નાથદ્વારાનાં રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા
જયપુર, રાજસ્થાન અને ગુજરાતનાં કેટલાક વિસ્તારોમાં જમીની હલચલની જાણકારી માટે ખાસ પ્રકારનું રિસર્ચ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં બુધવારનાં રોજ ધરોઈ ભૂકંપ માપક કેન્દ્રથી ૧૪૦ કિ.મી દૂર રાજસ્થાનના નાથદ્વારાનાં રણ જેવા રેતાળ વિસ્તારમાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
ભૂકંપ માપક કેન્દ્ર પરથી મળતી માહિતી પ્રમાણે સવારે ૮.૩૪ કલાકે ધરોઈથી ૧૪૦ કિ.મી દૂર રાજસ્થાનનાં નાથદ્વારા પાસે રેતાળ વિસ્તારમાં જમીનથી ૧૦ કિ.મી અંદર હલચલ થવાને કારણે ૨.૧ની તીવ્રતાના ભૂકંપનાં આંચકા ઉદ્દભવ્યા હતા. જેની સેટેલાઇટ તસવીરો પણ સામે આવી હતી. જેને જાેઈને ભૂકંપનાં ઉદ્ભવ સ્થાનની ચોક્કસ માહિતી તો પ્રાપ્ત થઈ રહી છે, પરંતુ આ ઘટનાને પગલે સ્થાનિક સ્તરે કોઈ અનુભવો કે ઘટનાની પ્રતિક્રિયા હજુ સુધી સામે આવી નથી.HS