વરુણ-નતાશાની કોકટેલ પાર્ટીમાં ખૂબ જ ધમાલ થઈ
મુંબઈ: વરુણ ધવન અને નતાશા દલાલે ગત ૨૪ જાન્યુઆરીના રોજ એક પ્રાઈવેટ સેરેમનીમાં લગ્ન કર્યા હતાં. અલીબાગના રિસોર્ટમાં લગ્નનું આયોજન થયુ હતું. લગ્ન દરમિયાન ચુસ્ત સુરક્ષાના કારણે આ કપલની તસવીરો અને વિડીયોઝ મળવા પણ ખૂબ જ મુશ્કેલ હતાં. જાેકે, લગ્ન પછી વરુણ અને નતાશાએ બહાર આવીને દરેકને તસવીરો ક્લીક કરાવવા માટે આપી હતી. જાેકે, સોશિયલ મીડિયામાં બન્નેની અનેક તસવીરો સામે આવી છે.
હવે વરુણ ધવન અને નતાશા દલાલની કોકટેલ સંગીત પાર્ટીની કેટલીક તસવીરો સામે આવી છે. આ પાર્ટીનું આયોજન બન્નેના લગ્ન પહેલા કરવામાં આવ્યુ હતું. ફેન ક્લબ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તમે વરુણ અને નતાશાને તેની ફેમિલી સાથે જાેઈ શકો છો.
એક તસવીરમાં વરુણ ધવન અને નતાશા દલાલ પોતાના પેરેન્ટ્સ સાથે જાેવા મળે છે. વરુણના પેરેન્ટ્સ ડેવિડ ધવન અને લાલી ધવન સાથે નતાશાના પેરેન્ટ્સ રાજેશ દલાલ અને ગૌરી દલાલ પણ ઉભા છે. એક જ પ્રેમમાં બન્નેના પેરેન્ટ્સ બાળકો સાથે ખૂબ જ ખુશ જાેવા મળે છે. અન્ય એક તસવીરમાં વરુણ ધવન અને નતાશા દલાલની કોકટેલ પાર્ટીમાં લોકો જાેવા મળે છે. ત્રીજી તસવીરમાં નતાશા પોતાના દોસ્તો સાથે જાેવા મળે છે.
ચોથી તસવીરમાં વરુણ ધવનની ભત્રીજી અંજની ધવન જાેવા મળે છે. તેણે લગ્નના દરેક ફંક્શનમાં ધ્યાન ખેંચ્યું છે.કોરોના મહામારીના કારણે વરુણ ધવન અને નતાશા દલાલના લગ્ન પ્રાઈવેટ સેરેમની જેમ જ પૂરા થયા હતાં. જાેકે, આલિશાન રીતે ઓર્ગનાઈઝ કરવામાં આવ્યા હતાં. આવતા અઠવાડિયે એટલે કે ૨ ફેબ્રુઆરીના રોજ વરુણ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં રિસેપ્શન આપશે. આ રિસેપ્શનમાં બોલિવૂડના એવા કલાકાર આવવાની શક્યતા છે. જે લગ્ન સમારોહમાં હાજરી આપી શક્યા નથી.