Western Times News

Gujarati News

“સ્ટ્રેટેજિક ટેલેન્ટ એન્ડ ટેક્નોલોજી મેનેજમેન્ટ” વિષય પર ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ

તાજેતર માં, સ્વર્ણિમ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન યુનિવર્સિટી,ગાંધીનગર દ્વારા ઇન્ડસ્ટ્રી અને ટેક્નિકલ ભાવિ માર્કેટ ટ્રેન્ડ, એડોપટિંગ અને ઇન્ડસ્ટ્રી માંગ અનુસાર ટેલેન્ટ ને તૈયાર કરવા અંગે” ફેસબુક લાઇવ દ્વારા આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઇ-આંતરરાષ્ટ્રીય પરિષદના વર્ચ્યુઅલપ્લેટફોર્મ માં માઇક્રોસોફ્ટ- સિંગાપોર, નાઈટવોચ – યુએસએ, મહિન્દ્રા ઓટોમેશન, સિલ્વર ટચ અને સિનોપટેકના આંતરરાષ્ટ્રીય સ્પીકર્સ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રોગ્રામ નું ઉદઘાટન શ્રી આદિ જૈન- વાઇસ પ્રેસિડેન્ટ, ડો.કાર્તિક જૈન- પ્રોવોસ્ટ અને શ્રી નિમિષ દવે- ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ હેડ દ્વારા કરવામાંઆવ્યુંહતું.

ડો.કાર્તિક જૈને તેમના મંતવ્ય માં આવી વિકટ પરિસ્થિતિ કેવી રીતે બધા માટે તકમાં ફેરવી શકાય છે તેના વિવિધ પાસાઓ પર ખુબ પ્રેરણાત્મક ઉદાહરણો આપીને વિસ્તૃત ચર્ચા કરી હતી.

શ્રી પુનીત ઘનસાની- સિનિયરઆર્કિટેક – એશિયા , MICROSOFT એ આંતરરાષ્ટ્રીય વ્યવસાયના મહત્વના પાસાઓ ની જરૂરી  માહિતી અને માર્કેટ ટ્રેન્ડ વિષે વિસ્તૃત ચર્ચા કરી હતી.તેમ જ એપ્લાઇડ ટેકનોલોજી, ટેકનોલોજી માળખું, તકનીકી મૂળભૂત અને ઔગ્મેન્ટેડ રિયાલિટીના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.

જ્યારે વિદ્યાર્થીઓએ શ્રી પુનીત જી ને  પૂછ્યું કે તમારા મતે મિકેનિકલ, આઇસી અથવા સિવિલ જેવા ક્ષેત્રોના એન્જિનિરીંગ સ્નાતકો માટે આઈટી અને  કોમ્પ્યુટર સાયન્સ ના ઇન્ડસ્ટ્રી ફિલ્ડ માં કેવી રીતની નોકરી ની તકો રહેલી છે ?

શ્રી પુનીત ઘનશાની જી, આ પ્રશ્નના જવાબમાં સૂચવે છે કે, ઇન્ફોરમેશન ટેકનોલોજી હવે એન્જિનિયરિંગના જુદા જુદા પાસાઓનો એક ભાગ છે, જેની આપણે પહેલા કલ્પના પહેલાં કરી ન હતી. જો આપણે બાંધકામ પર નજર કરીએ તો, સ્માર્ટ ઇમારતો કાર્બન ફૂટ પ્રિન્ટને મોનિટર કરવા અને ઘટાડવા માટે ડિજિટલ ટુલ્સની વિભાવના અપનાવી રહી છે, અથવા  ફેક્ટરીઓ સ્માર્ટ અને કનેક્ટેડ ફેક્ટરીઓમાં ફેરવાઈ રહી છે અને ત્યાં ઉત્પાદનની ગુણવત્તા અને થ્રુપુટમાં સુધારો કરશે.આઇટી થી આપણા ઉદ્યોગો ની જે પ્રગતિ થાય છે તેના વિશે આપણે પોતાને ઉપડૅટ રાખવાની જરૂર છે.

જ્યારે વિદ્યાર્થીઓએ શ્રી મનન ઠક્કર – (પ્રેક્ટિસ મેનેજર) કન્સલ્ટિંગ ,synoptek  ને પૂછ્યું કે વિદ્યાર્થી તરીકે, હું ટેકનોલોજી કન્સલ્ટિંગમાં કેવી રીતે પ્રવેશ કરી શકું? તેમાં પડકારો અને વિકાસની તકો શી  છે? અને ટેકનોલોજી કેવી રીતે વ્યવસાયોને નવીનતા અને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે?

