ગોદરેજ ઇન્ટેરિયોએ હેલ્થકેર ઉદ્યોગની વિવિધ જરૂરિયાતો પૂર્ણ કરવા હોસ્પિટલ બેડ ‘એક્યુરા’ની નવી રેન્જ પ્રસ્તુત કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/01/Godrej-Interio-‘Acura-1024x664.jpg)
એક્યુરા હોસ્પિટલમાં તમામ એરિયા – આઇસીયુ, વોર્ડ, પ્રાઇવેટ સ્યૂટ વગેરે માટે વન-સ્ટોપ સોલ્યુશન છે, જે ગ્રાહકોને હોસ્પિટલના વિવિધ વાતાવરણોની જરૂરિયાતો પૂરી કરવા જુદાં જુદાં વિકલ્પો પ્રદાન કરે છે
ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સે જાહેરાત કરી હતી કે, એનું બિઝનેસ યુનિટ, ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ, ઇન-હોમ અને સંસ્થાગત સેગમેન્ટ ગોદરેજ ઇન્ટેરિયોએ પ્લેટફોર્મ બેડ્સની વિશિષ્ટ રેન્જ પ્રસ્તુત કરી છે. એક્યુરા રેન્જનાં હોસ્પિટલ બેડ એક વિશિષ્ટ કન્સેપ્ટ છે,
જેમાં ગ્રાહક તેમના હાલના મેન્યુઅલ એક્યુરા બેડને મોટરાઇઝ ફંક્શન્સમાં અપગ્રેડ કરી શકે છે. નવી રેન્જ સાથે ગોદરેજ ઇન્ટેરિયો ગ્રામીણ અને શહેરી ભારતમાં હોસ્પિટલો માટે કામ કરવા, ટકાઉ માળખાગત સુવિધા માટેની જરૂરિયાત પૂર્ણ કરે છે.
અત્યારે દુનિયા જટિલ સ્વાસ્થ્ય અને ટેકનોલોજી ઇકોસિસ્ટમ્સ, દર્દીઓનું બદલાતું વયજૂથ અને હેલ્થકેર ખર્ચાઓમાં વધારા જેવી સમસ્યાઓનો સામનો કરી રહી છે. આ જ કારણસર હેલ્થકેર સાથે સંબંધિત તમામ પક્ષોને ઇનોવેટિવ હેલ્થકેર મોડલ્સ, અદ્યતન ટેકનોલોજીઓ, શ્રેષ્ઠ ઉપકરણ અને અન્ય માળખાગત મોડલ્સમાં રોકાણની શરૂઆત કરવાની જરૂર છે, જેથી દુનિયાનાં વિવિધ દેશો અનપેક્ષિત રોગચાળાઓ માટે તૈયાર થાય અને સ્વસ્થ દુનિયાનું નિર્માણ કરી શકે.
ભારતની હેલ્થકેર સિસ્ટમ એક વળાંક પર હોય એવું જણાય છે. કેટલીક સકારાત્મક સફળતાઓ હાંસલ થઈ છે, પણ કેટલીક ગંભીર ખામીઓ છે. ભારતીય હેલ્થકેર ઇકોસિસ્ટમ અનેક પડકારોનો સામનો કરી રહી છે, જેમાં એક ગંભીર પડકાર માળખાગત સુવિધાનો અને ફંડની ખેંચનો છે. આ સમસ્યાનું સમાધાન એક્યુરા રેન્જની હોસ્પિટલ બેડ સ્વરૂપે રજૂ કરવામાં આવ્યું છે, જેમાં ચોક્કસ જરૂરિયાતો અને બજેટ મુજબ બેડ બનાવવાનો વિકલ્પ સામેલ છે.
આ નવી પ્રોડક્ટના લોંચ પર ગોદરેજ ઇન્ટેરિયોના ચીફ ઓપરેટિંગ ઓફિસર અનિલ માથુરે કહ્યું હતું કે, “ગોદરેજ ઇન્ટેરિયોમાં અમારું મિશન દરેક જગ્યાએ રોજિંદા જીવનની ગુણવત્તામાં હંમેશા વધારો કરવાનું છે. ભારતીય હેલ્થકેર ક્ષેત્ર એના કવરેજ, સેવાઓ મજબૂત થવાથી અને સરકારી અને ખાનગી કંપનીઓ દ્વારા ખર્ચમાં વધારો કરવાથી ઝડપથી વિકસી રહ્યું છે.
