Western Times News

Gujarati News

વયોત્સવ ફાઉન્ડેશને વૃદ્ધાશ્રમના વડિલો સાથે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી

હંમેશા વડીલો ના સારા  સ્વાસ્થ્ય માટે લોકહિતાર્થે સામાજિક પ્રવૃતિઓ કરતી સંસ્થા વયોત્સવ ફાઉન્ડેશન એ આજ રોજ ૭૨ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી સિંગરવા ખાતે આવેલ વૃદ્ધાશ્રમના વડિલો સાથે કરી. જેમા એમ એમ કન્યા વિદ્યાલય, સિંગરવા ના પ્રિન્સીપલ મેડમ,શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થીનીઓ પણ સામેલ થયા હતા.

સવારે વડીલો સાથે ધ્વજવંદનનો કાર્યક્રમ કર્યો અને ત્યારબાદ પ્રદીપભાઈ જાદવ અને તેમની ટીમ ના સહયોગથી વડીલોને હળવી રમતો રમાડવાનુ આયોજન કરવામાં આવ્યુ  જેમા સૌઅ વડીલ માતાઓ એ ભાગ લીધો અને સહકાર પુરો પાડ્યો દરેકે ખુબ મજા કરી. આ પ્રવૂતિ કરવા પાછળ નો મુખ્ય હેતુ તેઓના ચહેરા પર ખુશી નો અહેસાસ કરાવવાનો હતો.

સંસ્થા ના પ્રમુખશ્રી ડો. જતીન પાડલીયા જણાવે છે કે વષૅ દરમ્યાન આવતા દરેક તહેવાર અમે અલગ અલગ વૂધ્ધાશ્રમો માં જઈ ને ઉજવીએ છીએ તેઓની સાથે સમય પસાર કરી કઈક અંશે મદદરૂપ બનવાનો હંમેશા પ્રયત્ન કરીએ છીએ. અંતે સૌએ વડીલોના આશીર્વાદ મેળવ્યા.

આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખશ્રી ડો.જતીન પાડલીયા, કન્યા વિદ્યાલય ના પ્રિન્સિપાલ મેડમ ભાવનાબેન ચૌધરી તેમજ સ્ટાફ મિત્રો અને વૃદ્ધાશ્રમ ના સંચાલક માયાબેન તેમજ  સોશિયલ વકૅર પ્રદીપભાઈ જાદવ અને ટીમ તેમજ રાધાબેન પાલ હાજર રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.