ત્રીજા લગ્ન કરવા જતા પતિ સામે પત્નીએ ફરિયાદ કરી
અમદાવાદ, અમદાવાદ શહેરમાં ખોટું નામ ધારણ કરી યુવતીને ફસાવતા લગ્ન કરતા લંપટ પતિની વસ્ત્રાપુર પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલો આ આરોપી ત્રીજા લગ્ન માટેની તૈયારીઓ કરી રહ્યો હતો. પરંતુ ત્રીજા લગ્ન થાય તે પહેલાં જ તેનો અસલી ચેહરો સામે આવી ગયો હતો. જેથી પહેલી પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પતિ વિરુદ્ધ છેતરપિંડી ફરિયાદ નોંધાવી હતી.
વસ્ત્રાપુરમાં રહેતા મૂળ જૂનાગઢના રાધાબહેને પોતાના લંપટ પતિ રાજેશ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ ૧૪ ડિસેમ્બર ૧૯૯૯ના રોજ રાજેશે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરીને તેમની સાથે લગ્ન કર્યા હતા. ૨૧ વર્ષના લગ્ન જીવનમાં તેઓના બે સંતાન પણ છે. ખોટા ડોક્યુમેન્ટ આધારે ૨૧ વર્ષથી સાથે રહેતા હોવા છતાં લંપટ પતિ ત્રીજી યુવતી સાથે લગ્ન કરવાનો પ્લાન કરી રહ્યો હતો, પરંતુ આ પહેલાં જ રાજેશનો ભાંડો ફૂટી ગયો.
રાજેશ થાનકી નામના યુવકે ખોટા ડોક્યુમેન્ટ આધારે જૂનાગઢની રાધા નામની યુવતી સાથે ૧૯૯૯માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ રાજેશે ઇન્દોરમાં રહેતી પ્રિયંકા નામની યુવતી સાથે જે આરોપી રાજેશની ઉંમરથી ૧૦ વર્ષ નાની તેને પણ ખોટા ડોક્યુમેન્ટ આધારે લગ્ન કરીને ફસાવી હતી. આ દરમિયાન તેણે પોતાનું નામ બદલીને રાહુલ દવે નામ બતાવ્યું હતું. આ બાદ તેણે ત્રીજી યુવતીને ફસવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં જબલપુર રહેતી ગરિમા નામની યુવતીને મેટ્રો મોનિયલ સાઇટ પર લંપટ રાજેશ ખોટા ડોક્યુમેન્ટ પરથી લગ્ન કરવા સંપર્ક કર્યો.
આ યુવતીએ તપાસ કરતા રાજેશ અગાઉથી પરિણીત હોવાનું ખુલતા તેને લગ્ન કરવાનું ટાળ્યું અને રાજેશની પત્નીનો સંપર્ક કરી આ બાબતની જાણ કરી હતી. રાધાબહેને તપાસ કરી તો પતિના બીજા લગ્નનો પણ ભાંડો ફૂટ્યો. જેથી તેણે પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસ તપાસમાં પતિ રાજેશના પર્સમાંથી રાહુલ દવે નામનું લાયસન્સ અને પાન કાર્ડ મળ્યું આ સાથે જ સાથે પ્રિયંકા રાહુલ દવે નામના ડોક્યુમેન્ટ મળ્યા હતા.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે પ્રથમ લગ્ન બાદ રાજેશ સતત ઘરની બહાર રહેતો હતો. તે ટ્રાન્સપોર્ટના વેપારના નામે અન્ય યુવતીઓ સાથે લગ્નનું પ્લાનિંગ કરતો હતો. જાેકે પોલીસ આંશકા છે કે આરોપી રાજેશ અન્ય ઘણી યુવતીઓ ખોટા ડોક્યુમેન્ટ આધારે પોતાની જાળમાં ફસાવી લગ્ન કર્યા હોઈ શકે છે.SSS