ટ્રેક્ટર રેલી હિંસા બાદ ટ્વિટરે 300 એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા
નવી દિલ્હી, દિલ્હી હિંસા પછી ગુપ્તચર વિભાગ દ્વારા સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર ખૂબજ નજર રખાઈ રહી છે. ભડકાઉ પોસ્ટ કરનારા પોલિસના રડાર પર છે. આ વચ્ચે ટ્વિટરે પણ એવા લોકોને ચિન્હિત કરવાનું નક્કી કરી દીધું છે. ટ્વિટરે 300 એકાઉન્ટ સસ્પેન્ડ કર્યા છે. આ લોકોએ હાલની સ્થિતિને ભડકાવવાના પ્રયાસો કર્યાહતા.
ટ્વિટર પ્રવક્તાએ કહ્યું કે, અમે હિંસા, દુર્વ્યવહાર અને ધમકાવાના અને માહોલ ખરાબ કરવા ઉકસાવનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. આવી પોસ્ટ ઓફલાઈન પણ માહોલ ખરાબ કરી શકે છે. એવા 300 લોકોના ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દીધા છે જેઓએ ભડકાઉ પોસ્ટ કરી હતી. ટ્વિટરે એવું પણ નક્કી કર્યું કે ઉશ્કેરનારા કોઈ પણ હેશટેગને ટ્રેન્ડ સેક્શનમાં નહીં લાવવામાં આવે.