૬૩ વર્ષની ઉંમરે કર્યા લગ્ન, ઘરે પહોંચતા જ દુલ્હનનું મોત

વડોદરા: લોકો પાસેથી સાંભળ્યું હશે કે લગ્ન વિવાહ બધું કિસ્મતનો ખેલ છે. ભગવાને સંબંધોની આ ડોર પહેલાથી જ બાંધીને રાખી છે. આવો જ એ કિસ્સો વડોદરામાં સામે આવ્યો હતો. જાેકે, અહીં દુલ્હાના કિસ્મત અંગે દરેક કોઈ ચર્ચા કરી રહ્યું છે. પોતાના સમાજની યુવતી સાથે લગ્ન કરવાના ચક્કરમાં આશરે ચાર દાયકા વિતાવી દીધા હતા.
હવે ૬૩ વર્ષની ઉંમરે તેણે ૪૦ વર્ષીય મહિલા સાથે લગ્ન કર્યા હતા. જાેકે, લગ્નની આ ખુશી વધારે સમય ટકી નહીં. કારણ કે સાસરીમાં પગલાં માંડતા જ દુલ્હનનું મોત થયું હતું.
વડોદરા જિલ્લાના પીપલછટ ગામમાં રહેનારા ૬૩ વર્ષીય કલ્યાણભાઈ રબારી અને ૪૦ વર્ષીય લીલાબેનના સોમવારે ધામધૂમથી લગ્ન થયા હતા. આ લગ્ન અને પોતાના જીવનસાથીને લઈને બંને ખુશ હતા. વૃદ્ધ સૌથી વધારે ખુશ હતા કે તેમને મોડા તો મોડા પરંતુ કન્યા મળી હતી.
પરંતુ તેમને ખબર નહતી કે તેમની કિસ્મતમાં પત્નીનું શુખ લખ્યું જ નથી. એક દિવસ બાદ મંગળવારે દુલ્હન લીલા બહેન પહોંચી અને લગ્નની રસમો દરમિાયન અચાનક તેઓ ચક્કર ખાઈને પડી ગયા હતા. બેભાન હાલતમાં કલ્યાણ પોતાની નવીનવેલી દુલ્હનને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કરી હતી.
ઉલ્લેખનીય છે કે કલ્યાણભાઈ રબારી પોતાના લગ્નને લઈને ખુબ જ ખુશ હતા કારણ કે તેમનું ૩૦-૩૫ વર્ષનું સપનું પુરું થવા જઈ રહ્યું હતું. એટલા માટે તેમણે લગ્નના ભાજન માટે આસપાસના ગામોના અનેક લોકોને આમંત્રીત કર્યા હતા. ૨૩ જાન્યુઆરીએ આખા ગામ માટે પ્રીતિભોજનનું પણ આયોજન કર્યું હતું. ૨૪ તારીખે તેઓ પોતાની જાન લઈને વરસડા પહોંચ્યા હતા.
જ્યાં લીલાબેન સાથે સપ્તપદીના સાત ફેરા લઈને પતિ પત્ની બન્યા હતા. સોમવારના દિવસે ૪૦ વર્ષની ઉંમરમાં લીલા બહેનની વિદાઈથી તેમના પરિવાર જનો ખુબ જ ખુશ હતા. બધા એવું બોલી રહ્યા હતા કે છેવટે પુત્રીનું ઘર વશ્યું. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે પુત્રીની વિદાય અંતિમ વિદાઈ બની જશે. તેઓ લગ્નજાેડામાં સાસરી મોકલી રહ્યા છે તે હંમેશા હંમેશા માટે દુનિયાને અલવિદા કહીને ચાલી જશે.