કૃષિ કાયદાના વિરોધમાં હરિયાણાના ધારાસભ્ય ચૌટાલાનું રાજીનામું
નવી દિલ્હી: ઇન્ડિયન નેશનલ લોક દળ (INLD)ના ધારાસભ્ય અભય સિંહ ચૌટાલાએ કેન્દ્રના નવા કૃષિ કાયદાને લઇને હરિયાણા વિધાનસભામાંથી રાજીનામું આપ્યુ છે. સ્પીકરે તેમનું રાજીનામું સ્વીકાર કરી લીધુ છે.
મહત્વપૂર્ણ છે કે 11 જાન્યુઆરીએ ચૌટાલાએ રાજીનામું આપ્યુ હતું, તેમણે કહ્યુ હતું, “મને ખુરશી નહી મારા દેશનો ખેડૂત ખુશ જોઇએ. સરકાર દ્વારા લાગુ આ કાળા કાયદા વિરૂદ્ધ હું પોતાનું રાજીનામું પોતાના વિધાનસભા વિસ્તારની જનતા વચ્ચે હસ્તાક્ષર કરી ખેડૂતોને સોપવાનો નિર્ણય લીધો છે. આશા કરૂ છું કે દેશનો દરેક ખેડૂત પુત્ર રાજકારણથી ઉપર આવીને ખેડૂતોની સાથે આવશે.”
અભય ચૌટાલા હરિયાણાના નાયબ મુખ્યમંત્રી અને જન નાયક જનતા પાર્ટી (જેજેપી)ના અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાના કાકા છે. મહત્વપૂર્ણ છે કે ખેડૂત સંગઠન 63 દિવસથી દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે. આ ખેડૂત ત્રણ નવા કૃષિ કાયદાને પરત લેવાની માંગ કરી રહ્યા છે.