Western Times News

Gujarati News

ભાજપના ગઢ ગણાતા મતવિસ્તારોમાં મહિલા કોર્પાેરેટરો માટે “નો રીપીટ” થીયરી

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, આગામી ફેબ્રુઆરી મહિનામાં યોજાનાર અમદાવાદ મહાનગર સેવા સદનની ચૂંટણી માટે ભાજપ, કોેંગ્રેસ સહિત તમામ રાજકીય પક્ષોમાં ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મ્યુનિ.કોર્પાેરેશનમાં છેલ્લી ત્રણ ટર્મથી શાસન કરનાર ભારતીય જનતા પાર્ટી ઉમેદવારોની પસંદગી માટે કયા માપદંડ અપનાવે છે તે બાબત રસપ્રદ રહેશે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ ઉંમર માટેની ગાઈડલાઈન જાહેર કરી ચૂક્યા છે.

જ્યારે ત્રણ કેે તેથી વધુ ટર્મથી કોર્પાેરેટર પદ પર રહ્યા હોય તેમને રીપીટ કરવામાં નહીં આવે તેવી વાતો પણ વહેતી થઈ છે. સામાન્ય રીતે છેલ્લી ત્રણ ટર્મથી ભાજપમાં માત્ર જુનિયરોની જ બાદબાકી થઈ છે જ્યારે સીનીયરો રીપીટ થતા રહ્યાં છે.

પરંતુ ઉડીને આંખે વળગે તેવી બાબત એ છે કે ભાજપના ગઢ ગણાતા ખાડીયા, ઈસનપુર, મણીનગર, વાસણા સહિતના વોર્ડમાં મહિલા કોર્પાેરેટરો માટે “નો રીપીટ” થીયરી ચાલી રહી છે. તેેેમજ આ પૈકી મોટાભાગના વોેર્ડમાં સીનીયર કોર્પાેરેટરોના એકચક્રી શાસન ચાલી રહ્યા છે.

અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશનમાં ૨૦૦૫થી ભાજપાનું શાસન ચાલી રહ્યું છે. અમદાવાદ શહેરમાંના અનેક વોર્ડમાં ત્રણ-ચાર ટર્મથી ભાજપની પેનલો જ જીતી રહી છે.

જેમાં ખાડીયા, વાસણા, નવરંગપુરા, ઈસનપુર, પાલડી વગેરે મુજબ છે. પરંતુ આ તમામ વોર્ડમાં દર પાંચ વરસે મહિલા ઉમેદવાર બદલાય છે. ભાજપના જૂના અને સૌથી મજબૂત ગઢ ગણાતા ખાડીયા વોર્ડમાં ૨૦૦૦ની ચૂંટણીમાં હેમલતાબેન મહિલા ઉમેદવાર હતા અને ચૂંટણી જીત્યા હતા.

તે સમયે તેમના સાથી કોર્પાેરેટર તરીકે ભૂષણ ભટ્ટ એ મયૂર દવે હતા. ૨૦૦૫માં પુરૂષ કોર્પાેરેટરો યથાવત રહ્યા હતા જ્યારે મહિલા કોર્પાેરેટર કપાયા હતા તેમજ નવા મહિા દાવેદાર-કોર્પાેરેટર તરીકે બિરાજબેન સુરતીની પસંદગી થઈ હતી.

૨૦૧૦માં બિરાજબેનનું સ્થાન નીકીબેન મોદીએ લીધું હતું. ૨૦૧૫માં ખાડીયામાં કાલુપુરનો સમાવેશ થયો હતો તથા મહિલા કોર્પાેરેટરો માટે બે સીટ જાહેર થઈ હતી. તેથી ૨૦૧૫માં કાલુપુર વોર્ડના મહિલા કોર્પાેરેટર ભાવનાબેન નાયકની ખાડીયામાંથી પસંદગી થઈ હતી.

જ્યારે નીકીબેન મોદીના સ્થાને જયશ્રીબેન પંડ્યાને ટિકિટ આપવામાં આવી હતી ખાડીયાની જેમ મણીનગર પણ ભાજપનોે મજબુત ગઢ છે. મણીનગરમાં ૨૦૦૦થી ૨૦૦૫ દરમ્યાન ભારતીબેેન પટેલ, ૨૦૦૫થી ૨૦૧૦ સુધી ડો.ઉષાબેન પટેલ, ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન કાલીન્દીબેન પટેલ મહિલા કોર્પાેરેટરપદે રહ્યા હતા. આ તમામ ટર્મ દરમ્યાન અસિતભાઈ વોરા સીનીયર કોર્પાેરેટર રહ્યા હતા. તેમજ મેયરપદે પણ તેની નિમણૂંક થઈ હતી.

૨૦૧૫થી ૨૦૨૦માં નવા સીમાંકન બાદ મણીનગરમાં શીતલબેન ડાગા અને નિશાબેેન જહાંની પસંદગી થઈ હતી. કાંકરીયા વોેર્ડ નામશેષ થયા બાદ આ બંને મહિલા ઉમેદવારો મણીનગરમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા બન્યા હતા. અગાઉ, કાંકરીયા વોર્ડમાં ૨૦૦૧થી ૨૦૧૦ એમ બેે ટર્મ નિશાબેન જહાં અને ૨૦૧૦થી ૧૪ જયશ્રીબેેન પટેલ કોર્પાેરેટરપદે રહ્યા હતા.