જોકે આ અનુકૂળ વાતાવરણ ઊભું કરવાની સમસ્યાનો સામનો કરે છે, જે ખર્ચના પડકારને ઝીલવાની સાથે દર્દીઓને સૌથી વધુ સુવિધા અને સલામતી પ્રદાન કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે. અમે ગોદરેજ ઇન્ટેરિયોમાં હેલ્થકેર ઉદ્યોગનાં વિશિષ્ટ પડકારોને ધ્યાનમાં રાખીને વિવિધ ઇનોવેશન પર કામ કરવાનું જાળવી રાખીશું. એક્યુરા રેન્જનાં બેડ એનો પુરાવો છે.
ગ્રાહકોને વિવિધ વિકલ્પોમાં પસંદગી કરવાની તક મળે તથા તેમની જરૂરિયાતો મુજબ બેડ ક્રિએટ કરી શકશે તેમજ તેઓ હોસ્પિટલના સંકુલોમાં મેન્યુઅલમાંથી મોટરાઇઝ બેડમાં પરિવર્તન પણ કરી શકે છે. એનાથી હોસ્પિટલોને પછી એ જ બેડને અપગ્રેડ કરવામાં મદદ મળશે. ગોદરેજ ઇન્ટેરિયોએ વિવિધ ઇનોવેશન દ્વારા હેલ્થકેર સુવિધાઓમાં ગુણવત્તાયુક્ત અનુભવ પ્રદાન કરવાનો પ્રયાસ કર્યો છે, જે ગર્વની વાત છે.”
ગોદરેજ ઇન્ટેરિયોના એસોસિએટ વાઇસ પ્રેસિડન્ટ સમીર જોશીએ કહ્યું હતું કે, “ભારતનાં સૌથી મોટા ક્ષેત્રોમાં હેલ્થકેર સામેલ છે – જે આવક અને રોજગારી એમ બંને દ્રષ્ટિએ 16થી 17 ટકાના સીએજીઆર પર વધી રહ્યું છે. જોકે ભારતમાં હેલ્થકેર સુવિધાઓ ઘણી વાર બદલાતી જરૂરિયાતો પૂર્ણ કરતું નથી. ગોદરેજ ઇન્ટેરિયો હેલ્થકેર બિઝનેસ એવું વાતાવરણ ઊભું કરવા ધ્યાન કેન્દ્રિત કરે છે, જે સારવારની પ્રક્રિયામાં દર્દીઓ અને પરિવારજનોને ટેકો આપે છે.
આ અર્ગોનોમિક ડિઝાઇન ધરાવતું સારવારનું વાતાવરણ દર્દીઓ, સારવાર પ્રદાતાઓ અને ડૉક્ટરો સહિત તમામ પક્ષોની કાર્યદક્ષતા, સહાનુભૂતિ અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી પ્રસ્તુત થયેલી એક્યુરા રેન્જનાં હોસ્પિટલ બેડ અમારી ડિઝાઇન ફિલોસોફીને દર્શાવે છે, જે માનવકેન્દ્રિત અભિગમના સ્વીકાર અને દર્દી-ડૉક્ટર વચ્ચેની વાતચીતને સુધારવા માટે અનુકૂળ સ્પેસ સોલ્યુશન્સનો ઉપયોગ કરવા પર આધારિત છે.”
એક્યુરા બેડ હોસ્પિટલમાં તમામ એરિયા – આઇસીયુ, વોર્ડ, પ્રાઇવેટ સ્યૂટ વગેરે માટે વન-સ્ટોપ સોલ્યુશન છે. આ રેન્જ ગ્રાહકોને હોસ્પિટલના વિવિધ વાતાવરણની જુદી જુદી જરૂરિયાતો માટે ‘તમારી જરૂરિયાત મુજબ ખરીદી કરો’નાં વિકલ્પો પ્રદાન કરશે. વળી આ ભારતમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય હેલ્થકેરનો મોટા પરિવર્તનની ઇનોવેટિવ શરૂઆત પણ છે.