શ્રી મનને આ સવાલનો જવાબ આપ્યો હતો કે ટેકનોલોજી કન્સલ્ટિંગ એ વ્યવસાય અને તકનીકી સમજને યોગ્ય કેવી રીતે રાખવી તે  દર્શાવે છે.વિદ્યાર્થીઓ તેમના અભ્યાસક્રમ ના ભાગરૂપે ટેક્નોલોજી નું  જ્ઞાન મેળવે છે અને તે જ જ્ઞાન પ્રાપ્ત કરતી વખતે, તેઓએ અલગ અલગ વ્યવસાયો કેવી રીતે કાર્ય કરે છે તે પણ શોધવું જોઈએ.

આ તકનીકીની સહાયથી વ્યવસાયોને કેવી રીતે સરળ બનાવવામાં આવશે તે વિશે વધુ શીખવામાં તેમને સક્ષમ કરશે. વિધાર્થીઓ નું ધ્યાન ટેકનોલોજી ના નવીન અમલીકરણની, ઉપગ્રેડ પ્રોસેસ ની આસપાસ હોવું જોઈએ. વિદ્યાર્થીઓને કારકિર્દી માં સફળતા મેળવવા તેમના વિદ્યાર્થી જીવન દરમિયાન વાસ્તવિક જીવનની સમસ્યાઓ હલ કરવા માટે વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરીને સંબંધિત તકનીકીનું ઊંડાણપૂર્વક જ્ઞાન મેળવવું પડશે. તેમના મતે વિદ્યાર્થીઓએ સ્પષ્ટ લક્ષ્ય નક્કી કરવું પડશે અને તેને પ્રાપ્ત કરવા માટે તેમનો માર્ગ બનાવવો પડશે..

શ્રી ગૌરવ ઘેલાણીએ – રિજનલ હેડ- એકેડેમિક ઇન્ટરફેસ પ્રોગ્રામ -(ટીસીએસ) તેમના વર્ચ્યુઅલ સંબોધનમાં જણાવ્યું હતું કે, એમ્પ્લોયીની (કર્મચારીઓની)  જરૂરિયાત સતત બદલાતી રહે છે, રોજગાર ક્ષેત્રનો દ્રષ્ટિકોણ, માર્કેટિંગ કુશળતા જે તે સંસ્થાઓ દ્વારા જરૂરી રહેશે કારણકે ગ્રાહકો હવે તેમની અભિગમમાં વધુ સમજદાર અને જાગૃત બન્યા છે.

શ્રી આદર્શ પરીખ એસોસિએટ વાઇસપ્રેસિડેન્ટ – Silvertouch Technology એ તેમના ડિજિટલ ટ્રાન્સફોર્મેશન વિષય પર એક ખૂબ જ રસપ્રદ અને માહિતીલક્ષી ભાષણ આપ્યું હતું તેઓ એ જણાવ્યું હતું કે લોકોએ કેવી રીતે રોજિંદા જીવનમાં મશીનલર્નિંગ, થિંગ્સ ઓફ ઈન્ટરનેટ અને રોબોટિક્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું હતું તે અંગે પોતાના અનુભવો જણાવ્યા હતા.

શ્રી હબીબ રહેમાન રાઉથર – હેડ HR & EHS – Mahindra CIE Automotive Limited એ- માર્કેટમાં ફ્યુચર ટ્રેન્ડ અંગે અગત્યનું સેશન લીધું હતું.તેમણે બ્રાન્ડિંગની સુસંગતતા અને આધુનિક માર્કેટિંગની ક્ષમતાઓને સુધારણા સાથે વાતની શરૂઆત કરી હતી. તેમણે માર્કેટિંગની નવી માંગ અને ટ્રેન્ડને પહોંચી વળવા માટે મુખ્ય ક્ષમતાઓ ની ઓળખ વિષે વાત કરી હતી.

આ ઇન્ટરનેશનલ કોન્ફેરેન્સનું સફળતાપૂર્વક આયોજન શ્રી નિમિષ દવે – હેડ ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ, ડૉ.નિલેશપટેલ – ટેક્નોલોજી પ્રિન્સિપાલ અને ર્ડો. અર્ચના પાંડે – હેડ ઓફ ડીપાર્ટમેન્ટ સાયન્સ દ્વારા કરવામાંઆવ્યુંહતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.