Western Times News

Gujarati News

રિક્ષામાં મુસાફર બનીને લૂંટ કરતી વેપારીઓની ગેંગ જબ્બે

અમદાવાદ, કોરોના વાયરસ આવ્યા બાદ લોકડાઉન અને અનલોક થયા પછી અનેક લોકોના વેપાર-ધંધા સાવ પડી ભાંગ્યા છે ત્યારે પેટીયુ રળવા લોકો આડે રસ્તે ચઢી ગયા હોવાના સંખ્યાબંધ કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. આવો વધુ એક કિસ્સો કાગડાપીઠમાં બન્યો છે. જેમાં અત્તરનો ધંધો પડી ભાગતા વેપારીઓએ પોતાની ગેંગ બનાવી અને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી લોકોને લૂંટવાનું શરૂ કરી દીધું હતુ. આરોપીઓ ભાડાની રિક્ષામાં મુસાફરો સ્વાંગમાં લૂંટ કરતા હતા. આ લૂંટારું ગેંગે ગીતા મંદિર નજીક એક શિક્ષકને છરીની અણીએ લૂંટી લીધા હતા. કાગડાપીઠ પોલીસે બાતમી આધારે અત્તર ગેંગનો પર્દાફાશ કરી ચાર આરોપીની ધરપકડ કરી લૂંટનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. એક અઠવાડિયા પહેલા મોરબીના વાંકાનેરથી અમદાવાદ આવેલા શિક્ષકને રિક્ષામાં મુસાફર તરીકે બેસાડીને અવવારું જગ્યાએ લઈ જઈ છરીને અણીએ લૂંટ ચલાવાઈ હતી. જેમાં કાગડાપીઠ પોલીસે ગણતરીના દિવસોમાં આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

ઝડપાયેલા આરોપી જાવેદહુસેન મોમીન, ઈરફાન મોમીન, શાહબાનઅલી શેખ અને એઝાદ હુસેન શેખનો સમાવેશ થાય છે. એઝાદ શેખ રિક્ષા ડ્રાઇવર બનીને ગીતા મંદિર બસ સ્ટેન્ડ નજીક બહારગામથી આવતા મુસાફરને ટાર્ગેટ કરી ઓછા ભાડામાં રિક્ષામાં બેસાડી લઈ જતો હતો. થોડા આગળ ટોળકી દ્વારા અન્ય આરોપી રિક્ષામાં બેસીને મુસાફરો અવાવરું જગ્યા લઈ જઈ મુસાફર પાસે રહેલા સોના-ચાંદીના દાગીના અને રોકડની લૂંટ કરી ફરાર થઈ જતા હતા. મુસાફરો લૂંટ કરવાનું પ્લાન મુખ્ય આરોપી જાવેદહુસેન મોમીન બનાવતો હતો. જે અગાઉ પણ પેસેન્જર લૂંટ કરતો પકડાઈ ચુક્યો છે. ગીતામંદિર બસ સ્ટેન્ડ પર હજારો મુસાફરોની અવરજવર થતી હોવાના કારણે લૂંટારું ગેંગ દ્વારા મુસાફરો ટાર્ગેટ કરી ગુનાને અજામ આપતી હોય છે. આ મોડ્‌સઓપરેન્ડીથી પૂર્વ વિસ્તારમાં એક મહિનામાં ચારથી વધુ ગુના બન્યા છે.ત્યારે મુસાફરોના સ્વાંગમાં ફરતી ટોળકી ફરી સક્રિય થઈ છે. હાલ પકડાયેલ આરોપી પૂછપરછથી ઘણા ગુના ભેદ ઉકેલાઈ શકે છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.