Western Times News

Gujarati News

ખેડુત આંદોલનમાં પડી ફુટ, બે ખેડુત સંગઠનોએ આંદોલનથી પોતાને કર્યાં અલગ

નવી દિલ્હી, પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં ખેડુતો દ્વારા કરવામાં આવેલી હિંસા બાદ ખેડુતોનું આંદોલન નબળું પડ્યું છે. એકબાજુ દેશભરમાં ખેડુતો સામે ગુસ્સો જોવા મળી રહ્યો છે. જ્યારે બીજી તરફ ખેડુત સંગઠનોમાં ફુટ પડતી નજર આવી રહી  છે. બે ખેડુત સંગઠનોએ પોતાને આ આંદોલનથી અલગી કરી દીધું છે.

અખિલ ભારતીય ખેડુત સંઘર્ષ સમન્વય સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષ વીએમ સિંહે કહ્યું કે, તેઓ આ આંદોલનથી પોતાને અલગ કરી રહ્યાં છે. આ સિવાય ભાનૂ સંગઠને પણ ખેડુત આંદોલન પૂર્ણ કરવાની જાહેરાત કરી દીધી છે.

અખિલ ભારતીય ખેડુત સંઘર્ષ સમન્વય સમિતિના રાષ્ટ્રિય અધ્યક્ષ વીએમ સિંહે કહ્યું કે, પ્રજાસત્તાક દિને રાજધાની દિલ્હીમાં જે થયું તે બધામાં સરકારની પણ ભૂલ છે. જ્યારે કોઈ 11 વાગ્યાની જગ્યાએ 8 વાગ્યે નિકળી રહ્યાં છે તો સરકાર શું કરી રહી હતી? જ્યારે સરકારને ખબર હતી કે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનારા કેટલાંક સંગઠનોએ કરોડો રૂપિયા આપવાની વાત કરી હતી ત્યારે સરકાર ક્યાં હતી?

ગાઝીપુર બોર્ડર પર વીએમ સિંહે પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, અમે કોઈ એવા વ્યક્તિ સાથે કૃષિ કાનુનના વિરોધને આગળ વધારી શકીએ નહી જેની દિશા બીજી કોઈ હોય. હું તેમને શુભકામના આપું છું. હું અને અખિલ ભારતીય કિસાન સંઘર્ષ સમન્વય સમિતિ આ વિરોધ પરત ખેંચી રહી છે.

તેમણે કહ્યું કે, હિંદુસ્તાનનો ધ્વજ, ગરિમા, મર્યાદા સૌની છે. એ મર્યાદાનો જો ભંગ કરી છે, ભંગ કરનારા ખોટા છે અને જેમણે ભંગ કરવા દીધી તે પણ ખોટા છે. ITOમાં એક સાથી પણ શહીદ થયાં. જે શખસ ખેડુતોને લાલ કિલ્લા સુધી લઈ ગયા કે જેણે ખેડુતોને ઉશ્કેર્યાં તેની સામે કાર્યવાહી થવી જોઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.