પેટની સર્જરી કરાતા શખ્સના પેટમાંથી અસંખ્ય ટેબ્લેટ મળી
કોલકાતા, મનોજ ભલોતિયા નામના એક શખ્સને જ્યારે હોસ્પિટલ લવાયો ત્યારે તે પેટમાં થઈ રહેલા અસહ્ય દુઃખાવાથી ચીસાચીસ કરી રહ્યો હતો. તેને ભૂખ જ નહોતી લાગી રહી, અને જાે કંઈ ખાવા જાય તો તરત જ ઉલ્ટી થઈ જતી હતી. લોકડાઉન દરમિયાન તેને લકવાનો હુમલો આવ્યો હતો, અને તેના શરીરનો ડાબો હિસ્સો લકવાગ્રસ્ત બની ગયો હતો. પરંતુ તેને પેટમાં અચાનક શું થઈ રહ્યું છે તે ડૉક્ટરોની સમજની પણ બહાર હતું.
આખરે, દર્દીના પેટનો એમઆરઆઈ કરવામાં આવ્યો, જેમાં તેના પેટમાં કંઈક અજુગતું દેખાયું. એમઆરઆઈ રિપોર્ટમાં દર્દીના પેટમાં નાની-નાની વટાણાના કદ જેવી વસ્તુઓ દેખાઈ રહી હતી. ડોક્ટર્સ સમજી ગયા કે દર્દીને આ વસ્તુને કારણે જ અસહ્ય દુઃખાવો થઈ રહ્યો છે. પરંતુ, પેશન્ટના પેટમાં દેખાઈ રહેલો આ ‘ફોરેન ઓબ્જેક્ટ’ આખરે શું છે તે ડોક્ટર્સને પણ સમજમાં નહોતું આવી રહ્યું. આખરે દર્દીની તાત્કાલિક સર્જરી કરીને તેના પેટમાં દેખાઈ રહેલો આ પદાર્થ કાઢવાનું નક્કી કરાયું હતું.
આખરે જ્યારે ઓપરેશન થિયેટરમાં પેશન્ટનું પેટ ખોલવામાં આવ્યું ત્યારે ડોક્ટર્સને તેના નાના આતરડામાંથી સેંકડોની સંખ્યામાં નાની-નાની ટેબ્લેટ્સ મળી. દર્દીની મેડિકલ હિસ્ટ્રીમાં જાણવા મળ્યું કે, ૨૦૧૬થી તેઓ ડાયાબિટિસ અને હાઈ બીપીની ગોળી લઈ રહ્યા હતા. જાેકે, ગયા વર્ષે સ્ટ્રોકનો હુમલો આવતા તેમણે દવા લેવાનું બંધ કરી દીધું હતું.
ડૉક્ટર્સને એ પણ જાણવા મળ્યું હતું કે, પેશન્ટ જે દવાઓ લઈ રહ્યા હતા તે ડાયાબિટિસ અને બીપીમાં લેવાતી સામાન્ય દવાઓની અવેજમાં જે દવાઓ લેવાય છે તે હતી. દર્દીની સર્જરી કરનારા ડૉ. દેબ કુમાર રોયના જણાવ્યા અનુસાર, દર્દી ઈચ્છે તો અલ્ટરનેટિવ મેડિસિન્સ લઈ શકે છે, પરંતુ તેને ક્વોલિફાઈડ ડૉક્ટર્સની સલાહ વિના લેવાનું ગંભીર પરિણામ આવી શકે છે.
આ કેસમાં દર્દી જે દવાઓ છેલ્લા ત્રણ વર્ષથી લઈ રહ્યા હતા તે ખરેખર તો તેમના પેટમાં જ જામી ગઈ હતી, અને તેનું પાચન નહોતું થયું. ૫૬ વર્ષના પેશન્ટના આતરડામાં આ દવાઓ હજારોની સંખ્યામાં ભેગી થઈ જતાં તેમને ભૂખ લાગવાનું બંધ થઈ ગયું હતું, અને તેમના પેટમાં કશુંય ટકતું જ નહોતું.
એટલું જ નહીં, તેના કારણે તેમને અસહ્ય દુઃખાવો થવાનું પણ શરુ થયું હતું. પેશન્ટના પત્નીએ જણાવ્યું હતું કે, તેમને પેટમાં ઘણા સમયથી દુઃખાવો રહેતો હતો, અને તેઓ ગમે તે ખાય તે સાથે જ તેમને ઉલ્ટી થઈ જતી હતી. તેમના શરીરમાં ડિહાઈડ્રેશન થઈ ઘયું હતું, અને સ્થિતિ કાબૂ બહાર જતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. ડોક્ટરે જ્યારે જણાવ્યું કે તેમના પેટમાં હજારો ટેબ્લેટ્સ ભેગી થઈ છે ત્યારે તે સાંભળી અમને પણ આંચકો લાગ્યો હતો.SSS