ભારતમાં ૨૩.૫૫ લાખ લોકોને વેક્સીન અપાઇ
નવીદિલ્હી, દેશમાં કોરોના સંક્રમણ સામેનો જંગ ચાલી રહ્યો છે. જેમાં કોવિડ વેક્સીનેશનના પહેલા ચરણમાં અત્યાર સુધીમાં ૨૩.૫૫ લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ દેશમાં સંક્રમણનું જાેર પણ નબળું પડી રહ્યું હોય એવું આંકડાઓ ઉપરથી લાગી રહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૧૧,૬૬૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૧૨૩ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૧,૦૭,૦૧,૧૯૩ થઈ ગઈ છે.
બીજી તરફ, ભારતમાં કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૧ કરોડ ૩ લાખ ૭૩ હજાર ૬૦૬ લોકો સાજા પણ થઇ ચૂક્યા છે. ૨૪ કલાકમાં ૧૪,૩૦૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૧,૭૩,૭૪૦ એક્ટિવ કેસો છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ ૧,૫૩,૮૪૭ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
નોંધનીય છે કે, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચએ ગુરૂવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૨૭ જાન્યુઆરી સુધીમાં ભારતમાં કુલ ૧૯,૪૩,૩૮,૭૭૩કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, બુધવારના ૨૪ કલાકમાં ૭,૨૫,૬૫૩ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.HS