અજાણ્યા હુમલાખોરોએ કરેલા ફાયરિંગમાં બિહાર ભાજપના પ્રવક્તા ઈજાગ્રસ્ત

પટના, બિહારના મુંગેરમાં ભાજપના પ્રદેશ પ્રવક્તા ડો.અજફર શમ્સી પર ફાયરિંગ થયુ હોવાના અહેવાલો મળી રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણએ ડો.શમ્સીને મુંગેરની ઈવનિંગ કોલેજ પાસે બદમાશોએ ગોળી મારી હતી.તેમને હોસ્પિટલમાં ભરતી કરાયા છે.ભાજપના એક મોટા ગજાના નેતા પર ફાયરિંગના પગલે ચકચાર મચી ગઈ છે.ડો.શમ્સી ઈવનિંગ કોલેજમાં પ્રોફેસર પણ છે.મળતી વિગતો પ્રમાણએ તેઓ પોતાની કારમાંથી નીકળીને કોલેજના કેમ્પસમાં પ્રવેશી રહ્યા હતા ત્યારે પહેલેથી જ ઘઆત લગાવીને બેઠેલા બદમાશોએ તેમને નિશાન બનાવ્યા હતા.
ગોળીબાર કરનારાઓએ ડો.શમ્સી જેવા ગાડીમાંથી નિકળ્યા કે તરત ફાયરિંગ શરુ કર્યુ હતુ.જેના પગલે શમ્સી સ્થળ પર જ ઢળી પડ્યા હતા.તેમના પર બે રાઉન્ડ ફાયરિંગ થયુ છે.જોકે તેમના પર હુમલાનુ કારણ હજી સુધી જાણવા મળ્યુ નથી.પોલીસ આ ઘટના બાદ એક્શનમાં આવી હતી અને તપાસ શુ કરી હતી.
બિહાર ભાજપનુ કહેવુ છે કે, ડો.શમ્સી હાલમાં સુરક્ષિત છે અને હુમલાખોરોને શોધવા માટે પોલીસ વહેલી તકે કાર્યવાહી કરે તેવી આશા છે.