સુરત શહેરમાં મોબાઈલ ચોરીના વધી રહેલા કેસોથી પોલીસ પરેશાન
લીંબાયત, પુણા અને કાપોદ્રામાં મોબાઈલ ચોરી-લૂંટની ફરિયાદ- દરરોજ સંખ્યાબંધ લોકોને લૂંટતા મોબાઈલ ચોરો સામે પોલીસની ફિક્કી કામગીરી
સુરત, શહેરમાં દરરોજ અનેક મોબાઈલ ચોરી થવાની રફરિયાદો ઉઠી રહી છે ત્યારે આવા ચોરને પકડવામાં હજુ પોલીસ વામણી પુરવાર થઇ રહી છે. એક તરફ તસ્કરો મોબાઈલ ચોરી અને લૂંટ કરી પોલીસને ચેલેન્જ આપી રહ્યા છે ત્યારે બીજી બાજુ લોકોમાં પણ એક ડરનો માહોલ ઉભો થઇ રહ્યો છે.
ગતરોજ પણ એક જ દિવસમાં ત્રણ ત્રણ મોબાઈલ ચોરીની ફરિયાદો ઉઠવા પામી છે. પુણા, લીંબાયત અને કાપોદ્રા વિસ્તારમાં મોબાઈલ ચોરી અને લૂંટની ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવની વિગત એવી છે કે વરાછા હીરાબાગ પાસે આવેલ સહજ પર્ક રો હાઉસમાં રહેતા દર્શનાબેન નિલેશભાઈ ભુપતભાઈ વાઘાણી ગતરોજ સવારે ૧૧થી ૧૧.૩૦ વાગ્યાના અરસામાં ઘરમાં કામકાજ કરી રહ્યા હતા. આ સમયે એક ઈસમ હાથમાં હાથમાં નાની ચોપડી લઈને ગૌશાળાના નામે સોસાયટીમાં પૈસા માંગતો હતો.
દર્શાબેને ઘરમાં કામકાજમાં વ્યસ્ત હતા ત્યારે આ ઈસમે તેમની નજર ચૂકવી ઘરમાં પ્રવેશી ઘરમાં મુકેલ રૂપિયા ૨૦ હજારની કિંમતના વન પલ્સ મોબાઈલની ચોરી કરી ફરાર થઇ ગયો હતો. બાદમાં દર્શનાબેનને મોબાઈલ ચોરી થયાની જાણ થતા તેઓએ કાપોદ્રા પોલીસ મથકમાં અજાણયા ચોર ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અજાણયા ચોર ઈસમ સામે ૨૦ હજારની મોબાઈલ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જયારે બીજા બનાવમાં ગોડાદરા પર્વતગામ સારથી એવન્યુમાં રહેતા લોકેન્દ્ર કલ્યાણભાઈ સિંગ કલરકામનુ કોન્ટ્રાકટ ઉપર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગતરોજ લોકેન્દ્રભાઈ લીંબાયતમાં નીલકંઠ હાઈટ્સ પાસેથી ચાલતા ચાલતા જતા હતા. આ સમયે એક અજાણ્યા ઈસમ જેને શરીરે કાળા કલરનો ચોકડીવાળો શર્ટ પહેરેલ હતો તે તેમની પાસે આવ્યો હતો.
લોકેન્દ્રભાઈ હજુ કઈ સમાજે તે પહેલા જ તે ઈસમે તેમના હાથમાંથી રૂપિયા ૬૦૦૦ની કિંમતનો મોબાઈલ ખેંચી લીધો હતો. લોકેન્દ્રભાઈ તેનો પીછો કરે ત્યાં સુધીમાં તેનો રીક્ષા ચાલાક સાગરીત રીક્ષા લઈને ત્યાં આવી પહોંચ્યો હતો. જેથી મોબાઈલ ખેંચનાર ઈસમ રિક્ષામાં બેસી જતા રીક્ષા ચાલકે પુરપાટ ઝડપે રીક્ષા હંકારી મૂકી હતી. પોલીસે લોકેન્દ્રભાઈની ફરિયાદ લઇ અજાણયા ઈસમ તથા રીક્ષા ચાલાક સફેદ કલરનો લાઈનીગ વાળો શર્ટ પહેરેલ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રીજા બનાવમાં પુણા વિસ્તામાં મગોબ એસએમસી ક્વાટર્સમાં રહેતા નાનાભાઇ સુખલાલ મહીરે ગતરોજ પુણા પોલીસ મથકમાં મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેઓએ જણાવ્યું હતું કે ગતરોજ સવારે ૧૦ વાગ્યાના અરસામાં તે પરવત પાટીયા થી સરદાર માર્કેટ તરફ જતો હતો ત્યારે સરદાર માર્કેટ એક્ઝીટ ગેટ સામે આવતા ટ્રાફીક સિગ્નલ બંધ હોવાથી તે ટ્રાફિકમાં ઉભો હતો.
આ સમયે ડાબી બાજુના ભાગે એક ઓટો રીક્ષા ઉભેલ હતી તે દરમિયાનમા એક ઈસમ ઉ.વ.આશરે ૨૫ થી ૩૦ વર્ષનો ચાલતો ચાલતો આવી નાનાભાઈને બ્રેક તો માર તેમ કહેવા લાગેલ. તે દરમ્યાનમાં રીક્ષામાં પાછળ બેસેલ ઇસમ નાનાભાઇના ખભા ઉપર હાથ મુકી બન્નેને સમજાવવા લાગેલ અને ત્યારબાદ તે ઇસમ ત્યાંથી ચાલી ગયેલ અને થોડીવારમાં નાનાભાઈ અવધ માર્કેટ સામે આવતા શર્ટના ખિસ્સામા રાખેલ વીવો કંપનીનો મોબાઈલ ચોરી થઇ હોવાની તેમને જાણ થઇ હતી. જેથી તેઓએ પુણા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચોર સામે રૂપિયા ૬૦૦૦ની ચોરીનો ગુનો નોંધી તપાસ આદરી છે.