ઓઢવ ગામમાં જુગાર રમતાં ૭ પકડાયાઃ ૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત
શ્રાવણમાં જુગાર પુર બહાર ખીલ્યો અન્ય કેટલાક વિસ્તારોમાં પણ પોલીસના દરોડા |
અમદાવાદ : જન્માષ્ટમીનો તહેવાર નજીક છે અને શ્રાવણ માસ ચાલુ છે ત્યોર શહેરમાં જુગારીઓને જુગાર રમવાનુ બાહાનું મળી ગયુ છે. શહેરભરમાં જુગારનો માહોલ જામ્યો ો છે જા કે પોલીસ તંત્ર પણ સક્રીય હોઈ આવા જુગારધામો ઉપર લાલ આંખ કરીને છેલ્લા એક અઠવાડીયામાં દરોડા પાડી મોટી સંખ્યામાં જુગારીઓને ઝડપી લાખોનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ જ કાર્યવાહી આગળ ચાલુ રહેતા ગઈકાલે ઓઢવ પોલીસે ૭ શખ્શોને ૫૦ હજારનાં મુદ્દામાલ સાથે જુગાર રમતાં રંગેહાથ ઝડપી લીધા છે.
પોલીસને ઓઢવ ગામ નજીક કેટલાંક શખ્શો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના પગલે ટીમ બનાવીને ગણેશ કોલોની ભરવાડ વાસ નજીક ઓઢવ ગામમા દરોડો પાડ્યો હતો ગત રાત્રે પોલીસને આવતાં જાઈ જુગારીઓમાં નાસ ભાગ મચી ગઈ હતી પોલીસે ઘટના સ્થળેથી સાત જુગારીઓને ઝડપી લીધા હતા. જેમા મુખ્ય સુત્રધાર માર્શલ પીટર ક્રિશ્ચયન પણ સામેલ છે
તમામ સાત શખ્શોને ઝડપી લઈ જતા પોલીસની કાર્યવાહી બાદ રહીશો પણ એકત્ર થઈ ગયા હતા પોલીસે રોકડ મોબાઈલ ફોન ઉપરાત અન્ય મળીને કુલ ૫૦ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો જ્યારે સાતેય આરોપીઓ સામે જુગારીની કલમ હેઠળ ગુનો નોધઈ આગળની તપાસ હાથ ધરી છે.