પિતાની સારવાર માટે અમદાવાદ જવા વર્ના કાર માંગી, બારોબાર વેચી મારી

મિત્ર,દોસ્ત આ એક એવું સંબંધ છે માણસ પોતે બનાવે છે, નહીતરં બાકીના બધા સંબંધતો જન્મથી જ બની જાય પણ મિત્રતા એક સંબંધ છે જે સગો ન હોવા પણ સગા કરતા વધુ નિકટતા ધરાવતો હોય છે લોકોના વચ્ચે મિત્રતા એક વિશ્વાસપાત્ર અને નિષ્ઠાવાન સંબંધ છે.
ત્યારે મોડાસામાં મિત્રતાના નામે મિત્રએ જ ધબ્બો માર્યો હોય તેવી ઘટના બહાર આવી છે જેમાં એક મિત્રએ તેના પિતાને સારવાર માટે અમદાવાદ લઇ જવાનું જણાવી વેપારી મિત્ર પાસેથી વર્ના કાર લઇ ગયા પછી કાર બરોબર વેચી મારતાં અને વેપારીને થાય તે કરી લે ની ધમકી આપતા વેપારી યુવકે તેના મિત્ર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં અરજી આપતાં મિત્ર કાર પોલીસ સ્ટેશન મૂકી દીધી હતીય
જોકે ગાડીના હપ્તા ચડ્યાં હોઇ અને ઘસારાનો ખર્ચ આપવાનો ઇન્કાર કરતાં વેપારી મિત્રએ મિત્ર સામે જ પોલીસ ફરીયાદ નોંધાવતા સમગ્ર શહેરમાં મિત્રતામાં દગો આપનાર યુવક અને સમગ્ર ઘટના શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.
મોડાસા શહેરમાં ક્લોથ સ્ટોર્સ ધરાવતા વેપારી યુવક નિલેશ ધનવાણી પાસે તેના મિત્ર અને શહેરની સાબલીયા એસ્ટેટ સોસાયટીમાં રહેતા મિત્ર મોં.સિદ્દીક જાકીર હુસૈન ટીંટોઈયાએ ૨૦ માર્ચ ૨૦૨૦ના દિવસે તેના પિતા બીમાર હોવાથી અમદાવાદ દવાખાને ડોક્ટરને બતાવવા જવાનું હોવાથી કાર માંગતા નિલેશ ધનવાણીએ તેની વર્ના કાર મોં.સિદ્દીક ટીંટોઇયાને આપી હતી
અને રાત્રે પરત આપી જવાનો વાયદો કર્યા બાદ મોં.સિદ્દીક ટીંટોઇયાએ તેના પિતાને વધુ સારવારની જરૂર હોવાથી ફોન કરીને કહેલ કે, હજી બે-ત્રણ દિવસ અમદાવાદ રોકાવાનું થશે. તેમ જાણ કર્યા બાદ કોરોનાની મહામારીને કાબુમાં લેવા લાગુ કરાયેલ લોકડાઉનનો ફાયદો ઉઠાવી લોકડાઉન લોકડાઉન ખુલે ત્યારે કાર આપું તેવા વાયદા કર્યા રાખતો હતો.
આખરે નિલેશ ધનવાણીને તેની વર્ના કાર બરોબર વેચી મારી હોવાની જાણ થતા પોલીસે સ્ટેશને અરજી કરતા મોં.સીદીક ટીંટોઇયા કાર પરત આપી દીધી હતી, આખરે મિત્રતામાં દગો કરનાર યુવકને સબક શીખવાડવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
મોડાસા ટાઉન પોલીસે નિલેશ ધનવાણીની ફરિયાદના આધારે મોં.સિદ્દીક જાકીર હુસૈન ટીંટોઈયા વિરુદ્ધ આઇપીસી કલમ 406, 420 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર નીલેશ ધનવાણી પાસેથી મોં.સિદ્દીક માર્ચ મહિનામાં વર્ના કાર લઇ ગયા બાદ પરત આપવામાં ગલ્લાંતલ્લાં કરતા નિલેશ ધનવાણીએ ગત ૧૦ સપ્ટેમ્બરે મોં.સીદીક ટીંટોઈયાના ઘરે તપાસ કર્યા બાદ પણ કાર મળી ન હતી.
જે બાદમાં આરોપીને ફોન કરતાં તેને કહેલ કે, તારી કાર મે વેંચી નાંખેલ છે, તારાથી થાય તે કરી લેજે. આ તરફ ફરીયાદીએ પોલીસમાં અરજી આપતાં આરોપી ૩૧ ડીસેમ્બરે કાર પોલીસ સ્ટેશને મુકવા આવ્યો હતો. જોકે ગાડીના હપ્તાં ચઢેલ હોઇ અને ઘસારો થયો હોઇ ફરીયાદીએ ખર્ચો માંગતાં આરોપીને ના પાડી દીધી હતી.જેને પગલે સમગ્ર કિસ્સો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો