મોડાસા શહેરના ગાયત્રી ચેતના કેન્દ્રમાં પ્રજાસત્તાક પર્વમાં “આસ્થા સાથે દેશભક્તિ” નો રંગ : ગાયત્રી માતાને ત્રિરંગા શ્રુંગાર
કોરોના સંક્રમણ વચ્ચે પણ લોકોમાં દેશભક્તીનો જુવાળ યથાવત જોવા મળી રહ્યો છે ૭૨ માં પ્રજાસત્તાકદિનની સમગ્ર દેશમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અરવલ્લી જીલ્લાના અબાલ,વૃદ્ધ સૌકોઈ દેશભક્તિના રંગે રંગાયા હતા ત્યારે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલા જાણીતા ગાયત્રી ચેતના કેન્દ્રમાં બિરાજતા ગાયત્રી માતાને ત્રિરંગાના વાઘા પહેરાવાતા મંદિર પરિસરમાં ગણતંત્ર દિવસનો રંગ છવાયો હતો
ત્રિરંગા સ્વરૂપે ગાયત્રી માતાના દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગાયત્રી માતાના ઉપાસક કમલેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર મંદિરના પૂજારી અને ઉપાસકો દ્વારા અનોખા વાઘા સાથે મંદિર પરિસર સજાવતા “આસ્થા સાથે દેશભક્તિ” નો માહોલ સર્જાયો છે
૭૨ મા પ્રજાસત્તાક પર્વ નિમિતે મોડાસા ખાતેના ગાયત્રી ચેતના કેન્દ્રમાં શોભાયમાન વેદમાતા ગાયત્રીને તિરંગા રંગમાં શૃંગાર કરાતા ચેતના કેન્દ્રમાં રાષ્ટ્ર ભક્તિના દર્શન થયા હતા રાષ્ટ્રીય પર્વની ભાવના સાથે મોડાસા શહેરના આસપાસના ગાયત્રી ઉપાસકો રાષ્ટ્રની અખંડિતતા અને સીમા સુરક્ષા જળવાઈ રહે તે માટે તેમજ રાષ્ટ્ર ખૂબજ સમૃદ્ધિ અને સશક્તિકરણ માટે તેજ ગતિથી આગળ વધી ખૂબજ પ્રગતિ પામે અને કોરોના રુપી મહામારીના કારણે સામૂહિક સ્વાસ્થ્યની ચિંતામાંથી સમગ્ર દેશ તીવ્ર ગતિથી મુક્ત થાય એવી ભાવના ની માતાજીને પ્રાર્થના કરી હતી. સાથે આજના દિવસે સૌ ગાયત્રી ઉપાસકો પોતાના ઘેર સૌ પરિવારજનો દ્વારા વિશેષ પ્રાર્થના તેમજ દિપયજ્ઞ કરી રાષ્ટ્ર માટે ગાયત્રી મહામંત્ર દ્વારા વિશેષ આહુતિ આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું