એક્ટર શિલ્પા શેટ્ટીએ દીકરા વિવાનને શીખડાવી DIY ટ્રિક
મુંબઈ: શિલ્પા શેટ્ટી એક ખૂબ જ સારી એક્ટ્રેસ હોવાની સાથે જ ડાન્સર, એક્સપર્ટ, કુક અને સુપર મોમ પણ છે. શિલ્પા વારંવાર પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ દ્વારા પોતાના ફેન્સની સાથે કોઈને કોઈ રેસિપી અથવા તો ડુ ઈટ યોરસેલ્ફ DIY ટ્રિક શેર કરતી રહે છે. તાજેતરમાં જ શિલ્પાએ પોતાના દીકરા વિવાનને આવી જ એક DIY ટ્રિક બતાવી હતી. જેના દ્વારા વિવાન ખેલકૂદ દરમિયાન થાક ઉતારી શકે. માટીના કારણે સ્કિન પર આવેલા જર્મ્સને હટાવી શકે અને ફરીથી ફ્રેશ થઈ શકે.
એવું નથી કે શિલ્પાએ આ ટ્રિક વિવાનને જણાવી છે તો એ બાળકો માટે જ છે. આ ટ્રિક એટલી સુરક્ષિત છે કે જેથી બાળકો પણ ઉપયોગમાં લઈ શકે. જાેકે, આ માટે દરેક માતાને પણ આ વાત પર ધ્યાન આપવું જાેઈએ. જે મોટા થતાં જ બાળકોની પરવરિશમાં દિવસ-રાત લાગે છે.
જેથી તેમના બાળકો ફીલ્ડમાં મસ્તી કર્યા પછી પોતાની દુઃખતી નસોને પણ શાંત કરી શકે અને પછી અભ્યાસ પર ધ્યાન આપી શકે. આ સાથે જ હાથ-પગના દર્દ અથવા તો બોડી પેઈનના કારણે તેની ઊંઘ પણ ડિસ્ટર્બ ન થાય.
-હકીકતમાં, શિલ્પાએ પોતાના દીકરા વિવાનને નેચરલ સૉલ્ટ સ્ક્રબ બનાવવાનું શીખવ્યું. જેથી હાનિકારક બેક્ટેરિયા અને જર્મ્સથી બચવા માટે વિવાન આ નેચરલ સોલ્ટ સ્ક્રબનો ઉપયોગ કરી શકે. એવું જરુરી નથી કે તમે આ સોલ્ટ સ્ક્રબનો ઉપયોગ ન્હાતા સમયે જ કરી શકાય. તમારો થાક દૂર કરવા માટે પણ જુદી જુદી રીત અજમાવી શકો. તમે એ રીતે બાળકોના પગ પણ સાફ કરવામાં આ સ્ક્રબનો ઉપયોગ કરી શકો છો.