-પેમ્પની દરેક પ્રોડક્ટ વિશિષ્ટ નંબર ધરાવે છે અને એસેયરની સહી સાથે સર્ટિકાર્ડમાં પેકેજ સાથે આવે છે. એમએમટીસી-પેમ્પમાંથી ખરીદેલી દરેક ગોલ્ડ અને સિલ્વર પ્રોડક્ટ પોઝિટિવ વેઇટ અને શુદ્ધતાનું સંતલન પૂરું પાડે છે, જે ખાતરી આપે છે કે, તમે જે દરેક સિક્કા કે બારની ખરીદી કરો એ લિસ્ટેડ વેઇટથી વધારે વજન ધરાવે છે, જેથી ગ્રાહકોને તેમના રોકાણ પર વધારે મૂલ્ય મળશે એ સુનિશ્ચિત થાય છે.

એમએમટીસી-પેમ્પની અધિકૃતતાના સ્ટેમ્પ સાથે તમામ પ્રોડક્ટ 999.9+ શુદ્ધતાની ખાતરી આપે છે અને લેટેસ્ટ સ્વિચ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઉચ્ચ ધારાધોરણો સાથે બને છે. આ ઉત્પાદનો  shop.mmtcpamp.com પર પણ ઉપલબ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.