Western Times News

Gujarati News

રાજ્યમાં આગામી બે દિવસ સુધી ભારે ઠંડા પવનો ફૂંકાશે

Files Photo

અમદાવાદ: રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. જાે કે હવામાન વિભાગ દ્વારા હજી પણ બે દિવસ સુધી ઠંડીનો ચમકારો યથાવત્ત રહેવા અથવા તો વધવાની આગાહી કરી છે. કચ્છ, સૌરાષ્ટ્ર, પોરબંદર, ભાવનગરમાં સૌથી વધારે અસર જાેવા મળશે તેમ જણાવ્યું હતું. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નાલિયામાં ૩ ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં ૧૦ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે. ગાંધીનગરમાં ૮, રાજકોટ, કેશોદ, પોરબંદર અને અમરેલી સહિત સૌરાષ્ટ્રનાં અનેક વિસ્તારોમાં ૯ ડિગ્રીએ તાપમાન પહોંચ્યું છે.

હવામાન વિભાગના અનુસાર આગામી ૫ દિવસ સુધી હજી પણ ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડીનો ચમકારો જાેવા મળશે. કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી શકે છે. રાજ્યનાં ૮ શહેરોમાં સિંગલ ડિજીટમાં ઠંડી જાેવા મળી હતી. એક જ દિવસમાં નલિયા અને પોરબંદરમાં સામાન્ય કરતા ૬ ડિગ્રી જેટલું તાપમાન નીચે ગગડી ગયું છે. અમદાવાદમાં પણ આગામી દિવસમાં ૯થી૧૦ ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લે થોડા સમય માટે તાપમાન સામાન્ય થયા બાદ અચાનક તાપમાન ગગડી જતા ફરી એકવાર ગુજરાતમાં ઠંડીનો ચમકારો જાેવા મળ્યો હતો. જેના કારણે ગુજરાતીઓ ફરી એકવાર સ્વેટર અને ધાબળા અને તાપણીના સહારે પહોંચી ગયા છે. ઠંડીના ચમકારા અને ખાસ કરીને વધી ગયેલા ધુમ્મસનાં કારણે વહેલી સવારનાં જનજીવન પર ખાસ્સી અસર જાેવા મળી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.