ભાજપના જ એક પૂર્વ મેયર અમિતભાઈ શાહના મતવિસ્તાર વાસણામાં પણ મહિલા કોર્પાેરેટરો માટે “નો રીપીટ” થીયરી ચાલી રહી છે. વાસણા વોર્ડમાં ૨૦૦૫થી ૨૦૧૦ સુધી કલ્પાબેન રાવલ તથા ૨૦૧૦થી ૨૦૧૫સુધી વિલાસબેન સોહેલીયા કોર્પાેરેટર પદે રહ્યા હતા.

૨૦૧૫થી ચાર બેઠકો થયા બાદ વાસણા વોર્ડમાં જયશ્રીબેન અને સ્નેહીકુમારીની પસંદગી થઈ હતી તથા તેઓ ચૂંટણી જંગ જીત્યા હતા. પૂર્વ વિસ્તારના ઓઢવ વોર્ડમાં પણ દર પાંચ વર્ષે મહિલા કોર્પાેરેટર બદલાયા છે. ૨૦૦૫માં ટીનાબેન પટેલ, ૨૦૧૦માં શાંતાબેન દેસાઈ તથા ૨૦૧૫માં દેવ્યાનીબેન દેસાઈ અને અમીબેન જાેષીની પસંદગી થઈ હતી. વટવા વોર્ડમાં ૨૦૦૫થી ૨૦૧૦માં આશાબેન પટેલ, ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન હંસાબેન પટેલ તથા ૨૦૧૫થી ૨૦૨૦ની ટર્મમાં જલ્પાબેન પંડ્યા તથા પુષ્પાબેન મિસ્ત્રી પાર્ટીની પ્રથમ પસંદગી બન્યા હતા.

પશ્ચિમના નવરંગપુરા વોર્ડમાં પણ ભાજપના મહિલા કોર્પાેરેટરોની બેઠક અનિશ્ચિત રહી છે. ૨૦૦૦થી ૨૦૦૫ દરમિયાન મંજુલાબેન પાટડીયા, ૨૦૦૫થી ૨૦૧૦માં માલિનીબેન અતીત, ૨૦૧૦થી ૨૦૧૫ની ટર્મમાં બીનાબેન મોદી કોર્પાેરેટર તરીકે હતા. જ્યારે ૨૦૧૫થી ૨૦૨૦માં નંદીનીબેન પંડ્યા અને વંદનાબેન શાહની પસંદગી થઈ હતી.

અગાઉ, નંદીનીબેન પંડ્યા આંબાવાડી વોર્ડમાં કોર્પાેરેટરપદે હતા. નવા સીમાંકન બાદ આંબાવાડી વોર્ડ રદ થતા તેઓ નવરંગપુરામાંથી ચૂંટણી લડ્યા હતા. દક્ષિણ ઝોનના ઈસનપુર વોર્ડમાં પણ સમાન પરિસ્થિતિ જ છે. મ્યુનિ.હદમાં ભેળવાયા બાદ આ વોર્ડમાં ભાજપનું એકચક્રી શાસન ચાલી રહ્યું છે. પરંતુ મહિલા કોર્પાેરેટરો બદલાયા કરે છે. ૨૦૦૫થી ૨૦૧૦ની ટર્મમાં રમાબેન જાેષી, ૨૦૧૦થી ૨૦૧૫ દરમ્યાન દિપ્તીબેન શેઠ કોર્પાેરેટરપદેે હતા. જ્યારે છેલ્લી ટર્મમાં જીગીષાબેેન ઘડિયાળી અને રંજનબેેન મલિયાવાની પસંદગી થઈ હતી.

ભાજપના ગઢ સમાન વોર્ડમાં મહિલા કોર્પાેરેટરો માટે “નો રીપીટ”થીયરી પાછળ પણ અનેક થીયરી કામ કરી રહી છે. જે વોર્ડમાં પુરૂષ કોર્પાેરેટરો સીનીયર અને મજબુત રહ્યા છે તે વોર્ડમાં નવા હરીફ ઉભા ન થાય તેની તકેદારી લેવામાં આવી હોય તે માનવામાં આવે છે.

તેેવી જ રીતે નવા સીમાંકન અને બેઠકોની ફેરબદલ થવાના કારણે પણ મહિલા કોર્પાેરેટરોની બાદબાકી થતી રહી છે. ભાજપમાં હાલ બીજલબેેન પટેલ, ફાલ્ગુનીબેન શાહ, ભાવનાબેન નાયક અને મધુબેન પટેેલ સીનીયર મહિલા કોર્પાેરેટર છે. પાલડીમાં પુરૂષ કોર્પાેરેટર તરીકે દરેક ટર્મમાં નવા ચહેરા આવેે છે. રાકેશ શાહ ધારાસભ્ય બન્યા બાદ બિજલબેેનનું સ્થાન મજબુત બન્યું હતું. જ્યારે ભાવનાબેન અને ફાલ્ગુનીબેેનની પસંદગી મામટે તેમા “કામ” બોલી રહ્યા છે. તદુપરાંત આ બંને કોેર્પાેરેટર કોંગ્રેસની પેનલ તોડીને જીતી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.