Western Times News

Gujarati News

999 cc ફોર સિલિંડર ઈન-લાઈન એન્જિન સાથે નવું BMW S 1000 XR લોન્ચ

‘XR’ નો અર્થ સ્પોર્ટિનેસ અને ટુરિંગ ક્ષમતાનું બાંધછોડ વિનાનું સંમિશ્રણ.ઓલ- ન્યૂ BMW S 1000 XRની રોમાંચક ડિઝાઈન નિર્ભેળ કામગીરી પ્રદર્શિત કરે છે અને આકર્ષક સક્રિય છતાં આરામદાયક રાઈડિંગ પોઝિશન સાથે લાંબા અંતરના પ્રવાસના અંતરના આરામનું વચન આપે છે. ફ્રેન્ટ ફેરિંગ અને લાઈટિંગ સિસ્ટમ ધારધાર ધાર દ્વારા વ્યાખ્યા કરવામાં આવી છે. આકર્ષક બીડિંગ સાથે જોડતાં એકંદર રેખા ફિનિશ સુધી આક્રમક અને એકધારી રીતે આકારબદ્ધ છે.

દષ્ટિગોચર ટૂંકી ટેઈલ સ્પોર્ટ બાઈકની યાદગીરી અપાવે છે. સુધારિત એરોડાયનેમિક્સ, ફેરિંગ, આરામદાયક હેન્ડલબાર્સ સાથે લાંબા અંતરની બેઠક સ્થિતિ માઈલ દર માઈલ ઉત્તમ સવારીની મોજમસ્તીની ખાતરી રાખે છે. સમાયોજક વિંડશિલ્ડ ઠંડી, ડ્રાઈવિંગના અવાજો અને રાઈડરને રસ્તા પર આંખો ટકાવી રખાવતાં તત્ત્વો સામે બહેચર રક્ષણ આપે છે. સર્વ લાઈટિંગનાં યુનિટ્સ, જેમ કે, મેઈન હેડલેમ્પ, ટેઈલલાઈટ, ઈન્ડિકેટર લાઈટ્સ અને ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર નવી LED ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. નવા LED હેડલેમ્પ સંપૂર્ણ નવી BMW S 1000 XRનેઉચ્ચ ડાયનેમિક લૂક આપે છે. તે અગાઉ કરતાં પણ વધુ અસરકારક રીતે રસ્તાઓને પ્રકાશમાન બનાવે છે. અખંડ પાર્કિંગ લાઈટ્સ બાઈકના બેજોડ દેખાવને બહેતર બનાવે છે.

નવું વિકસિત 999 cc ઈન-લાઈન 4-સિલિંડર એન્જિન BMW S 1000 RR એન્જિન પર આધારિત છે અને 11,000 rpmએ 165 hpનું આઉટપુટ પ્રદાન કરે છે અને મહત્તમ ટોર્ક 9,250 rpmએ 114 Nm પ્રદાન કરે છે. એન્જિનની સ્પીડ રેન્જ વ્યાપક છે અને સવારી બહેતર બનાવે તે રીતે ઘડાઈ છે. 4th, 5th અને 6th ગિયર્સ હવે લાંબા રેશિયો, ઓછી અવાજની સપાટી, ઓછું ઈંધણનો ઉપભોગ અને ક્રુઝિંગ સ્પીડ્સમાં ઓછું એન્જિન rpm ધરાવે છે. મોટરસાઈકલ ફક્ત 3.3 સેકંડ્સમાં 0-100 km/hr સુધી સ્પ્રિંટ કરે છે અને ટોચ સ્પીડ લગભગ 200 km/hr છે.

નવી સસ્પેન્શન સિસ્ટમ તેના પુરોગામી મોડેલની તુલનામાં બહેતર સવારીની ગતિશીલતા અને સવારીની મોજ આપે તે રીતે સંપૂર્ણ ઘડવામાં આવી છે. મુખ્ય પરિબળ ફ્રેમ ડિઝાઈન અને એન્જિન વચ્ચે લોડ- બેરિંગ તત્ત્વ કરીકે મહત્તમ ઈન્ટરપ્લે છે. નવા બેવડા આકારના સ્વિન્ગિંગ આર્મ તેના સીધા લિંકેજને આધારે ખાસ સંવેદનશીલ પ્રતિસાદ આપે છે. સસ્પેન્શન જ્યોમેટ્રી સ્થિતિસ્થાપકતા, ફીડબેક વધારે છે અને પાછળની પૈડાની મેકેનિકલ પકડને મજબૂત બનાવે છે.

