‘સ્કિન ટૂ સ્કિન કોન્ટેક્ટ નહીં તો યૌન શોષણ નહીં’- નિર્ણય પર સુપ્રીમ કોર્ટની રોક
નવી દિલ્હી: બોમ્બે હાઈકોર્ટ દ્વારા પોક્સોના એક કેસમાં આરોપીને છોડી દેવાના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે બુધવારે રોક લગાવી છે. સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ પાસેથી વિસ્તૃત જાણકારી માંગી છે. આ સંબંધમાં સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાધીશે જણાવ્યું કે હાઈકોર્ટ પાસેથી વિસ્તૃત જાણકારી માંગવામાં આવશે. એટર્ની જનરલે કોર્ટમાં આ કેસને ઉઠાવ્યો.
એટર્ની જનરલે તેને ખતરનાક ગણાવતા આ પ્રશ્ન ઉઠાવ્યો હતો, ત્યારબાદ સુપ્રીમ કોર્ટે તેના પર રોક લગાવતા આરોપીને મુક્ત કરવા પર પણ રોક લગાવી દીધી છે.
તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટે તેના એક આદેશમાં જણાવ્યું હતુ કે કોઈ સગીરાના વક્ષ સ્થળને (સ્કિન ટૂ સ્કિન ટચ વિના) સ્પર્શવું પૉસ્કો એક્ટ POCSO (Protection of Children from Sexual Offences) અંતર્ગત યૌન શોષણની શ્રેણીમાં નથી આવતું. આ નિર્ણયમાં હાઈકોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કર્યો હતો. આ આરોપી પોક્સો એક્ટ હેઠળ આરોપી હતો. કોર્ટે આરોપીને નિર્દોષ જાહેર કરવાનો આધાર એ વાતને બનાવ્યો કે સગીરા સાથે આરોપીનો સીધો શારિરિક સંપર્ક નથી થયો.