નવા કૃષિ કાયદા અંગે દેશના મોટાભાગના ખેડૂતો અજાણ, નહીંતર આગ લાગતઃ રાહુલ ગાંધી
નવી દિલ્હી, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પોતાના મત વિસ્તારના પ્રવાસે છે.જ્યાં રાહુલ ગાંધીએ ફરી એક વખત નવા કૃષિ કાયદાને લઈને સરકાર પર પ્રહારો કર્યા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, નવા કાયદાની સચ્ચાઈ અંગે દેશના મોટાભાગના ખેડૂતોને જાણકારી નથી, જો તેઓ આ કાયદાને સમજી ગયા તો દિલ્હી જેવા આંદોલન આખા દેશમાં થશે અને દેશમાં આગ લાગી જશે.આજે બધા જાણે છે કે, દેશની સ્થિતિ શું છે. બધા જોઈ રહ્યા છે કે દેશમાં શું ચાલી રહ્યુ છે.પીએમ મોદી દેશના બે-ત્રણ વેપારીઓના હિતમાં બધી નીતિ ઘડી રહ્યા છે.આજે દરેક ઉદ્યોગો પર ગણતરીના લોકોનો અધિકાર છે.
રાહુલ ગાંધીએ આ પહેલા ટ્વિટર પર કહ્યુ હતુ કે, દુનિયામાં સૌથી ઝડપથી વિકસતી જતી ઈકોનોમીમાંથી એકને કેવી રીતે બરબાદ કરી શકાય તે મોદી સરકાર પાસેથી શીખવા જેવુ છે.
રાહુલ ગાંધી પહેલેથી જ નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેઓ વારંવાર કહી ચુક્યા છે કે, સરકારે નવા કાયદા પાછા ખેંચવા જોઈએ.