ઓલ- ન્યૂ BMW S 1000 XR ચાર સ્ટાન્ડર્ડ રાઈડિંગ મોડ્સ ધરાવે છે- રેઈન, રોડ, ડાયનેમિક અને ડાયનેમિકપ્રો. ડાયનેમિકપ્રો મોડ સંપૂર્ણ કોન્ફિગ્યુરેબલ છે અને તેમની સવારીની શૈલીને અનુકૂળ વિકલ્પો સેટ કરવાની વ્યાપક શ્રેણી રાઈડરોને પ્રદાન કરે છે. થ્રોટલ પ્રતિસાદ, એન્જિન બ્રેક, ABS કંટ્રોલ અને ટ્રેકશન કંટ્રોલ, વ્હીલી કંટ્રોલ (નવા ‘પાવર વ્હીલી સેટિંગ સહિત) પહેલી વાર અલગથી કોન્ફિગર કરાઈ શકે છે. પાર્ટ ઈન્ટીગ્રલ BMW મોટરેડ ABS સિસ્ટમ્સ  સીધી રેખામાં બ્રેકિંગ સમયે કામગીરી અને સુરક્ષાની અત્યંત ઉચ્ચ માત્રા પ્રદાન કરે છે ત્યારે ABS પ્રો વધુ એક પગલું આગળ જતાં બેન્કિંગ પોઝિશનમાં પણ બ્રેકિંગ કરવા સમયે વધુ સુરક્ષા પ્રદાન કરવા આ પગલાંને વધુ આગળ લઈ જાય છે.

એડવેન્ટર ટુરરમાં BMW મોટરેડ ડાયનેમિક ESA (ઈલેક્ટ્રોનિક સસ્પેન્શન એડજસ્ટમેન્ટ)ની નવી પેઢી સ્ટાન્ડર્ડ તરીકે આવે છે.નવી વાલ્વ ટેકનોલોજીને આભારી સદાબહાર એડવેન્ચર સ્પોર્ટસ બાઈક સવારીના આરામની ઉચ્ચ સપાટી સાથે ગતિશીલ સવારીનો અનુભવ પ્રદાન કરે છે. BMW S 1000 XRમાં પહેલી વાર ડાયનેમિક બ્રેક આસિસ્ટન્ટ DBC(ડાયનેમિક બ્રેક કંટ્રોલ) બ્રેકિંગ મેનોવર્સ દરમિયાન રાઈડરને પણ ટેકો આપે છે.

ઉપરાંત MSR (Motorschleppmomentregelung) અથવા ડાયનેમિક એન્જિન બ્રેક કંટ્રોલ ઈલેક્ટ્રનિક પાછળનું પૈડું થ્રોટલ બંધ થાય અથવા સવારીના ડાઉનશિફ્ટસ દરમિયાન પરિણમી શકે તે લોકિંગ, સ્લિપેજ અથવા હોપિંગ નિવારે છે. MSR, BMW S 1000 XRની સ્થિરતા અને સુરક્ષા પાછળનું પૈડું સમયસર હોપિંગ થતું શોધીને મહત્તમ બનાવે છે અને ઉત્સ્ફૂર્ત રીતે થ્રોટલ વાલ્વ્સ ખોલીને ડ્રેગ ટોર્ક સમાન કરે છે. એન્ટી- હોપિંગ ક્લચ MSR સાથે સંયોજનમાં બાઈક પડવા સામે અને એન્જિન બ્રેકિંગ ટોર્ક સામે ઉત્તમ રક્ષણ આપે છે.

કક્ષામાં અવ્વલ 6.5-ઈંચ કલર TFT સ્ક્રીન ઈન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર સાથે BMW મોટરેડ કનેક્ટિવિટી માહિતી માટે બેજોડ ડિસ્પ્લે અને પહોંચ આપે છે. ઉપરાંત BMW મોટરેડ કનેક્ટેડ એપ સીધા TFT સ્ક્રીનના રોજબરોજના ઉપયોગ માટે અનુકૂળ હેન્ડી એરો આધારિત નેવિગેશન પ્રદાન કરે છે. ડાબા હાથ પર હેન્ડલ બાર પેનલ પર મલ્ટી- કંટ્રોલ ઝડપી, સુરક્ષિત અને સુવિધાજનક સ્ક્રીન કામગીરી અભિમુખ બનાવે છે.

સ્ટોરેજ બેગ્સ, બેકપેક્સ, રાઈડર ગિયર, નેવિગેશન અને કોમ્યુનિકેશનની રેન્જસાથે રાઈડિંગ અનુભવ વધુ બહેતર બનાવવા માટે રેટ્રોફિટ ઈક્વિપમેન્ટ અને ગિયર વિકલ્પોની વ્યાપક રેન્જ ઉપલબ્ધ છે. TFT સ્ક્રીન માટે એન્ટીલેફ્ટ એલાર્મ અને પ્રોટેક્ટિવ ગ્લાસ સાથે ગ્રાહકો રેડિયેટર ગ્રિલ, હેન્ડ પ્રોટેક્ટર, બ્રેક ડિસ્ક લોક જેવી સેફ્ટી એસેસરીઝ સાથે તેમની બાઈકને વધુ બહેતર બનાવી શકે છે. ઘરે અથવા ટુરિંગ સમયે ઝડપી મેઈનટેનન્સ એસેમ્બ્લી સ્ટેન્ડ, મલ્ટીફંકશનલ ટૂલ કિટ, ટાયર પ્રેશર ટ્રાવેલ પેક, ટ્યુબલેસ ટાયર્સ અને કોમ્પેક્ટ ફૂટ પંપ માટે બ્રેકડાઉન આસિસ્ટન્સ કિટ સાથે આસાન બનાવવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.