SVIT-વાસદ ખાતે ૭૨મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી
નેસ્ટ – વાસદ ના ટ્રસ્ટી શ્રી ભાવેશભાઈ પટેલ વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.
૭૨માં ગણતંત્ર દિવસની ઉજવણી એસવીઆઇટી વાસદ ખાતે ખૂબ સારી રીતે અને કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે સોશ્યલ ડિસ્ટન્સીની સાથે કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નેસ્ટ-વાસદ ના સેક્રેટરી શ્રી ભાવેશભાઈ પટેલ ના વરદહસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. અને ત્યાર પછી એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને સ્ટાફ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં મહેમાનોનું પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય (એન્જિનિયરિંગ) ડૉ. એસ. ડી. ટોલીવાલે ઉપસ્થિત જનસમુદાય સમક્ષ પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું હતું કે કઠિન પરિશ્રમ દ્વારા પોતાની મંઝિલ પ્રાપ્ત કરવી જોઈએ.
આચાર્ય (આર્કિટેક્ચર) શૈલેષ નાયર દ્વારા ગણતંત્ર દિવસ નો ઇતિહાસ જણાવતાં કહ્યું હતું કે આવનાર સમયમાં બધાએ સાથે મળીને દેશના વિકાસમાં યોગદાન આપવું પડશે.
મુખ્ય અતિથિ પદે થી પોતાનું પ્રાસંગિક પ્રવચનમાં શ્રી ભાવેશભાઇ પટેલે (સેક્રેટરી નેસ્ટ વાસદ) જણાવ્યું હતું કે નવા ભારતના નિર્માણમાં આજના યુવાનો ખૂબ મોટી ભૂમિકા નિભાવી શકે છે તેમને કોરોનાની મહામારી સામે લડી રહેલા દેશને પોતાના જ્ઞાન અને કૌશલ્ય ની સહાયથી મદદ કરવી જોઈએ અને પોતાનું યથાશક્તિ યોગદાન આપવું જોઈએ જેથી અખંડ ભારતનું નિર્માણ થઈ શકે.
આ પ્રસંગે કોલેજનો સ્ટાફ, વિદ્યાર્થીઓ, એન.એસ.એસ. ના સ્વયંસેવકો અને મોટી સંખ્યામાં આસપાસના ગ્રામ્યજનોએ આ રાષ્ટ્રીય પર્વ મા જોડાઈ રાષ્ટ્રીય પર્વની ઉજવણી હર્ષોઉલ્લાસ સાથે કરી હતી.
આ પ્રસંગે કોલેજના સર્વે સ્ટાફ અને વિદ્યાર્થી મિત્રો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો અને એન.એસ.એસ.ના સ્વયંસેવકોએ પોતાની સેવાઓ પૂરી પાડી હતી.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષ શ્રી ભાસ્કરભાઈ પટેલ સેક્રેટરી શ્રી ભાવેશભાઇ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પટેલ, આચાર્ય ડૉ. એસ.ડી.ટોલીવાલ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી સર્વે ને શુભેચ્છાઓ પાઠવવા મા આવી હતી.