જામનગરની પાઘડી પહેરી પ્રધાનમંત્રી મોદીએ ફરકાવ્યો તિરંગો
નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૭૨મા ગણતંત્ર દિવસ સમારંભ માટે ખાસ પ્રકારની પાઘડી પસંદ કરી છે. તેમણે આ વખતે ગુજરાતના જામગનરની ખાસ પાઘડી પહેરી છે. જામનગરના શાહી પરિવારની તરફથી આવી પાઘડી તેમને ગિફ્ટમાં અપાઇ હતી.
મોદી દર વર્ષે ગણતંત્ર દિવસ પર અલગ પ્રકારની પાઘડી પહેરતા દેખાય છે. ગયા વર્ષે તેમણે બાંધણી પહેરી હતી જે કમર સુધીની છે. કેસરિયા રંગની પાઘડીમાં પીળો રંગ પણ હતો. ૨૦૧૫થી લઇ અત્યાર સુધીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ પર મોદી ખાસ પ્રકારની પાઘડીઓ પહેરતા દેખાય છે.
પ્રધાનંત્રી મોદી ૭૨મા ગણતંત્ર દિવસ પર જામનગરની પાઘડી પહેરતા દેખાયા. તેમણે ઇન્ડિયા ગેટ પર આવેલ નેશનલ વોર મેમોરિયલ જઇ વીરગતિ પ્રાપ્ત કરનાર દેશના બહાદુર જવાનોને શ્રદ્ઘાંજલિ પાઠવી. તેમની સાથે ત્રણે સેનાઓના પ્રમુખ પણ હાજર રહ્યા. ૭૧મા ગણતંત્ર દિવસના અવસર પર પ્રધાનમંત્રી મોદીએ ‘બાંધણી’ને પસંદ કરી હતી. કેસરિયા રંગની પાઘડીનો એક ભાગ કમર સુધી જતો હતો. ૭૦મા ગણતંત્ર દિવસ અવસર પર પીએમ મોદીએ પીળી પાઘડી પહેરી હતી. તેમાં લીલો રંગ પણ સમાવિષ્ટ હતો અને થોડીક સોનેરી રેખાઓ પણ હતી. સાથો સાથ તેમણે સ્લીવલેસ જેકેટ અને સફેદ કુર્તો પહેર્યો હતો.
૨૦૧૮ના ગણતંત્ર દિવસ દરમ્યાન પીએમ મોદીની પાઘડી કેટલાંય રંગો વાળી હતી. તેમનું પોકેટ સ્કવેયર પણ મલ્ટીકલરનું હતું. મોદીએ એ વર્ષે ક્રીમ રંગનો કુર્તો અને કાળા રંગના બંધ ગળાના જેકેટ સમારંભ માટે પસંદ કર્યું હતું. ૨૦૧૭ની સાલમાં પીએમ મોદીએ પાઘડી માટે ગુલાબી રંગ પસંદ કર્યો હતો. તેમાં એક બોર્ડર હતી અને સાથો સાથ સિલ્વર રંગની પણ છાપ હતી. મોદીએ સફેદ ડૉટસવાળા બ્લેક સ્લીવલેસ જેકેટ પહેર્યા હતા.